બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / You can check Gujarat Board 10th result through SMS, know when the result will be declared

જાણી લો / ગુજરાત બોર્ડના 10મા ધોરણના રિઝલ્ટને SMS દ્વારા કરી શકશો ચેક, જાણો ક્યારે જાહેર થશે પરિણામ

Megha

Last Updated: 01:39 PM, 15 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જે બાળકોએ GSEB ગુજરાત બોર્ડની SSC પરીક્ષા આપી છે તેઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પરથી તેમનું પરિણામ ચકાસી અને ડાઉનલોડ કરી શકે છે.

  • ગુજરાત બોર્ડનું પરિણામ ક્યારે આવશે?
  • મેના ત્રીજા અઠવાડિયા સુધીમાં જાહેર થઈ શકે છે
  • SMS દ્વારા પરિણામ કરી શકશો ચેક 

ગુજરાત બોર્ડનું પરિણામ ક્યારે આવશે? ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) એ ગુજરાત બોર્ડ SSC 10માનું પરિણામ જાહેર કરવા માટે તમામ તૈયારીઓ કરી લીધી છે. મળતી માહિતી અનુસાર ગુજરાત બોર્ડ 10માનું પરિણામ 2023 મેના ત્રીજા અઠવાડિયા સુધીમાં જાહેર થઈ શકે છે. એટલે કે GSTSEB 10માનું પરિણામ 20મી મે સુધીમાં આવી શકે છે. 

જે બાળકોએ GSEB ગુજરાત બોર્ડની SSC પરીક્ષા આપી છે તેઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પરથી તેમનું પરિણામ ચકાસી અને ડાઉનલોડ કરી શકે છે. પરિણામ જાહેર થતાંની સાથે જ બોર્ડના વિદ્યાર્થીઓ તેમના સીટ નંબરની મદદથી સત્તાવાર વેબસાઇટ પરથી GSEB 10મું પરિણામ 2023 જોઈ શકશે. 

GSEB SSC પરિણામ તારીખ અને સમય
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 14મી માર્ચથી ગુજરાત બોર્ડની 10મીની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. બોર્ડની પરીક્ષા 14 માર્ચથી 28 માર્ચ સુધી ચાલી હતી. નવીનતમ અપડેટ મુજબ GSEB SSC પરિણામ 20 મે સુધીમાં જાહેર થઈ શકે છે. એક વાત નોંધનીય છે કે GSEB 10મા પરિણામની ચોક્કસ તારીખ અને સમય બોર્ડ દ્વારા શેર કરવામાં આવ્યો નથી. 

SMS દ્વારા પરિણામ કરી શકશો ચેક 
વિદ્યાર્થીઓ એસએમએસ દ્વારા ગુજરાત બોર્ડ 10માનું પરિણામ 2023 પણ જોઈ શકે છે. વિદ્યાર્થીઓએ SSC <space>રોલ નંબર લખીને 56263 પર મોકલવાનો રહેશે. 

ગુજરાત બોર્ડ 10માનું પરિણામ કેવી રીતે ચેક કરવું 
GSEB ની સત્તાવાર વેબસાઇટ gseb.org ની મુલાકાત લો
હોમપેજ પર ગુજરાત બોર્ડ GSEB 10મું પરિણામ 2023 લિંક પર જાઓ
હવે વિદ્યાર્થી સીટ નંબર દાખલ કરો
ગુજરાત બોર્ડનું 10મું પરિણામ 2023 સ્ક્રીન પર દેખાશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ