બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Yellow and orange alert declared in total 12 districts in Gujarat

આગાહી / ગુજરાતમાં આગામી 24 કલાક અતિભારે વરસાદની શક્યતા, રાજ્યના કુલ 12 જિલ્લામાં યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર

Dhruv

Last Updated: 08:08 AM, 24 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં હજુ વરસાદ થમવાનું નામ નથી લઇ રહ્યો. ત્યારે હવામાન વિભાગે હજુ આગામી 24 કલાકમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે તેવી આગાહી વ્યક્ત કરી છે.

  • હજુ આગામી 24 કલાક ભારે વરસાદની શક્યતા
  • રાજ્યના 4 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર
  • રાજ્યના અન્ય 8 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર

હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતમાં હજુ આગામી 24 કલાક ભારે વરસાદની શક્યતા રહેલી છે. હવામાન વિભાગે રાજ્યના 4 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને 8 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે.

8 જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર

હવામાન વિભાગે રાજ્યમાં કચ્છ, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.  જ્યારે અન્ય 8 જિલ્લાઓમાં હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે. જેમાં અમદાવાદ, મોરબી, સુરેન્દ્રનગર, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે અન્ય જિલ્લા વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણની શક્યતા રહેલી છે.

મહિસાગર કડાણા ડેમ

મહિસાગરમાં કડાણા અને ભાદર ડેમમાં પાણીની આવકમાં વધારો

તમને જણાવી દઇએ કે, મહિસાગરમાં કડાણા અને ભાદર ડેમમાં પાણીની આવક યથાવત જોવા મળી રહી છે. કડાણા ડેમમાં હાલ 1 લાખ 35 હજાર કયુસેક પાણીની આવક છે. જ્યારે ભાદર ડેમમાં 2 હજાર કયુસેક પાણીની આવક નોંધાઇ છે. પાણીની આવકથી મહિસાગર અને ભાદર નદી બે કાંઠે આવી ગઇ છે. મહિસાગર નદી પર આવેલ વણાક બોરી ડેમ પણ ઓવરફ્લો થઇ ગયો છે. આથી, મહિસાગર અને પંચમહાલના 128 ગામોને એલર્ટ કરવામા આવ્યાં છે.

બનાસકાંઠાના દાંતીવાડા ડેમ પર બ્લુ સિગ્નલ અપાયું છે. ડેમનું જળ સ્તર 80 ટકાને પાર થતા બ્લુ સિગ્નલ આપવામાં આવ્યું છે. ડેમમાં પાણીની સપાટી 598.70 ફૂટ પર પહોંચતા તંત્ર એલર્ટ થઇ ગયું છે. દાંતીવાડા ડેમની ભયજનક સપાટી 604 ફૂટે પહોંચી છે. ડેમમાં અત્યારે 21 હજાર ક્યુસેક પાણીની આવક થઇ છે. જ્યારે 5 વર્ષ બાદ દાંતીવાડા ડેમ ભરાયો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Rain forecast in gujarat Weather update gujarat monsoon 2022 monsoon 2022 ગુજરાતમાં વરસાદની આગાહી gujarat monsoon 2022
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ