Xiaomi પોતાના ઘરેલું માર્કેટ ચીનમાં 50 ઈંચનું Mi TV 4C 4K HDR TV મોડલ લોન્ચ કરી દીધું છે. નવા TVની કિંમત CNY 2 199 (લગભગ 22 700 રૂપિયા) રાખવામાં આવી છે. આ મોડલને Mi TV 4Cના 43 ઈંચ અને 55 ઈંચ મોડલની વચ્ચે જગ્યા આપવામાં આવી છે. હાલમાં ચીનની બહાર નવા 50 ઈંચના ટીવીની કિંમતની કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી.
ખાસિયતો:
Mi TV 4C 4K HDR TVમાં 3840×2160 પિક્સલ રિઝોલ્યુશન સાથે 4K ડિસ્પ્લે 178 ડિગ્રી વ્યૂઈંગ એન્ગલ અને 9.5 ms ડાયનેમિક રિસ્પોન્સ રેટ આપવામાં આવ્યો છે. આ ટીવીમાં 2 GB રેમ અને 750MHz Mali-450 GPU સાથે 1.5GHz ક્વોડ-કોર Amlogic Cortex-A53પ્રોસેસર આપવામાં આવ્યું છે. તેની ઈન્ટરનલ મેમરી 8 GB છે.
આ 50 ઈંચના મોડલને પણ એન્ડ્રોઈડ બેઝ્ડ પેચવોલ ઈન્ટરફેસ આપવામાં આવ્યું છે. જે આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ (ai) બેસ્ડ કંટેટ ડિલીવરીમાં મદદ કરે છે. આ સાથે સ્પીચ રેકગ્નિશન અને યુનિફાઈડ સર્ચને સપોર્ટ કરે છે.
કનેક્ટિવિટી મુદ્દે Mi TV 4C 50-ઈંચ મોડલમાં ડ્યુલ બેન્ડ (2.4GHz/ 5GHz) Wi-Fi 802.11acઅને ત્રણ HDMI પાર્ટ સાથે Bluetooth v4.2 LE બે USB પોર્ટસ AV આઉટપુટ અને Ethernetપોર્ટ પણ આપવામાં આવ્યા છે. આ ટીવી HDR 10 H.264 H.265 Real MPEG1/2/4 WMV3 અને VC-1 જેવા ફોર્મેટને પણ સપોર્ટ કરે છે.
Mi TV 4Cમાં 8W સ્પીકર્સ આપવામાં આવ્યા છે જે Dolby ઑડિયો/DTS-HD ઑડિયો ડ્યુઅલ ડિકોડિંગને સપોર્ટ કરે છે અને તેમાં એક Mi રિમોટ કંટ્રોલ આપવામાં આવ્યુ છે જે જેસ્ચર અને વૉઇસ કંટ્રોલને સપોર્ટ કરે છે.