બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / World Cup 2023 sourav ganguly brother snehasish ganguly match tickets cab police summon

વર્લ્ડકપ 2023 / સૌરવ ગાંગુલીના ભાઈએ જ મેચની ટિકિટો બ્લેકમાં વેચી? એક્શન લેવાની તૈયારીમાં છે પોલીસ, જાણો સમગ્ર કેસ

Arohi

Last Updated: 12:02 PM, 4 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

World Cup 2023: વિવાદ બાદ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી પોતાના મોટા ભાઈ સ્નેહાશીષના બચાવમાં આગળ આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે પોલીસ અપરાધીને પકડી શકે છે.

  • સૌરવ ગાંગુલીના ભાઈ પર ગંભીર આરોપ
  • મેચની ટિકિટ બ્લેક કરવાના લાગ્યા આરોપ
  • એક્શન લેવાની તૈયારીમાં છે પોલીસ

કલકત્તા પોલીસે વિશ્વ કપ મેચની ટિકિટની કથિત કાળાબજારીના કેસમાં ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળના અધ્યક્ષ સ્નેહાશીષ ગાંગુલીને સમન્સ પાઠવ્યું છે. તેમણે 24 કલાકની અંદર પુછપરછ માટે હાજર થવું પડશે. સ્નેહાશીષ, ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીના મોટા ભાઈ છે. 

 

કલકત્તા પોલીસે જણાવ્યા અનુસાર સ્નેહાશીષને નોટિસ આપવામાં આવી છે અને તેમને 24 કલાકની અંદર પોલીસ સામે હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. પોલીસે આ મામલામાં કુલ 7 FIR નોંધી છે અને અત્યાર સુધી કુલ 16 લોકોની ધરપકડ પણ કરી છે. પોલીસે જણાવ્યા અનુસાર તેમની પાસેથી 94 ટિકિટ પણ જપ્ત કરવામાં આવી છે. પોલીસે કહ્યું છે કે આ ટિકિટના ભાવ 900 રૂપિયા છે. પરંતુ બ્લેક માર્કેટમાં 8000 સુધી વેચવામાં આવી રહી હતી. 

વિવાદ પર શું કહ્યું ગાંગુલીએ? 
ભારતીય ક્રિકેટ બોર્ડના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલી પોતાના મોટા ભાઈ સ્નેહાશીષ ગાંગુલીના સમર્થનમાં મજબૂતીથી સામે આવ્યા છે અને કહ્યું છે કે ભારત-દક્ષિણ આફ્રીકાની વચ્ચે કલકત્તામાં થવા જઈ રહેલા મેચ સાથે જોડાયેલા ટિકિટ વિવાદમાં રાજ્ય સંધની કોઈ ભૂમિકા નથી. ગાંગુલીએ કહ્યું, "પોલીસ અપરાધીને પકડી શકે છે. કેબની તેમાં કોઈ ભુમિકા નથી. ઈડનની ક્ષમતા 67 હજાર લોકોની છે અને માંગ એક લાખથી વધારેની છે."

શું છે સમગ્ર મામલો? 
એક ક્રિકેટ પ્રશંસકે ફરિયાદ નોંધાવી છે કે કેબે જાણીજોઈને સામાન્ય જનતા માટે ઉપલબ્ધ ટિકિટોનો એક મોટો ભાગ અલગ મુકી દીધો છે અને તેમને વ્યક્તિગત લાભના ઈરાદે કાળાબજારી કરનાર લોકો માટે ઉપલબ્ધ કરાવી છે. આ મામલામાં બીસીસીઆઈ અને ઓનલાઈન પોર્ટલ બુકમાઈ શો પર પણ આરોપ લાગ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ