બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / સ્પોર્ટસ / Cricket / World Cup 2023 rishabh pant may also be ruled out of the icc world cup apart from asia cup 2023

World Cup 2023 / ખરેખર! શું એશિયા કપ બાદ વર્લ્ડકપમાંથી રિષભ પંત થઇ જશે Out? વધુ એક સર્જરીની તૈયારી

Arohi

Last Updated: 10:09 AM, 26 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

World Cup 2023: પંત ગયા વર્ષે 30 ડિસેમ્બરે ઘર જતી વખતે ઉત્તરાખંડના રૂડકીમાં કાર દુર્ઘટનાનો શિકાર થયા હતા. દુર્ઘટનામાં તેમનો જીવ માંડ માંડ બચ્યો હતો. પંતના શરીરના ઘણા ભાગોમાં ઈજા પહોંચી હતી. હવે તેમની ઈજામાં ધીરે ધીરે સુધાર થઈ રહ્યો છે.

  • 30 ડિસેમ્બરે પંતનો થયો હતો અકસ્માત 
  • પંતને પહોંચી હતા ગંભીર ઈજા 
  • શું એશિયા કપમાંથી બહાર થશે પંત? 

ભારત આ વર્ષના અંતમાં વન ડે વિશ્વ કપનું આયોજન કરવાનું છે. તેના પહેલા ટીમ ઈન્ડિયા એશિયા કપથી પોતાની તૈયારીઓ પુરી કરશે. આ બન્ને મોટા ટૂર્નામેન્ટમાં હાલ ઘણો સમય બાકી છે. પરંતુ તે પહેલા ટીમને મોટો ઝડકો લાગી શકે છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rishabh Pant (@rishabpant)

બન્ને મોટા ટૂર્નામેન્ટમાંથી બહાર થયા ઋષભ પંત 
ભારતના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતનો એશિયા કપ અને વિશ્વ કપમાં રમવું મુશ્કેલ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કાર દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા પંત આ બે મોટા ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે. 

પંતની વાપસીમાં લાગી શકે છે સમય 
રિપોર્ટ્સ અનુસાર ઋષભ પંતની વાપસીમાં થોડો સમય લાગશે અને જો તે ઝડપથી રિકવરી કરે છે તો આવતા વર્ષે જાન્યુઆરી સુધી મેદાન પર વાપસી કરી શકે છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rishabh Pant (@rishabpant)

પંત ગયા વર્ષે 30 ડિસેમ્બરે ઘરે જતી વખતે ઉત્તરાખંડના રૂડકીમાં કાર દુર્ઘટનાનો શિકાર થયા હતા. દુર્ઘટનામાં તેમનો જીવ માંડ માંડ બચ્યો હતો. પંતના શરીરના ઘણા અંગોમાં ઈજા પહોંચી છે. હવે તેમાં ધીરે ધીરે સુધાર થઈ રહ્યો છે. 

ચાલવામાં જોઈએ છે મદદ 
પંતને હાલમાં જ અરૂણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી કેપીટલ્સના આઈપીએલ મેચ વખતે લાકડીના સહારે ચાલતા જોવામાં આવ્યો હતો. ત્યાં જ બેંગ્લોરમાં પણ ટીમના નેટ સેશન વખતે તે જોવા મળ્યા હતા. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rishabh Pant (@rishabpant)

પંતને હાલ વગર કોઈ મદદે ચાલવામાં મુશ્કેલી આવી શકે છે. એવું જોઈને લાગી રહ્યુ છે. પંત ઝડપથી ઠીક થઈ રહ્યા છે. પરંતુ મેદાન પર ક્રિકેટ રમવા માટે સંપૂર્ણ રીતે ફિટ થવામાં સાતથી આઠ મહિના લાગી શકે છે. 

થઈ શકે છે પંતની વધુ એક સર્જરી 
પંત મુંબઈના કોકિલાબેન ધીરૂભાઈ અંબાણી હોસ્પિટલ અને ચિકિત્સા અનુસંધાન સંસ્થાનમાં સેન્ટર ફોર સ્પોર્ટ્સ મેડિસિનના પ્રમુખ અને આર્થોસ્કોપી એન્ડ શોલ્ડર સર્વિસના નિર્દેશક ડો દિનશા પારદીવાલાની દેખરેખમાં છે. એવી સંભાવના છે કે તેમની વધુ એક સર્જરી થઈ શકે છે. 

પંતે ગઈ વખતે ડિસેમ્બરમાં બાંગ્લાદેશમાં એક ટેસ્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમની વાપસીનો યોગ્ય સમય ત્યારે ખબર પડશે જ્યારે રિહૈબ માટે બેંગ્લોરમાં રાષ્ટ્રીય ક્રિકેટર એકેડેમી જશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ