બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / બિઝનેસ / વિશ્વ / Work 200% or quit: Zuckerberg's order leaves employees wondering

ચેતવણી / નોકરી કરવી હોય 200% મહેનત કરો, નહીંતર રાજીનામું આપો: ઝૂકરબર્ગના આદેશથી વિચારમાં પડી ગયા કર્મચારી

Vishal Khamar

Last Updated: 02:57 PM, 28 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

META CEO માર્ક ઝકરબર્ગ કર્મયારીઓને વધુ મહેતન કરવા માટે કહી રહ્યા છે. તેમને નોકરી બચાવવા માટે બમણી મહેનત કરવાનું કહેવામાં આવ્યું છે.

  • તમારે નોકરી બચાવવી હોય તો 200% મહેનત કરો, નહીં તો રાજીનામું આપો-ઝુકરબર્ગ
  • મેટામાં કામ કરતા લોકો માટે આગામી સમય મુશ્કેલી ભર્યો
  • મેટા કર્મચારીઓની છટણી કરવા જઈ રહી છે
  • શ્રેષ્ઠ કામ કર્યા પછી પણ નોકરી સુરક્ષિત નથી

 મેટામાં કામ કરતા લોકો માટે આવનારા કેટલાક મહિનાઓ ખૂબ જ મુશ્કેલ છે. તેની પાછળનું કારણ એ છે કે ટેક સેક્ટરની દિગ્ગજ કંપની કર્મચારીઓની છટણી કરવા જઈ રહી છે. તે જ સમયે છટણીના કોલ વચ્ચે મેટા વિશે એક સનસનાટીભરી માહિતી બહાર આવી છે. હકીકતમાં એવું જાણવા મળ્યું છે કે META કર્મચારીઓને કંપનીમાં તેમની નોકરી સુરક્ષિત કરવા માટે બમણી મહેનત કરવા માટે કહેવામાં આવે છે. કર્મચારીઓને કહેવામાં આવ્યું છે કે જો તેઓ કંપનીમાં નોકરી મેળવવા માંગતા હોય તો તેમણે કામમાં 200 ટકા સુધી કામ કરવું પડશે.

ઈનસાઈડર સાથેની વાતચીતમાં મેટાના એક કર્મચારીએ સીઈઓ માર્ક ઝુકરબર્ગના મેસેજ વિશે કહ્યું, ઝુકરબર્ગનો સંદેશ ખૂબ જ સ્પષ્ટ હતો. તમારી પાસે પોતાને સાબિત કરવા માટે ત્રણ મહિના છે. તમારા 200 % પ્રયત્નો આપો અથવા જો તમને આ બધુ ન ગમતું હોય તો રાજીનામું આપો. મેટાના શેરના ભાવ સતત ઘટી રહ્યા છે. ત્યારે કર્મચારીઓને બમણી મહેનત કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. તે જ સમયે કંપની મેટાવર્સને ક્ષેત્રમાં પોતાને સ્થાપિક કરવામા પણ મુશ્કેલીઓનો સામનો કરી રહી છે.

શ્રેષ્ઠ કામ કર્યા પછી પણ નોકરી સુરક્ષિત નથી
જ્યાં ઝુકરબર્ગ દ્વારા કર્મચારીઓ પર વધુ મહેનત કરવાનું દબાણ કરવામાં આવી રહ્યું છે તે જ સમયે, મેટાએ તેની ઘણી ટીમો અને મેનેજરોને બદલ્યા છે. હાલમાં કર્મચારીઓને મેનેજરના કહેવા મુજબ શ્રેષ્ઠ કામગીરી કરનારા લોકોની નોકરીઓ પણ સુરક્ષિત નથી. એક કર્મચારીએ આરોપ લગાવ્યો,  " તેઁણે કહ્યું કે તે બેકઅપ પ્લાન લઈને આવી રહ્યો છે અને હું પણ તે જ કરી રહ્યો છું. "

કંપનીના આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર, મેટામાં છટણીથી મોટી સંખ્યામાં કર્મચારીઓને અસર થશે. બીજા ક્વાર્ટરના પરિણામો અનુસાર, મેટાની છટણીથી મોટી સંખ્યામાં કર્મચારીઓને અસર થશે. બીજા ક્વાર્ટરના પરિણામો અનુસાર, મેટાની ત્રણ કંપનીઓ ફેસબુક, ઈન્ટાગ્રામ અને વોટ્સઅપમાં 83, 500 કર્મચારીઓ કામ કરે છે. META ના અન્ય કર્મચારીના જણાવ્યા અનુસાર, ' લોકોમાં એક કાનાફૂસી છે કે આવતા વર્ષે 20 ટકા ઓછા લોકો હશે. આ ક્યારે થશે તેની મને ખબર નથી. '
સ્ટાફ ઘટાડવામાં આવશેઃ ઝકરબર્ગ
ઈનસાઈડરના અહેવાલ મુજબ, મેટા પ્રતિનિધિએ 27 જુલાઈના રોજ કંપનીના બીજા ક્વાર્ટરના કમાણીના અહેવાલ દરમિયાન ઝકરબર્ગના નિવેદન વિશે માહિતી પ્રદાન કરી હતી. ઝુકરબર્ગે જણાવ્યું કે મેટે આગામી પાંચ વર્ષમાં કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કરરવાનું ચાલુ રાખવાની યોજના ધરાવે છે. તેમણે ચેતવણી આપી હતી કે ઘણી ટીમો ઘટાડવામાં આવશે. જેથી અમે કર્મચારીઓને અન્ય વિસ્તારોમાંથી સ્થાનાંતરિત કરી શકીએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ