બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / women perform stunt carrying lpg cylinder on head, video viral

ઓય બાપા / VIDEO : માથે ફૂલનો ગરબો નહીં ગેસનો બાટલો લઈને ઘુમી મહિલા, ઘરમાં દેખાડ્યાં જબરા કરતબ

Hiralal

Last Updated: 10:39 PM, 3 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયામાં માથે ગેસનો બાટલો લઈને કરતબ દેખાડતી એક મહિલાનો વીડિયો વાયરલ થયો છે. મહિલાના કરતબ જોઈને લોકોના જીવ ઊંચા થઈ ગયા હતા.

  • મહિલાએ માથે ગેસનો બાટલો લઈને કરતબ દેખાડ્યાં 
  • નીચે મૂક્યું વાસણ, તેના પર ઉભા રહીને લીધું ચક્કર
  • વાયરલ વીડિયોથી લોકોના જીવ થયા ઊંચા 

ઈન્સ્ટાગ્રામ પર માથે ગેસનો બાટલો મૂકીને સ્ટંટ દેખાડતી મહિલાનો વીડિયો વાયરલ થયો છે. મહિલાએ એવા કરતબ દેખાડ્યાં કે લોકો ફફડી ઉઠ્યાં હતા. જોકે મહિલાએ તેની આ કળા પણ દેખાડી હતી પરંતુ તે ખતરાથી ખાલી નથી. કારણ કે માથે ગેસનો બાટલો મૂકીને ગોળ ગોળ ઘુમવું ખતરનાક છે. પણ તેણે આવા ખતરનાક પરંતુ અદ્દભુત કરતબ કરી દેખાડ્યાં છે. 

સાઉથની ફિલ્મના ગીત પર જબરદસ્ત સ્ટંટ
મહિલા સાઉથની ફિલ્મના ગીત પર જબરદસ્ત સ્ટંટ બતાવી રહી છે. ખાસ વાત એ છે કે તેનું બેલેન્સ એકદમ પરફેક્ટ છે. વાયરલ ક્લિપ ઈન્સ્ટાગ્રામ પર (@karagam_durga) નામના યુઝરે શેર કરી છે. કેપ્શનમાં લખ્યું છે - બસ થોડી કસરત. 23 સપ્ટેમ્બરના રોજ પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયોને આ સમાચાર લખ્યા ત્યાં સુધી 17 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલા ઘરની અંદર કરતબ કરી રહી છે. મહિલાએ તેના માથા પર ગેસનો બાટલો રાખ્યો અને પરફેક્ટ બેલેન્સ જાળવીને ગોળ ચક્કર લગાવ્યું હતું. નીચે એક સ્ટીલનું વાસણ પર હતું જેના પર તે ઊભી રહી હતી. 

લોકોએ કહ્યું-જોઈને હાર્ટએટેક આવી ગયો 
મહિલાને આવું કરતી જોઈને લોકોએ તેના વખાણ કર્યા છે. તેમજ સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી હતી. કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું- સુપર મધર, પણ સાવધાન. બીજાએ કહ્યું- તે મને હાર્ટ એટેક આપી રહ્યો છે. તે જ સમયે, અન્ય યુઝરે લખ્યું - બહેન, આટલું જોખમ ન લો. સારું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ