ભારતમાં અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે. આ પ્રસંગે સોશિયલ મીડિયામાં લગ્ન સાથે જોડાયેલા ઘણા વીડિયો અને તસ્વીરો વાયરલ થઇ રહી છે.
લગ્ન પહેલા દુલ્હને પતિ પાસે માંગ્યો FBનો પાસવર્ડ
સ્ટેજ પર ઉભા રહીને પતિએ પત્નીને આપ્યો આ જવાબ
સગાઈ સમારોહમાં હાજર રહેલા સંબંધીઓ થયા ખુશ
પતિએ પત્નીને આપેલા જવાબથી બધા થયા ખુશ
તમે અવાર-નવાર જોયુ હશે કે લગ્ન દરમ્યાન પંડિત દુલ્હા અને દુલ્હનને સાત વચન જણાવે છે, જે આજીવન નિભાવવાની વાત કહેવામાં આવે છે. વીડિયો લગ્ન પહેલાની સગાઈનો છે. જેમાં પત્ની પોતાના પતિ પાસે લગ્ન પહેલા જ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામનો પાસવર્ડ માંગી રહી છે. જેના જવાબમાં પતિ જે કહે છે, તે સાંભળીને તમે ખુશ થઇ જશો. વરરાજા પણ દુલ્હનને એક વચન નિભાવવાની વાત કહે છે, જેને સાંભળીને દુલ્હને પણ દિલ જીતી લીધુ. વીડિયોમાં જોઇ શકાય છે કે સગાઈના દિવસે સ્ટેજ સજાયેલો છે. તો ભાવિ દુલ્હા-દુલ્હન એકસાથે ઉભા છે.
FB અને ઈન્સ્ટાગ્રામનો પાસવર્ડ માંગે છે પત્ની
વીડિયોમાં જોઇ શકાય છે કે સગાઈ કાર્યક્રમને એક મહિલા હોસ્ટ કરી રહી છે. એટલું જ નહીં, મહિલા ભાવિ પતિ અને પત્નીને આ અજીબોગરીબ વચનને નિભાવવાની વાત કહે છે. સૌથી પહેલા મહિલા પત્ની તરફથી વાત કરીને પતિ પાસેથી વચન માગે છે કે આજથી અને અત્યારથી તે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામનો પાસવર્ડ તેની પત્નીને આપી દે. જેના જવાબમાં પતિ કહે છે કે તે પોતાનો મોબાઈલ તેની પત્નીને આપી દેશે. પતિના આ જવાબથી બધા ખુશ થઇ ગયા. આ વીડિયોને witty_wedding નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોની સાથે કેપ્શનમાં લખવામાં આવ્યું છે, શું તમે બધા વચન નિભાવશો. વીડિયો એટલો સારો છે કે તેને અત્યાર સુધી હજારો લોકોએ જોયો છે.