ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Why Is It Not So Cool To Feed Pigeons; All You Need To Know About Hazards
ADVERTISEMENT
કબૂતરોને દાણા ખવડાવવાનું ઘણું ધાર્મિક મહત્વ છે પરંતુ આવું કરવું ખતરાથી ખાલી નથી તેવી ડોક્ટરોની ચેતવણી છે. મુંબઈના કૂર્લામાં એમબીબીએસ ડોક્ટર શરદ કેટકરે એવું કહ્યું કે કબૂતરો શ્વાસના રોગો ફેલાવતાં હોય છે. તેની કોઈ ઉપયોગિતા નથી. સિંગાપુર જેવા દેશમાં લોકો જોતાં જ કબૂતરોને મારી નાખે છે. કબૂતરોને કારણે અસ્થમાના રોગમાં વધારો થઈ રહ્યો છે.
ADVERTISEMENT
Please stop feeding pigeons. You are quite literally sponsoring respiratory diseases to yourself and people around. pic.twitter.com/PAAxI8zo4O
— Zucker Doctor (@DoctorLFC) February 23, 2024
ADVERTISEMENT
આપણે કબૂતરોને પંગુ બનાવી દીધાં
તેમણે કહ્યું કે કેટલીક ધાર્મિક માન્યતાઓને કારણે કબૂતરોને ચણ (દાણા) ખવડાવવામાં આવે છે પરંતુ તેનાથી હેલ્થને ઘણું જોખમ છે. કબૂતરોને કારણે પુખ્ત વયના લોકો અને બાળકોને અસર થાય છે. ફૂગના ચેપથી લઈને ફાઈબ્રોટિક ફેફસાના રોગો સુધી, તે અસ્થમા અને એલર્જિક નાસિકા પ્રદાહ ધરાવતા લોકો માટે પણ જોખમ ઊભું કરે છે. આદર્શ રીતે કબૂતરો તેમના ખોરાકની શોધ જાતે કરી લેતાં હોય છે પરંતુ સરળતાથી ઉપલબ્ધ ખોરાકને કારણે કબૂતરો બેઠું ભોજન મળી રહ્યું છે તેથી તેઓ આળસું બની રહ્યાં છે.
કબૂતરોને છત પણ દાણા ન નાખવા જોઈએ
જ્યોતિષ શાસ્ત્ર મુજબ, રાહુનો સંબંધ છત સાથે જણાવવામાં આવ્યો છે. તો બુધ ગ્રહના ઉપાય તરીકે કબૂતરોને દાણા ખવડાવવામાં આવે છે. પરંતુ જ્યારે કોઈ માણસની કુંડળીમાં રાહુ અને બુધનો મેળ થાય છે તો આવા લોકોએ પોતાની છત પર કબૂતરને દાણા ના નાખવા જોઈએ. જેનાથી માનસિક સ્થિતિ ખરાબ થઇ શકે છે. જ્યારે કબૂતરોને છત પર દાણા નાખવામાં આવે છે તો કબૂતર છત ગંદી કરી નાખે છે.
ADVERTISEMENT
ધર્મમાં શું મહત્વ
જ્યોતિષ શાસ્ત્ર મુજબ, કબૂતરોને દાણા નાખવાથી ભગવાન પ્રસન્ન થાય છે. ઘરમાં કબૂતરોને દાણા ખવડાવવાથી ઘરની નકારાત્મક ઉર્જા બહાર જતી રહે છે અને સુખ-શાંતિ રહે છે. જેનાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે અને માણસને ધનલાભ થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ