બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ધર્મ / Why Bholanath is worshiped on Devdiwali day

ધર્મ / દેવદિવાળીના દિવસે કેમ કરવામાં આવે છે ભોળાનાથની પૂજા ? જાણો શું છે પૌરાણિક કથા અને પૂજા વિધિ

Kishor

Last Updated: 05:41 PM, 25 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષશાસ્ત્ર અનુસાર દેવ દિવાળીના દિવસે દિપદાનનું વિશેષ મહત્વ રહેલુ છે. માન્યતા છે કે દેવ દિવાળીના દિવસે તમામ દેવ કાશીમાં ઉત્સવ મનાવે છે.

  • હિન્દુ ધર્મમાં છે દેવ દિવાળીનું ખુબ મહત્વ
  • દેવ દિવાળીના દિવસે દિપદાનનું વિશેષ મહત્વ રહેલુ છે
  • દેવ દિવાળીના દિવસે તમામ દેવ કાશીમાં ઉત્સવ

આપણા ધર્મમાં દિવાળીનું ખુબ જ મહત્વ છે. તેવી જ રીતે દેવ દિવાળીનું પણ એટલુ જ મહત્વ છે. હિન્દુ પંચાગ અનુસાર કારતર મહિનાની પૂર્ણીમાંના દિવસે દેવ દિવાળીનો પર્વ ઉજવવામાં આવે છે. માનવામાં આવે છે કે આ દિવાળી બધા દેવતાઓની કૃપાને સાથે લઈને આ પર્વ આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર દિવાળીના 15 દિવસ બાદ આ દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. જ્યોતિષીઓ અનુસાર દેવ દિવાળીના દિવસે દિપદાનનું વિશેષ મહત્વ રહેલુ છે. માન્યતા છે કે દેવ દિવાળીના દિવસે તમામ દેવ કાશીમાં ઉત્સવ મનાવે છે.

November Vrat Festival Calendar 2022 Dev Uthani Ekadashi Kartik-purnima Dev  Diwali In November | November Vrat-Festival 2022: ક્યારે છે દેવઉઠી એકાદશી  અને દેવદિવાળી, જાણો શુભ મૂહૂર્ત અને મહત્વ

કાર્તિક પૂર્ણિમાના દિવસે કાશીમાં દેવ દિવાળી મનાવવાની વર્ષો જુની પરંપરા છે. જે આજે પણ નિભાવવામાં આવી રહી છે. આ દિવસે ભગવાન વિષ્ણુની આરાધના કરવાનું વિશેષ મહત્વ રહેલુ છે.. પણ શું તમે જાણો છો કે આખરે દેવ દિવાળીના દિવસે ભગવાન શિવની પૂજા કેમ કરવામાં આવે છે. જો તમે નહીં જાણ હોય તો આજે અમે તને જણાવીશું કે દેવ દિવાળીના દિવસે કેમ ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે અને આ પૂજાનું મહત્વ શું છે. 
 
જાણો કેમ ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે
પૌરાણિક માન્યતાઓ અનુસાર ભગવાન શિવના પુત્ર કાર્તિકેયના હાથોથી તારકાસુરનો વધ થયો હતો. માન્યતાઓ અનુસાર તારકાસુરના વધ બાદ તેના ત્રણેય દિકરા તારકાક્ષ, કમલાક્ષ અને વિદ્દયુન્માલીએ તમામ દેવી-દેવતીઓ સાથે બદલો લેવાની પ્રતિજ્ઞા લિધી હતી. જે બાદ ત્રણેય દૈત્યોએ દિવ્ય અને માયાવી શક્તિઓથી એકબીજાને એક શરીરમાં સમાવી લીધા. એટલે એવુ કહી શકાઈ કે ત્રણેય દૈત્યોએ એક જ શરીમાં પોતાની આત્માઓને સમાવી લીધી. જે બાદ ત્રણેય દૈત્યોએ પોતાનું નામ ત્રિપુરાસુર રાખી લીધું હતુ. 

ત્રિપુરાસુરનો વધ થશે

ત્રિપુરાસુરે બ્રહ્માજીની તપસ્યા કરવાનું શરૂ કર્યુ. જેથી તેઓ પોતાના પિતાના મૃત્યુનો બદલો દેવો સાથે લઈ શકે. ત્રિપુરાસુરની કઠિન તપસ્યાથી પ્રસન્ન થઈને બ્રહ્માજીએ તેને વરદાન આપ્યું કે જ્યારે અભિજિત નક્ષત્રમાં સૂર્યમંડળમાં એક જ પંક્તિમાં ત્રણેય પુરિયાઓ એકસાથે જોવા મળશે.ત્યારે તે સમયે દેવતાઓથી બનેલા રથ અને ગ્રહોથી બનેલા બાણથી જ ત્રિપુરાસુરનો વધ થશે. નહીં તો તેનો ક્યારેય વધ થશે નહીં.

ભગવાન શિવની પણ પૂજા કરવાનું વિશેષ મહત્વ

ભગવાન બ્રહ્માજી પાસેથી મળેલા આ વરદાન બાદ ત્રિપુરાસુરનો આતંક દિવસેને દિવસે વધવા લાગ્યો. જેના કારણે ત્રણેય લોકમાં ખળભળાટ મચી ગયો. આ ઘટના બાદ ભગવાન શ્રી ગણેશે એક દિવ્ય રથ તૈયાર કર્યો. જે બાદ પૃથ્વી માતાએ રથનો આકાર લીધો, સૂર્ય ભગવાન અને ચંદ્ર ભગવાન તે રથના પૈડા બન્યા. જે બાદ આ રથના સારથી બન્યા સૃષ્ટી અને ભગવાન વિષ્ણુ બાણ બન્યા. વાસુકી નાગ ધનુષ્ય બન્યા અને મેરુ પર્વત ધનુષ્ય બન્યા હતા.આ બધા દેવતાઓ દ્વારા બનાવેલા રથ પર સવાર થઈને ભગવાન શિવે પોતાના ધનુષ અને બાણથી ત્રિપુરાસુરનો વધ કર્યો હતો.  આ દિવસ હતો કારકત મહિનાની પૂર્ણિમાનો દિવસ. જેથી તમામ દેવી-દેવતાઓએ આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરીને દિવાળીની ઉજવણી કરી હતી. જેથી આ દિવસે ભગવાન શિવની પણ પૂજા કરવાનું વિશેષ મહત્વ રહેલુ છે..

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ