બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / વિશ્વ / Who really is Professor N John Cam who demanded to call Yogi to France? The name of the European doctor went viral, retweeted by the CMO himself

FACT CHECK / ફ્રાંસમાં યોગીને બોલાવવાની માંગ કરનાર પ્રોફેસર એન જોન કેમ હકીકતમાં કોણ છે? યુરોપિયન ડૉક્ટરના નામે થયો વાયરલ, ખુદ CMO એ રિટ્વિટ કર્યું હતું

Priyakant

Last Updated: 07:21 PM, 1 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના કાર્યાલયે શનિવારે વાયરલ થઈ રહેલા એક ટ્વિટનો જવાબ આપ્યો હતો

  • ફ્રાંસમાં પોલીસ દ્વારા યુવકની હત્યા બાદ દેશભરમાં હિંસા 
  • પ્રોફેસર એન જોન કેમ હકીકતમાં કોણ છે?
  • યુરોપિયન ડૉક્ટરના નામે થયો વાયરલ ટ્વીટ

ફ્રાન્સમાં 17 વર્ષના મુસ્લિમ છોકરાની હત્યા બાદ ભીષણ હિંસા ભડકી છે અને અત્યાર સુધીમાં 1300થી વધુની ધરપકડ પણ કરવામાં આવી છે. ફ્રાન્સમાં હિંસાના ગુનેગારો મુસ્લિમ સમુદાયના છે જેથી ફ્રાન્સમાં થયેલી હિંસાના મામલો ભારત સુધી પણ પહોંચ્યો હતો.

પ્રોફેસર એન જોન કૈમ નામનું ટ્વિટ
આજે સવારથી જ સોશિયલ મીડિયામાં પ્રોફેસર એન જોન કૈમ નામનું એક ટ્વિટ ખૂબ વાયરલ થઈ રહ્યું છે, જેમાં તેણે લખ્યું છે કે, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ફ્રાન્સની આગ ઓલવવાની ક્ષમતા ધરાવે છે. પ્રોફેસર એન જોન કેમના ટ્વીટને યોગી આદિત્યનાથના કાર્યાલય દ્વારા પણ રીટ્વીટ કરવામાં આવ્યું છે, તેથી ઘણા લોકો વિચારી રહ્યા છે કે આ ટ્વિટર એકાઉન્ટ વાસ્તવિક હશે, પરંતુ પ્રોફેસર એન જ્હોન કૈમને નકલી ગણાવી ગણવામાં આવી રહ્યો છે. પ્રોફેસર એન જોન કૈમ કોણ છે, પ્રોફેસર એન જોન કૈમ અસલી છે કે પછી તેમનું એકાઉન્ટ નકલી છે, તેના વિશે અનેક અટકળો ચાલી રહી છે તેમજ વિવિધ દાવાઓ બનાવવામાં આવી રહી છે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના કાર્યાલયે ટ્વીટનો જવાબ આપ્યો
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના કાર્યાલયે શનિવારે વાયરલ થઈ રહેલા એક ટ્વિટનો જવાબ આપ્યો હતો અને સૂચવ્યું હતું કે, યોગી આદિત્યનાથને 24 કલાકની સમય આપી ચાલી રહેલા રમખાણોને નિયંત્રિત કરવા માટે ફ્રાન્સ મોકલવામાં આવે. તેમના સત્તાવાર ટ્વીટમાં યોગી આદિત્યનાથના કાર્યાલયના વેરિફાઈડ ટ્વિટર હેન્ડલએ કાયદો અને વ્યવસ્થાની સ્થાપિત કરવા યોગી મોડેલની અસરકારકતા પર પ્રકાશ પાડતા કહ્યું કે, જ્યારે પણ ઉગ્રવાદ વિશ્વમાં ક્યાંય પણ રમખાણો અને અરાજકતા તરફ ધકેલાય છે, ત્યારે લોકો યોગી મોડલને યાદ કરે છે અને યોગી મોડલ લાગુ કરવાની માંગ કરે છે.

પ્રોફેસર એન જ્હોન કૈમ કોણ છે ?
વાસ્તવિક પ્રોફેસર એન જોન કૈમ કોણ છે? યોગી આદિત્યનાથના હસ્તક્ષેપની માંગ કરતી ટ્વીટ પ્રોફેસર એન જ્હોન કૈમ નામના એકાઉન્ટમાંથી કરાઈ હતી. જે એક વરિષ્ઠ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ હોવાનો દાવો કરે છે. જો કે, એકાઉન્ટની વાસ્તવિક ઓળખ અંગે સોશિયલ મીડિયા યુઝર્સમાં શંકાઓ ઉભી થઈ છે અને તપાસના તમામ પુરાવાએ હકીકત તરફ ઈશારો કરે છે કે આ એકાઉન્ટ હકીકતમાં પ્રોફેસર એન જ્હોન કૈમના નામે બનાવવામાં આવ્યું છે અને વાસ્તવિક પ્રોફેસર એન. જોન કૈમને આ ટ્વીટ વિશે ખબર પણ નહીં હોય. એવી પણ અટકળો કરવામાં આવી રહી છે કે, આ એકાઉન્ટ હેન્ડલ ખરેખર ડૉ. નરેન્દ્ર વિક્રમાદિત્ય યાદવનું છે, જેને અગાઉ છેતરપિંડીના કેસમાં ધરપકડનો સામનો કરવો પડ્યો હતો.

ડો. રોહિન ફ્રાન્સિસે આ મામલે ખુલાસો કર્યો
પ્રોફેસર એન. જોન કૈમ સાથે કામ કરી ચૂકેલા ડો. રોહિન ફ્રાન્સિસે આ મામલે કેટલાક ખુલાસા કર્યા હતાં. ડૉ. રોહિન ફ્રાન્સિસે ટ્વિટર પર જ્હોન કૈમ વિશે તેમના અવલોકનો અને તારણો શેર કરીને આ બાબત પર પ્રકાશ પાડ્યો હતો. ફ્રાન્સિસે કાર્ડિયોલોજી એન જ્હોન કૈમને કેટલીક ઓળખવાની વાત પણ કરી હતી. 

ફ્રાંસમાં શું કારણે થઈ હિંસા ? 
ફ્રાંસ છેલ્લા 4 દિવસથી જબરદસ્ત હિંસાનો સામનો કરી રહ્યું છે. આ માટે ફ્રાંસમાં રમખાણોનો સામનો કરવા માટે મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓને રસ્તાઓ પર તૈનાત કરવામાં આવ્યા છે. ફ્રાંસના ગૃહ પ્રધાન ગેરાલ્ડ ડારમાનિને બ્રોડકાસ્ટર TF1ને જણાવ્યું હતું કે, વર્તમાન પરિસ્થિતિનો સામનો કરવા માટે સરકારે શુક્રવારે (30 જૂન) સાંજે 45,000 પોલીસ અધિકારીઓને તૈનાત કર્યા હતા. ફ્રાંસમાં અલ્જેરિયન મૂળના એક છોકરાની ગોળી મારીને હત્યા કરવામાં આવ્યા બાદ ફેશનની રાજધાની પેરિસમાં હિંસક વિરોધ શરૂ થયો હતો. તેણે આખા ફ્રાંસને ઘેરી લીધું.

મારા દીકરાને ન્યાય મળવો જોઈએ: મૃતકની માતા 
આ તરફ સત્તાવાળાઓએ અહેવાલ આપ્યો કે, ભૂમધ્ય બંદર શહેર માર્સેલીમાં પોલીસે શહેરના કેન્દ્રમાં હિંસક જૂથોને વિખેરવાનો પ્રયાસ કર્યો. મૃતક નાહેલની માતા મૌનિયા એમ.એ ફ્રાન્સ 5 ટેલિવિઝનને જણાવ્યું કે, તેણી તેના એકમાત્ર બાળકની હત્યા કરનાર પોલીસ અધિકારીથી ગુસ્સે છે. તેમણે કહ્યું, 'મારા દીકરાને ન્યાય મળવો જોઈએ.' તેમણે કહ્યું, 'પોલીસ અધિકારી પોતાની બંદૂક લઈને અમારા બાળકો પર ગોળી મારી શકે નહીં, અમારા બાળકોનો જીવ ન લઈ શકે.'

કોણ હતો મૃતક નાહેલ ? 
નાહેલ એમ અલ્જેરીયન મૂળના ફ્રેન્ચ શરણાર્થી હતો. તે ટેકવે ડિલિવરી ડ્રાઈવર તરીકે કામ કરતો હતો અને રગ્બી લીગ રમતો હતો. તે તેની માતાનો એકમાત્ર સંતાન હતો. નાહેલના પિતાની ખબર નથી. નાહેલે પોતાનો અભ્યાસ પૂરો કર્યો ન હતો, જોકે તે ઇલેક્ટ્રિશિયન બનવાની તાલીમ લઈ રહ્યો હતો. આ માટે તેણે ઘરથી થોડે દૂર સુરેસનેસની કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. કોલેજમાં તેમનો હાજરીનો રેકોર્ડ નબળો હતો. તેનો કોઈ ગુનાહિત રેકોર્ડ નહોતો પરંતુ તે પોલીસને જાણતો હતો.

ફ્રાંસમાં વર્તમાન પરિસ્થિતિ શું ? 
ફ્રાંસના ઘણા શહેરોમાં હજુ પણ હિંસા ચાલુ છે. તેમાં રાજધાની પેરિસનો પણ સમાવેશ થાય છે. ફ્રાંસમાં છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલી હિંસા અને આગચંપીની ઘટનાઓમાં અત્યાર સુધીમાં બે હજાર વાહનો સળગાવી દેવામાં આવ્યા છે. આ દરમિયાન 492 મકાનોને નુકસાન થયું છે. એએફપીના જણાવ્યા અનુસાર, સમગ્ર ફ્રાંસમાં ગઈકાલે રાત્રે આગજનીની 3800 ઘટનાઓ નોંધાઈ હતી. આ સાથે અત્યાર સુધીમાં 875 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ