બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ટેક અને ઓટો / whatsapp big action banned more than 20 lakh accounts keep your account safe in this way know more

જરૂરી વાત / Alert! WhatsApp એ એક ઝાટકે બંધ કરી દીધા 22 લાખ ઍકાઉન્ટ, તમે પણ અજાણતા ન કરતાં આ ભૂલ

Arohi

Last Updated: 01:13 PM, 2 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વોટ્સએપે 22 લાખથી વધારે વોટ્સએપ એકાઉન્ટને બેન કરી દીધા છે.

  • વોટ્સએપે કર્યા 22 લાખથી વધારે એકાઉન્ટ બેન 
  • કંપનીએ પોતે કર્યો આ વાતનો ખુલાસો 
  • યુઝર્સની ફરિયાદ પર થઈ રહી છે કાર્યવાહી 

ઈન્સ્ટન્ટ મેસેજીંગ એપ વોટ્સએપ એક વખત ફરી ચર્ચામાં છે. જોકે આ વખતે કોઈ નવા ફિચર કે નિયમના કારણે નહીં પરંતુ પોતાના એક નિર્ણયના કારણે. હકીકતે. વોટ્સએપે 22 લાખથી વધારે વોટ્સએપ એકાઉન્ટને બેન કરી દીધા છે. આ વાતનો ખુલાસો કંપનીએ માસિક રિપોર્ટમાં કર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે જે વોટ્સએપ એકાઉન્ટ્સ બેન કરવામાં આવ્યા છે. તેમણે નિયમો તોડ્યા હતા. 

યુઝર્સની ફરિયાદ પર થઈ રહી છે કાર્યવાહી 
વોટ્સએપે પોતાના યુઝર્સની સેફ્ટી અને સિક્યોરિટીને ધ્યાનમાં રાખીને એ યુઝર્સને બેન કરી દીધા છે. જેમણે નિયોમોનું ઉલ્લંઘન કર્યું હતું. વોટ્સએપની યુઝર સેફ્ટી રિપોર્ટથી જાણવા મળ્યું છે કે કુલ બેન કરવામાં આવેલા એકાઉન્ટની સંખ્યા 22 લાખ 9 હજાર છે. વોટ્સએપે કહ્યું છે કે, "આ યુઝર સેફ્ટી રિપોર્ટમાં યુઝર્સની તરફથી મળેલી ફરિયાદ અને તેના પર કરવામાં આવેલી કાર્યવાહીની સાથે સાથે પ્લેટફોર્મનો દુરૂપયોગ કરવાથી રોકવા માટે વોટ્સએપ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીનો પણ સમાવેસ થાય છે. "

વોટ્સએપે સરકારને જણાવ્યું કે સપ્ટેમ્બરમાં તેમના એકાઉન્ટ સપોર્ટ, બેન અપીલ, અન્ય સપોર્ટ અને પ્રોડક્ટ સપોર્ટ અને સેફ્ટી કેટેગરીમાં 560 યુઝર જનરેટ ફરિયાદનો રિપોર્ટ મળ્યો હતો. આ રિપોર્ટની ડિટેલ્સ આ પ્રકારે છે. એકાઉન્ટ સપોર્ટ (121), બેન અપીલ (309), અન્ય સપોર્ટ અને પ્રોડક્ટ સપોર્ટ (49 પ્રત્યેક) અને સેફ્ટી (32). કંપનીના પ્રવક્તાએ કહ્યું, "વોટ્સએપ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્ટેડ મેસેઝિંગ સર્વિસ આપવાનું છે અને મેસેજીંગ દુરૂપયોગને રોકવામાં લીડિંગ એપ છે. પાછલા અમુક વર્ષમાં પોતાના પ્લેટફોર્મ પર યુઝર્સને સુરક્ષિત રાખવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને બીજી ટેક્નોલોજી, ડેટા વૈજ્ઞાનિકો અને નિષ્ણાંતોમાં સતત રોકાણ કરવામાં આવ્યા છે."

કઈ રીતે રાખશો એકાઉન્ટને સેફ? 
કંપનીએ જણાવ્યા અનુસાર, જો કોઈ ગેરકાયદેસર, અશ્લીસ, માનહાનિ સાથે જોડાયેલા, ધમકાવતા, ડરાવતા, હેરાન કરતા કે નફરત ફેલાવત જાતીય ભેદભાવ ફેલાવતા અથવા કોઈ ગેરકાયદેસર અથવા ખોટા વ્યવહાર કરવા માટે ઉકસાવવા માટે કન્ટેન્ટને શેર કરે છે તો તેનું એકાઉન્ટ બેન કરી દેવામાં આવે છે. તે ઉપરાંત જો કોઈ યુઝર WhtasAppના ટર્મ્સ એન્ડ કંડીશનનું ઉલ્લંઘન કરે છે તો પણ તેનું એકાઉન્ટ બંધ થઈ જાય છે. માટે આવા કોન્ટેન્ટને કોઈની સાથે શેર કર્યું તો આ રીતે તમે તમારૂ એકાઉન્ટ સેફ રાખી શકશો.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ