બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / what is digital jyot heres all you need to know about

BIG NEWS / PM મોદીએ શરુ કર્યું 'ડિજિટલ જ્યોત' અભિયાન, સ્વતંત્રતા સેનાનીઓને વિશિષ્ટ રીતે આપી શકશો શ્રદ્ધાંજલિ

Pravin

Last Updated: 10:35 AM, 24 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે એક ખાસ મુહિમ અંતર્ગત ડિજિટલ જ્યોતની શરૂઆત કરી છે.

  • પીએમ મોદીએ નવું કેમ્પેઈન શરૂ કર્યું
  • શહીદો અને સ્વતંત્રતા સેનાનીઓને વિશિષ્ટ રીતે આપી શકશો શ્રદ્ધાંજલિ
  • જોઈ લો શું છે આ ડિજિટલ જ્યોત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે એક ખાસ મુહિમ અંતર્ગત ડિજિટલ જ્યોતની શરૂઆત કરી છે. દેશ માેટે પોતાના જાનની બાજી લગાવનારા અમર સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપવા માટે આ મુહિમની શરૂઆત કરવામાં આવી છે અને રાજધાનીના કનોટ પ્લેસમાં આ સ્પેશિયલ ટ્રિબ્યૂટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન પીએમ મોદીએ અમુક તસ્વીરો ટ્વિટ કરીને લોકોને તેની સાથે જોડવાનો આગ્રહ કર્યો છે. 

પીએમ મોદીનું ટ્વિટ

પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરતા લખ્યું છે કે ,આપણા સ્વતંત્રતા સંગ્રામના નાયકોને એક વિશેષ શ્રદ્ધાંજલિ, ડિજિટલ જ્યોત ટેકનોલોજીનો ઉપયોગ કરે છે અને આપને સ્વતંત્રતા સેનાનીઓ પ્રત્યે આભારનો હાર્દિક મેસેજ શેર કરવામાં સક્ષમ બનાવે છે. દિલ્હીના સેન્ટ્રલ પાર્કમાં એક સ્કાઈ બીમ લાઈટ લગાવામા આવી છે. દરેક શ્રદ્ધાંજલિ ડિજિટલ જ્યોતની રોશની તરફથી અપાતી રહેશે. આ વિશિષ્ટ પ્રયાસમાં ભાગ લો અને આઝાદીના અમૃત મહોત્સવને મજબૂત કરો.

ડિજિટલ જ્યોત શું છે

સંસ્કૃતિ મંત્રાલય તરફથી સત્તાવાર વેબસાઈટ પર મળતી જાણકારી અનુસાર, તે પ્રકાશનું પ્રતીક છે, જે આપણા જીવનને રોશન કરે છે. આ ડિજિટલ જ્યોત આપણા સ્વતંત્રતા સેનાનીઓ અને શહીદોના સાહસ, દ્રઢ સંકલ્પથી પ્રેરિત ધાતુ બનાવવા પુષ્પોથી ઘેરાયેલા છે. આશા અને પોઝિટિવ વિચારોથી પ્રેરિત આ પુષ્પો આપણને પ્રકૃતિ સાથે જોડે છે.  

જ્યોતના માધ્યમથી કોઈ કેવી રીતે શ્રદ્ધાંજલિ આપી શકે 

મંત્રાલયના જણાવ્યા અનુસાર એક વ્યક્તિ કનોટ પ્લેસમાં સ્થાપિત એલઈડી સ્ક્રીન પર ફ્લેશ સાથે શ્રદ્ધાંજલિ આપી શકશે. સેન્ટ્રલ પાર્ક, કનોટ પ્લેસમાં આવેલી એલઈડી સ્ક્રીન પર નજર આવતા પહેલા આપની શ્રદ્ધાંજલિ અન્ય લોકોની સાથે લાઈનબદ્ધ હશે અને આપનો નંબર આવતા આકાશમાં ડિજિટલ જ્યોત રોશન કરશે. ત્યાર બાદ આપનો એક વીડિયો આપની સાથે શેર કરવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ