પરીક્ષા પહેલા પેપર લીક થતા પરીક્ષા મોકૂફ કરવાની ફરજ પડી હતી
વહેલી સવારે પોલીસે શકમંદને ઝડપી પૂછપરછ કરતા પ્રશ્નપત્રની નકલ મળી આવી હતી
પેપરલિકના આરોપી કેતન બારોટની કુંડળી આવી સામે
જૂનિયર ક્લાર્કનું પેપરલીક થવા મામલે ગુજરાત ATSએ ફરિયાદ નોંધી છે. ATSએ અત્યાર સુધી 16 આરોપીની કરી ધરપકડ કરી છે. મુખ્ય 2 આરોપી ATSની પકડથી દૂર છે. 16 આરોપીમાંથી 10 આરોપી પરપ્રાંતીય હોવાનું જાણવા મળ્યું છે. પેપરકાંડના 6 આરોપી ગુજરાતના વતની છે. ઝડપાયેલા તમામ આરોપી એજ્યુકેશનલ કન્સલ્ટન્ટ એકેડેમી સાથે સંકળાયેલા છે
ગુજરાત ATSનું ફરી મોટું નિવેદન
ATS એસપી સુનિલ જોષીએ જણાવ્યું કે, જે મહેનત કરી રહ્યાં છે તેમની સાથે અન્યાય નહીં થાય તેમણે કહ્યું કે, અત્યાર સુધી 16 આરોપીઓની ધરપકડ કરી છે અને કેતન બારોટ અને ભાસ્કર ચૌધરી પર અગાઉથી જ વોચ હતી, આરોપી પર વોચ રખાઈ રહી હતી. પરીક્ષાને લઈ પોલીસને સૂચના અપાઈ હતી જેને લઈ આરોપીઓ પર વોચ રાખવામાં આવી રહી હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચ અને ગુજરાત ATS આરોપીઓને ઝડપી પાડ્યા છે.
એટીએસ
પૂછપરછ કરતા પ્રશ્નપત્રની નકલ મળી આવી હતી
તમને જણાવી દઈએ કે, ઝડપાયેલા વ્યક્તિ પાસેથી પેપર મળી આવ્યું હતુ. ભાસ્કર ચૌધરી અને રિદ્ધિ ચૌધરી ક્લાસીસ સંચાલક છે. બન્ને ડાયરેક્ટર મૂળ બિહારના વતની હોવાની માહિતી મળી છે. છેલ્લા 4 વર્ષથી આ બન્ને ક્લાસ ચલાવે છે. કોચિંગ સેન્ટર પર કેન્દ્ર અને રાજ્યની સ્પર્ધાત્મક ઓનલાઇન પરીક્ષા લેવાય છે. વહેલી સવારે પોલીસે શકમંદને ઝડપી પૂછપરછ કરતા પ્રશ્નપત્રની નકલ મળી આવી હતી. પેપરલીક થયા બાદ સમગ્ર રાજ્યના પરીક્ષાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો.
પંચાયત સેવા પસંદગી મંડળના ચેરમેન સંદીપ કુમારનું નિવેદન
પંચાયત સેવા પસંદગી મંડળના ચેરમેન સંદીપ કુમારે જણાવ્યું કે, પોલીસ તંત્ર દ્વારા વોચ રાખવામાં આવી હતી અને કેટલાક આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, મહેનતું ઉમેદવારોને નુકસાન ન થાય તે માટે પરીક્ષા રદ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, આગામી 100 દિવસની અંદર ફરીથી જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાશે. હવે જે પરીક્ષા લેવામાં આવશે તેમાં કૉલલેટરના આધારે ફ્રીમાં બસ સેવા કરી શકશે ઉમેદવારો તેમ પણ જણાવ્યું છે.
પંચાયત સેવા પસંદગી મંડળના ચેરમેન
'ઉમેદવારો વિનામુલ્યે પરીક્ષા કેન્દ્ર પર જઈ શકશે'
જૂનિયર ક્લાર્ક પરીક્ષા પેપરલીક કાંડ મામલે પંચાયત સેવા પસંદગી મંડળે પેપરલીક અને નવી તારીખ અંગે માહિતી આપતા કહ્યું કે, પેપરલિંક કાંડમાં ગુજરાત બહારની ગેંગ હોવાનું જણાય છે, પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ પરિક્ષા પત્રની નકલ એક વ્યક્તિ પાસે મળી આવી હતી અને ગુના પહેલા જ 15 જેટલા લોકોની અટકાયત કરાઈ છે. મહેનતુ અને સાચા ઉમેદવારો ને નુકશાન ન થાય તે માટે પરીક્ષા મોકૂફ રખાઈ છે. ટૂંક સમયમાં પરીક્ષાની નવી તારીખ જાહેર કરાશે અને હવે આગામી 100 દિવસમા ફરી પરીક્ષા લેવાશે. પંચાયત સેવા પસંદગી મંડળના ચેરમેન સંદીપ કુમારે કહ્યું કે, શાળા-કોલેજોની પરીક્ષાને ધ્યાને લઈ નવી પરીક્ષાની તારીખ જાહેર કરાશે અને નવી પરીક્ષામા આવવા-જવા ઉમેદવારો વિનામુલ્યે પરીક્ષા કેન્દ્ર પર જઈ શકશે.
બાયડના આરોપી કેતન બારોટ મુદ્દે ખુલાસો
જુનિયર ક્લાર્ક પેપરલીક મુદ્દે મહત્વનો ઘટસ્ફોટ થયો છે. બાયડના આરોપી કેતન બારોટ મુદ્દે ખુલાસો સામે આવ્યો છે. બોગસ એડમિશન મુદ્દે કેતન બારોટ જેલની હવા ખાઈ ચુક્યો છે. દિલ્લીની તિહાડ જેલમાં પણ આરોપી કેતન રહી ચુક્યો છે. વૈભવી કારનો શોખીન કેતન બારોટ છે અને દિશા એજ્યુકેશન કન્સલ્ટન્સીના નામે ગોરખધંધા ચલાવે છે. બાયડ અને અમદાવાદમાં સંપતિ ધરાવે છે. ગુજરાત ATSએ તેની સઘન પૂછપરછ હાથ ધરી છે.
આરોપી કેતન
જુનિયર કલાર્કની પરીક્ષાનો દિવસભરનો અપડેટ
જૂનિયર ક્લાર્કની પરીક્ષા પહેલા પેપર લીક થયું
પરીક્ષા પહેલા પેપર લીક થતા પરીક્ષા મોકૂફ કરવાની ફરજ પડી
સમગ્ર પેપરલીક કાંડમાં પોલીસે અગાઉ એક યુવકની કરી હતી ધરપકડ
વહેલી સવારે પોલીસે શકમંદને ઝડપી પૂછપરછ કરતા મળી આવી હતી પ્રશ્નપત્રની નકલ
પેપરલીક કાંડને કારણે પેપર રદ કરાતા 9.53 લાખથી વધુ ઉમેદવારોની મહેનત પાણીમાં
જૂનિયર ક્લાર્કની 1 હજાર 181 ખાલી જગ્યા માટે યોજાવાની હતી પરીક્ષા
પંચાયત સેવા પસંદગી મંડળ 100 દિવસ પછી ફરીથી પરીક્ષાની તારીખ કરશે જાહેર
આરોપીઓ દ્વારા ફૂટેલું પેપર 7 લાખ રૂપિયામાં વેચવાનો પ્લાન બનાવવામાં આવ્યો હતો
આરોપીઓ સફળ થાય તે પહેલા જ ગેંગને પકડી લેવામાં ATSને મળી સફળતા
ગુજરાત ATSએ હાલ સમગ્ર મામલે 15 આરોપીઓની કરી ધરપકડ
રાજ્ય બહારની પ્રિન્ટિંગ પ્રેસમાં છપાયેલું આ પેપર પ્રેસમાંથી જ લીક થયાનું જાણવા મળ્યું છે
પરીક્ષાર્થીઓએ પેપરલીક થવાની ઘટનામાં રાજ્ય સરકારને ગણાવી જવાબદાર