બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / What do you know about the rain in Gujarat amid the departure of monsoon? Good rains in these taluks

ખેડૂતો ખુશ / ચોમાસાના વિદાયના વરતારા વચ્ચે ગુજરાતમાં વરસાદની શી ખબર? આ તાલુકાઓમાં સારો વરસ્યો, આશાના વાદળ બંધાયા

Vishal Khamar

Last Updated: 10:00 PM, 28 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાંથી ચોમાસુ ધીમા પગલે વિદાય લઈ રહ્યું છે. જેને લઈ રાજ્યનાં અમુક વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ પડી રહ્યો છે. એકાએક વાતાવરણમાં ગરમી વધતા વરસાદ પડતા લોકોએ કંઈક અંશે ગરમીથી રાહત મેળવી હતી.

  • માણાવદર, ગઢડા, અમરેલી, ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદ 
  • બપોરે અસહ્ય ગરમી બાદ વરસાદ પડતા લોકોએ કંઈક અંશે રાહત મેળવી
  • ગાંધીનગર માણસાના વાતાવરણમાં એકાએક પલટો 

ગઢડા તેમજ અમરેલીમાં એક-એક ઈંચ વરસાદ નોંધાયો

આજે રાજ્યનાં 12 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ ગઢડા તેમજ અમરેલીમાં એક-એક ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે ઉમરગામમાં અડધો ઈંચ,  ખાંભામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો.  

બપોરની અસહ્ય ગરમી બાદ વરસ્યો વરસાદ 
જૂનાગઢનાં માણાવદરમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. બપોરે અચાનક જ વરસાદી માહોલ છવાતા લોકોએ અસહ્ય ગરમીથી રાહત મેળવી હતી. વરસાદને કારણે ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ હતી. 

ગાજવીજ સાથે ધીમીધારે વરસાદ 
ઉના-કોડીનારનાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો હતો. ગાજવીજ સાથે ધીમીધારે વરસાદ પડ્યો હતો. કોડીનારનાં જંત્રાખડી, માલગમ, બાવાના, પીંપળવાનાં, સોનપરા, બોડીદાર, ચીખલી સહિતનાં ગામોમાં વરસાદ પડ્યો હતો. 

ધોધમાર વરસાદ પડતા વીજ પુરવઠો ખોરવાયો
ગઢડામાં કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. ધોધમાર વરસાદ પડતા વીજ પુરવઠો ખોરવાયો હતો. વરસાદનાં પગલે ઠેર ઠેર પાણી  ભરાયા હતા. ગઢડાનાં લાખણકા, ઢસા, પાટણા, પીપરડી સહિતનાં વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો હતો. 

થોડા ક જ વરસાદમાં અમરેલી પાણી...પાણી...
અમરેલી જીલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો. અમરેલી શહેર સહિત ગોખરવાળા સોનારિયા અને શંભુપરા ગામમાં વરસાદ પડ્યો હતો. ગોખરવાળા ગામમાં ધોધમાર વરસાદને કારણે ગામમાં નદીઓ વહેતી થઈ હતી. 30 મિનિટનાં વરસાદમાં જ અમરેલીની બજારોમાં પાણી ભરાયા હતા. 

ભારે પવન ફૂંકાતા વિઝીબિલીટી ઘટી
ગાંધીનગરનાં માણસાનાં વાતાવરણમાં પણ એકાએક પલ્ટો આવ્યો હતો. ભારે પવન ફૂંકાતા વિઝીબિલીટી ઘટી હતી. ત્યારે પવન બાદ એકાએક ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વરસાદને પગલે વાહન ચાલકો અટવાયા હતા.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ