ઓમિક્રોનના વધતા જતા કેસોને કારણે, 31 ડિસેમ્બરની રાતની ઇવેન્ટને હોલ્ડ પર રાખવામાં આવી હતી. પાર્ટીમાં જવાને બદલે લોકો ઘરે રહીને જ ખાવાનો ઓર્ડર આપતા હતા.
ટ્વિટર પર છેડાઈ Zomato અને Swiggy વચ્ચે જંગ
Swiggy કરતાં Zomato પર આવ્યા વધુ ઓર્ડર
બંને કંપનીના CEO વચ્ચે ટ્વિટ પર થઈ વાતચીત
લોકો દ્વારા ઘરે રહીને જ ખાવાનો ઓર્ડર આપવાના કારણે ઝોમેટો પર એક જ દિવસમાં પ્રથમ વખત ઓર્ડરની સંખ્યા 2.5 મિલિયન સુધી પહોંચી ગઈ છે. Zomato CEO દીપેન્દ્ર ગોયલ 31 ડિસેમ્બરે તેમના ટ્વિટર હેન્ડલ પર આ વધતા ઓર્ડર નંબરો શેર કરી રહ્યા હતા. ત્યારે Swiggy ના CEO શ્રીહર્ષ માજેતી ટ્વિટર પર એન્ટ્રી થાય છે. જેઓ સોશિયલ મીડિયા પર ખૂબ ઓછા એક્ટિવ હોય છે. પોતાની ટ્વીટ શેર કર્યા બાદ પત્રકાર શ્રીકાંતે તેને 'Zomato Vs Swiggy' લખ્યું. ત્યારબાદ બંને ફૂડ ડિલિવરી પ્લેટફોર્મના CEO વચ્ચે ટ્વિટર પર વાતચીત શરૂ થઈ. આવો જાણીએ શું થયું તેમની વચ્ચે....
Swiggyના CEO શ્રીહર્ષ માજેતીએ પહેલું ટ્વીટ લખ્યું હતું કે તેઓ Swiggy વિશેની નાની નાની બાબતો શેર કરવા માટે આજે તેમના કમ્ફર્ટ ઝોન (માય ટ્વિટર કેવ)માંથી બહાર નીકળવાનું વિચારી રહ્યા છે.
તેમના ટ્વિટને પત્રકાર ચંદ્ર શ્રીકાંત દ્વારા "Zomato Vs Swiggy" વચ્ચેની અથડામણ તરીકે દર્શાવવામાં આવી હતી અને ટ્વિટમાં બે CEO ને ટેગ કરવામાં આવ્યા હતા. જેના પર મિસ્ટર મેજેટ્ટીએ કહ્યું કે આ સ્પર્ધા યોગ્ય નથી કારણ કે હવે અમે માત્ર કામ કરવાનું શીખી રહ્યા છીએ.
જવાબમાં, દીપેન્દ્ર ગોયલે લખ્યું કે તમે અદ્ભુત કરશો! આવો, ચાલો કરીએ. આ સાથે મેજેટ્ટીએ GIF પણ શેર કર્યું છે. ટ્વિટર પર Swiggy અને Zomatoના CEO વચ્ચેની આ વાતચીતને સેંકડો ગણી લાઈક્સ પણ મળી છે.