Weather Forecast Cyclone Maha saurashrta south gujarat
હવામાન વિભાગ /
'મહા' વાવાઝોડું 4 નવેમ્બરે તીવ્ર બની નબળું પડશે, દિશા બદલશે પરંતુ ભારે વરસાદની આગાહી
Team VTV09:43 PM, 02 Nov 19
| Updated: 09:51 PM, 02 Nov 19
અરબી સમુદ્રમાં મહા વાવાઝોડું સક્રિય થયું છે. વાવાઝોડું પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે વાવાઝોડું વેરાવળથી 540 કિમી દૂર છે. મહા વાવાઝોડું 4 તારીખ સુધી પશ્ચિમ દિશામાં આગળ વધશે. 4 નવેમ્બર બાદ વાવાઝોડાની દિશા બદલાશે ત્યારબાદ નબળું પડશે.
વેરાવળથી 540 કિમી દૂર 'મહા' વાવાઝોડું
'મહા' વાવાઝોડું 4 નવેમ્બર સુધી પશ્ચિમ દિશામાં વધશે આગળ ત્યારબાદ નબળું પડશે
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે
'મહા' વાવાઝોડા અંગે હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, અત્યાર 'મહા' વાવાઝોડું વેરાવળથી 540 કિમી દુર અરબી સમુદ્રમાં છે. 4 તારીખે એટલે આગામી બે દિવસમાં મહા વાવાઝોડું ખૂબ જ તીવ્ર બનશે.જે 4 નવેમ્બર બાદ તે નબળું પડતું રહેશે અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા તરફ આવશે. જોકે ગુજરાત પર આ વાવાઝોડું ત્રાટકે તેવી શક્યતાઓ નથી પરંતુ ભારે વરસાદ વરસી શકે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હાલ અમે એવું નથી કહી રહ્યા કે વાવાઝોડું ગુજરાતને ક્રોસ કરશે. જોકે 6 તારીખે વાવાઝોડું સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને સૌથી વધુ અસર કરશે. આ દરિયાકાંઠા સાથે જોડાયેલ વિસ્તારોમાં વરસાદ પડશે. જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે. જોકે હાલ અમે મહા વાવાઝોડું ગુજરાત આવશે તો તે ગુજરાત સાથે અથડાશે કે નહીં તે ન જણાવી શકીએ. પરંતુ વરસાદ થશે. 5 નવેમ્બર સવારથી 6 નવેમ્બર સવાર સુધી ભારે પવન ફૂંકાઇ શકે છે. જો કે, માછીમારોને 8 નવેમ્બર સુધી દરિયો ન ખેડવા અને દરિયાકાંઠા પર ન રહેવા સૂચના અપાઇ છે.
રાજ્યમાં મહા વાવાઝોડાના પદલે NDRFની ટીમ સતર્ક થઇ ગઇ છે. હાલ NDRFની 15 ટીમોને એલર્ટ કરાઇ છે. સાથે જ સોમનાથ અને વેરાવળ તંત્રને એલર્ટ રહેવા સૂચના અપાઇ છે. પોરબંદર, પોરંબદર, વેરાવળ, સોમનાથ, અમરેલી અને જામનગર સહિતના દરિયા કાંઠે NDRFનું એલર્ટ છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાના દરિયાકાંઠા પર ભારે વરસાદની શક્યતા છે.