Team VTV05:31 PM, 16 Jan 22
| Updated: 05:54 PM, 16 Jan 22
કોંગી નેતાઓને અન્યાય કરતા અધિકારીઓનો હિસાબ ત્યારે થશે જ્યારે આગામી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર બનશે તેમ કહીને,અન્યાયકર્તા અધિકારીઓને ઘેર બેસાડવાની ચીમકી ઉચ્ચારી
કોંગી ધારાસભ્ય વિમલ ચુડાસમાના ત્રાજવા -તોલા
અન્યાયકર્તા અધિકારીઓને ઘેર બેસાડીશું;ધારાસભ્ય
'સરકારી કાર્યક્રમ ભાજપના ખેસ પહેરી ઉજવાય છે'
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હવે નજીકમાં જ આવતી હોવાના અણસાર આપતા, કોંગ્રેસનાં ધારાસભ્ય વિમલ ચુડાસમા હવે ત્રાજવું લઈને ન્યાય તોળવાની વાત કરતા કેમેરામાં કેદ થયા છે. વેરાવળના એક કાર્યક્રમમાં શાસક પક્ષના કથિત અન્યાયથી વાજ આવી ગયેલા ચુડાસમાના હૈયાની વાત હોઠે આવી ગઈ. કોંગી નેતાઓને અન્યાય કરતા અધિકારીઓનો હિસાબ ત્યારે થશે જ્યારે આગામી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર બનશે તેમ કહીને,અન્યાયકર્તા અધિકારીઓને ઘેર બેસાડવાની ચીમકી ઉચ્ચારી હતી.
ધારાસભ્યની અધિકારીઓને ચીમકી
કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાની અધિકારીઓને ચીમકી આપી છે. કોંગ્રેસના નેતાઓને અન્યાય કરનાર અધિકારીઓને ચીમકી આપી છે. વિમલ ચુડાસમાએ કહ્યું કે, કોંગ્રેસની સરકાર બન્યા બાદ આવા અધિકારીઓનો હિસાબ કરીશું. ભાજપ અધિકારીઓની માત્ર બદલી કરશે અમે ઘરે બેસાડીશું.સરકારી કાર્યક્રમ ભાજપ પક્ષના કાર્યક્રમ લાગે છે. ભાજપના ખેસ પહેરી સરકારી કાર્યક્રમ ઉજવાય છે. કોંગ્રેસના હોદ્દેદારોને આમંત્રણ અપાતું નથી. ઘણીવાર તો ધારાસભ્યોને પણ આમંત્રણ અપાતું નથી. વેરાવળ ખાતે યોજાયેલા સરપંચ સન્માન સમારોહમાં વિમલ ચુડાસમાએ ચીમકી આપી છે.