બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Watch how MS Dhoni celebrated the success of Chandrayaan 3, video trending on social media

વિજયોત્સવનો હરખ / ચંદ્રયાન 3ની સફળતા પર MS ધોનીએ જુઓ કઇ રીતે કરી હતી જીતની ઉજવણી, વીડિયો સોશ્યલ મીડિયામાં ટ્રેન્ડ

Megha

Last Updated: 09:09 AM, 24 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

MS Dhoni Video: ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડિંગ પછી ભારતે ઈતિહાસ રચ્યો અને ટીમ ઈન્ડિયાના સૌથી સફળ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પણ ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગની ગૌરવપૂર્ણ ક્ષણની ઉજવણી કરતા જોવા મળ્યા.

  • લેન્ડર વિક્રમે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યું
  • તેના પર ભારતીય ક્રિકેટ ટીમની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે
  • એમએસ ધોનીએ ચંદ્રયાન-3ના લેન્ડિંગનીની ઉજવણી કરી

MS Dhoni Celebrate Chandrayaan-3 Landing: ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ(Chandrayaan-3 landing)પછી ભારતે ઈતિહાસ રચ્યો છે. લેન્ડર વિક્રમે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યું છે. જે બાદ ભારતીય ક્રિકેટ ટીમની સતત પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના સૌથી સફળ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની(MS Dhoni)નો પણ એક વીડિયો સામે આવ્યો છે. એ વિડીયોમાં તેઓ ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગની (MS Dhoni Celebrate Chandrayaan-3 Landing)ગૌરવપૂર્ણ ક્ષણની ઉજવણી કરતા જોવા મળે છે.

એમએસ ધોનીએ ચંદ્રયાન-3ના લેન્ડિંગનીની ઉજવણી કરી
મહેન્દ્ર સિંહ ધોની ટીમ ઈન્ડિયાના એવા ક્રિકેટરોમાંથી એક છે જે સોશિયલ મીડિયા પર ભાગ્યે જ જોવા મળે છે. ધોની ક્રિકેટ જેટલું જ મોટું નામ છે. તે આવી સાદગીથી જીવન જીવે છે. નોંધનીય છે કે માહી ખાસ પ્રસંગોએ જ સોશિયલ મીડિયા પર એક્ટિવ જોવા મળે છે. ગઇકાલે સાંજે આખો દેશ ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગની રાહ જોઈ રહ્યો હતો તો ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન બનાવનાર ધોની આ ઐતિહાસિક ક્ષણ કેવી રીતે ચૂકી શકે. ધોનીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થયેલ એ વિડીયોમાં ઘણા લોકો ચંદ્રયાન-3ને લેન્ડ થતા જોઈ રહ્યા છે. જેમાં ધોની પાછળ ઉભા છે અને તાળીઓ પાડીને આ ખાસ પળની ઉજવણી કરી રહ્યા છે. ધોનીની આ સ્ટાઇલને ઘણી પસંદ કરવામાં આવી રહી છે. તે જ સમયે મહેન્દ્ર સિંહ ધોનીની પુત્રી ઝિવાનો પણ એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં તે ચંદ્રયાન-3ની સફળતા પર તાળીઓ પાડતી જોવા મળે છે.

ઈસરોએ ચંદ્ર પર ત્રિરંગો ફરકાવ્યો
ચંદ્રયાન -3 મિશન દ્વારા ભારતે ચંદ્ર પર પોતાનો તિરંગો ફરકાવ્યો છે. જણાવી દઈએ કે વર્ષ 2019માં ચંદ્રયાન-2ની નિષ્ફળતા બાદ ઈસરોએ હાર ન માની અને તે ભૂલોમાંથી બોધપાઠ લઈને ચંદ્રયાન-3નું સફળતાપૂર્વક લેન્ડિંગ કરાવ્યું. આ સાથે જ લેન્ડર વિક્રમના સફળ લેન્ડિંગ બાદ ભારત આવું કરનાર વિશ્વનો ચોથો દેશ બની ગયો છે. જ્યારે ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર અવકાશયાન ઉતારનાર પ્રથમ દેશ બની ગયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ