બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / આરોગ્ય / Want to stay away from diseases So start consuming these 5 superfoods immunity will become strong

આરોગ્ય ટિપ્સ / ડેન્ગ્યૂ-મલેરિયા જેવી બીમારીઓથી રહેવું છે દૂર? તો આજથી જ શરૂ કરો આ 5 સુપરફૂડનું સેવન, ઇમ્યુનિટી બનશે મજબૂત

Megha

Last Updated: 09:20 AM, 13 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રોગપ્રતિકારક શક્તિ આપણને રોગ પેદા કરતા સૂક્ષ્મજીવો જેવા કે બેક્ટેરિયા, ફૂગ, વાયરસથી રક્ષણ આપે છે. એવાં શરીરમાં રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં આ 5 સુપરફૂડ ખૂબ જ અસરકારક છે

  • બીમાર ન પડવા માટે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ ખૂબ સારી હોવી જોઈએ 
  • રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં આ 5 સુપરફૂડ ખૂબ જ અસરકારક
  • વિટામિન સી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે સૌથી વધુ ફાયદાકારક

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે ક્યારેય બીમાર ન પડે. કોઈ પણ વ્યક્તિને બીમારી શરીર અને મનને બંનેથી તોડી નાખે છે. જો કે હંમેશા રોગથી મુક્ત રહેવું એ પણ ખૂબ જ મુશ્કેલ કાર્ય છે પરંતુ જો આપણે આ માટે યોગ્ય રીતે પ્રયાસ કરીએ તો આપણે ઘણી હદ સુધી રોગોથી બચી શકીએ છીએ.

વરસાદી સિઝનમાં 'ઇમ્યુનિટી' મજબૂત કરવા આજથી જ આ ચીજવસ્તુઓ ખાવાનું શરૂ કરો,  બીમારીઓથી મળશે મુક્તિ | boost immunity monsoon kitchen foods that boost  your immunity lemon tulsi ginger

આ 5 સુપરફૂડ રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે 
હવે આપણું શરીર રોગોથી પોતાને બચાવવા માટે હંમેશા તૈયાર છે. કોઈપણ બાહ્ય હુમલો થતાં જ આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ તેના પર હુમલો કરે છે. રોગપ્રતિકારક શક્તિ આપણા શરીરમાં ઘણા સ્તરોમાં વિકસિત થાય છે. આ રોગપ્રતિકારક શક્તિ આપણને રોગ પેદા કરતા સૂક્ષ્મજીવો જેવા કે બેક્ટેરિયા, ફૂગ, વાયરસથી રક્ષણ આપે છે. એવાં શરીરમાં રોગપ્રતિકારક શક્તિ ખૂબ સારી હોવી જરૂર છે. રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં આ 5 સુપરફૂડ ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે. તમે પણ આજથી જ ખાવાનું શરૂ કરી દો. 

જામફળ, પપૈયું અને તરબૂચ 
આ ત્રણેય ફળ રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં ખૂબ જ ફાયદાકારક છે. શિયાળાની શરૂઆત થતાં જ જામફળ પુષ્કળ પ્રમાણમાં મળે છે. તમે તેને નાસ્તા તરીકે ખાઈ શકો છો. પપૈયા અને તરબૂચ વિટામિન A ના કુદરતી સ્ત્રોત છે જે શરીરને સ્વસ્થ રાખે છે. 

ખાટા-મીઠ્ઠા ફળો 
વિટામિન સી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે સૌથી વધુ ફાયદાકારક છે વિટામિન સી ચેપ સામે લડવામાં મદદરૂપ છે. ખાટા-મીઠ્ઠા ફળોમાં વિટામિન સી સૌથી વધુ હોય છે. જેમ કે લીંબુ, કીવી, આમળા, નારંગી, ગ્રેપફ્રૂટ, સ્ટ્રોબેરી વગેરે ફળોનું સેવન કરવું જોઈએ. 

Topic | VTV Gujarati

પાલક
લીલા પાંદડાવાળા શાકભાજીમાં પાલક સૌથી વધુ પોષક તત્વોથી ભરપૂર છે. વિટામિન સી સહિત ઘણા જરૂરી પોષક તત્વો પાલકમાં હાજર છે. એન્ટીઑકિસડન્ટ ગુણોથી ભરપૂર પાલક રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. 

ગોળ 
શિયાળામાં શરીર માટે ગોળ એકંદરે વધુ સારું છે. ગોળ ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. ગોળમાં પર્યાપ્ત માત્રામાં આયર્ન હોય છે જે શરીરમાં એનિમિયાને અટકાવે છે. જો શરીરમાં પૂરતું લોહી હશે તો ઓક્સિજનની અછત નહીં રહે. 

આદુ, લસણ
લસણ અને આદુના ઔષધીય ગુણો વિશે દરેક વ્યક્તિ જાણે છે. આયુર્વેદમાં સદીઓથી લસણનો ઉપયોગ અનેક રોગોની સારવારમાં કરવામાં આવે છે. લસણનું સેવન કરવાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે. લસણમાં હાજર સલ્ફર રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ