બ્રેકિંગ ન્યુઝ
Vikram Mehta
Last Updated: 04:09 PM, 22 April 2023
ADVERTISEMENT
આજના સમયમાં બાળકોને માતા પિતાની સંપત્તિમાં કોઈ પ્રકારનો રસ નથી. આજના સમયમાં બાળકો પોતાની કમાણીથી સંપત્તિ એકત્ર કરવા માંગે છે. અનેક માતા-પિતા તેમના બાળકોના આ વિચારને માન પણ આપે છે અને તેમના પ્રત્યે વિશ્વાસ પણ રાખે છે. જેથી તેઓ પોતાની સંપત્તિને કોઈ જરૂરિયાતમંદ સંબંધી, મિત્ર અથવા સંસ્થાને ગિફ્ટ તરીકે આપવાનું વિચારે છે. આ પરિસ્થિતિમાં સવાલ ઊભો થાય છે કે, સંપત્તિ કોઈને દાનમાં આપી શકાય? પ્રોપર્ટી ટ્રાન્સફર નિયમ વિશે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે. ભારતમાં ગિફ્ટ આપવા લેવાની પરંપરા ખૂબ જ જૂની છે. પ્રોપર્ટી ગિફ્ટનો પણ એક નિયમ છે. ગિફ્ટમાં શું આપી શકાય અને ના આપી શકાય તે અંગે નિયમમાં જણાવવામાં આવ્યું છે.
ગિફ્ટ પ્રોપર્ટી નિયમ શું છે?
પ્રોપર્ટી ગિફ્ટ કરવા માટે અને ટ્રાન્સફર કરવા માટે અલગ નિયમ અને કાયદો બનાવવામાં આવ્યા છે. જો બાળકો માતા-પિતાની પ્રોપર્ટી લેવાની ના પાડે તો નિયમ અનુસાર જે વ્યક્તિ સંપત્તિનો માલિક હોય તે વ્યક્તિ જ સંપત્તિ ટ્રાન્સફર કરી શકે છે. અન્ય વ્યક્તિના નામે બનાવેલ સંપત્તિ કોઈને ગિફ્ટ ના કરી શકાય.
ADVERTISEMENT
ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ શું છે?
ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ અનુસાર જે વ્યક્તિ સંપત્તિનો માલિક હોય, તે વ્યક્તિ પોતાની મરજીથી અન્ય વ્યક્તિને પ્રોપર્ટી ગિફ્ટ અથવા ટ્રાન્સફર કરી શકે છે. ગિફ્ટ આપવાનો અર્થ છે કે, તેના બદલે તમે સામેની વ્યક્તિ પાસેથી કોઈ પ્રકારના પૈસા લીધા નથી. જે માટે તમારે ગિફ્ટ ડીડ બનાવવાનું રહેશે.
શું કોઈપણ પ્રોપર્ટી ગિફ્ટ આપી શકાય?
જે સંપત્તિનો હક તમારી પાસે હોય માત્ર તે સંપત્તિ જ ગિફ્ટ કરી શકાય છે. જે સંપત્તિમાં ઘરના અન્ય લોકોનો પણ હિસ્સો હોય તે પ્રોપર્ટી ગિફ્ટ કે ટ્રાન્સફર કરી શકાય નહીં.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.