બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અમદાવાદ / Waiting for 500 in Ahmedabad for admission in government schools

સરકારી સારી! / સરકારી સ્કૂલોમાં એડમિશન માટે પડપડી, અમદાવાદમાં 500નું વેઇટિંગ, જાણો કારણ

Kishor

Last Updated: 05:33 PM, 19 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકારી શાળામાં પ્રવેશ માટે વાલીઓના ઘસારાને લઈને અમદાવાદની શાળાઓમાં એડમિશન માટે લાંબુ વેઇટિંગ જોવા મળી રહ્યું છે.

  • હવે સરકારી સ્કૂલની બોલબાલા વધી 
  • ખાનગી શાળાઓ વાલીઓનો ભરોશો ખોઈ બેઠી
  • તાલીમબદ્ધ શિક્ષકો અને માળખાકીય સુવિધાઓ વધતા વેઇટીંગ  

એક સમયે જે સરકારી શાળામાં કોઇ વાલીઓ પોતાના બાળકને ભણાવવા માંગતા ન હતા તે સરકારી શાળામાં હવે પ્રવેશ લેવા માટે વિદ્યાર્થીઓની પડાપડી થઇ રહી છે. આથી હવે લોકોને ખરુ મૂલ્ય સમજાયું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. અમદાવાદમાં સરકારી સ્કૂલમાં એડમિશન લેવા માટે વિદ્યાર્થીઓની લાંબી લાઈનો લાગી છે જેના પરથી એ નક્કી થઈ રહ્યું છે કે, સરકારી શાળાઓની બોલબાલા વધી છે અને ફ્રીના નામે વાલીઓને ચૂસી લેતી અમુક ખાનગી શાળાઓ હવે વાલીઓનો ભરોશો ખોઈ બેઠી છે. 

અમદાવાદની સરકારી સ્કૂલમાં એડમિશન માટે 500 જેટલું વેઇટિંગ
છેલ્લા કેટલાય સમયથી સરકારી શાળાઓની શિક્ષણ વ્યવસ્થામાં ધડમૂળથી બદલાવ આવી રહ્યા છે અને શિક્ષણની ગુણવત્તામાં પણ જબરો સુધારો આવી રહ્યો છે. જેને પગલે હવે વાલીઓ પોતાના બાળકોને સરકારી શાળામાં શિક્ષણ અપાવવા આકર્ષાયા છે. જેના ભાગરૂપે અમદાવાદ સહિત રાજ્યભરમાં ખાનગી શાળાના બદલે હવે સરકારી સ્કૂલોમાં એડમીશન માટે લાઈનો લાગી રહી છે. સરકારી સ્કૂલમાં એડમિશન માટે થઇ રહેલી પડાપડીને પગલે અમદાવાદની સરકારી સ્કૂલમાં એડમિશન માટે 500 જેટલું વેઇટિંગ જોવા મળી રહ્યું છે. એટલું જ નહી AMC સ્કૂલ બોર્ડની સ્કૂલમાં પ્રવેશ માટે MLA અને સાંસદ સભ્યો, કાઉન્સિલર, સામાજિક આગેવાનો સહિતનાઓ દ્વારા સતત ભલામણોનો વરસાદ પણ કરવામાં આવી રહ્યો હોવાનું સામે આવ્યું છે. 

સરકારી શાળાની લોકપ્રિયતા અને ખાનગી શાળાના મોહભંગના કારણો 
અંગ્રેજી માધ્યમની સરકારી સ્કૂલમાં એડમિશન લેવા માટે પણ વાલીઓ-વિદ્યાર્થીઓ સતત ઝઝૂમી રહ્યા છે. સરકારી શાળામાં તાલીમબદ્ધ અને કુશળ શિક્ષકો ઉપરાંત રમત-ગમ્મતના મેદાન, પુસ્તકો તથા માળખાકીય સુવિધાઓથી સજ્જ હાઈટેક સ્કૂલ સરકારી સ્કૂલોને લીધે એડમિશન માટે વેઇટિંગ જોવા મળી રહ્યું છે. બીજી તરફ શિક્ષણના નામે આવકની દુકાન ખોલી બેઠેલ અમુક ખાનગી શાળા સંચાલકોના પાપે વાલીઓનો હવે ખાનગી શાળાઓ પરથી મોહભંગ થયો છે.ખાનગી શાળાઓમાં રમત-ગમ્મતના મેદાનનું નહિવત અસ્તિત્વ ઉપરાંત ગ્રામ્ય કક્ષાની મોટાભાગની ખાનગી શાળાઓમાં કુશળ શિક્ષકોનો આભાવ છે. કોરોનાકાળમાં પણ ન કરાયેલ સંપૂર્ણ ફ્રી માફી તેમજ અમુક શાળા સંચાલકો તમામ નીતિ નિયમો નેવે મૂકી તગડી ફ્રી તો ઠીક પણ પુસ્તકો અને સ્કૂલ યુનિફોર્મ પણ પોતાના મળતીયાઓ પાસેથી ખરીદવાનું દબાણ કરતાં હોવાની પણ ભૂતકાળમાં વાલીઓમાંથી રાવ ઉઠી હતી. આવી તમામ પ્રતિકૂળતા અને દાદાગીરીને લઈને હવે ખાનગી શાળાઓની લોકપ્રિયતાનો દશકો ખતમ થવાના આરે હોય તેવું લાગી રહ્યું છે.  

7 વર્ષમાં 40 હજાર વિદ્યાર્થીઓ ખાનગીમાંથી સરકારી શાળામાં લીધો પ્રવેશ
21 મી સદી જ્ઞાન-વિજ્ઞાનની સદી માનવામાં આવે છે ત્યારે બેશક હાલ શિક્ષણનું મહત્વ વધ્યું છે. મહત્વનું છે કે રાજ્યમાં છેલ્લાં 7 વર્ષના અંદાજિત આંકડા મુજબ 3.27 લાખથી વધુ વિદ્યાર્થીઓએ સેલ્ફ ફાયનાન્સ શાળા છોડી સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે. એકલા અમદાવાદ શહેરમાં કુલ 40 હજારથી વધુ વિદ્યાર્થીઓએ સાત વર્ષમાં ખાનગી સ્કૂલ છોડી સરકારી શાળામાં એડમિશન મેળવ્યું હોવાનું સામે આવ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ