બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / VTV's special talk with Shaktisingh, former president Jagdish Thakor, first reactions to Dhanani, Modhwadia

VTV exclusive / શક્તિસિંહ સાથે VTVની ખાસ વાત, પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર, ધાનાણી, મોઢવાડીયાની સામે આવી પ્રથમ પ્રતિક્રિયાઓ, જુઓ શું કહ્યું

Dinesh

Last Updated: 08:45 PM, 9 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોરએ જણાવ્યું હતું કે, ઘણા સમયથી વાત ચાલતી હતી આજે પાર્ટીએ નિર્ણય કર્યો છે, આવકાર્ય છે. શક્તિભાઈ ખુબ અનુભવી છે, ગુજરાતની રાજનીતિ વિશે પોતે બધું જાણે છે.

  • ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની પ્રતિક્રિયા
  • 'બધાના આશીર્વાદથી આજે મને પ્રમુખ પદ મળ્યું છે'
  • તેમના આવવાથી પક્ષને જરૂર ફાયદો થશે: જગદીશ ઠાકોર


ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ તરીકે શક્તિસિંહ ગોહિલના નામની હાઈકમાન્ડ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. છેલ્લા કેટલાય દિવસોથી ચાલતી ચર્ચા અંત આવ્યો છે, કોંગ્રેસે ગુજરાતના પ્રમુખ તરીકે ગુજરાતી અનુભવી અને ક્ષત્રિય ચહેરાને તક આપી છે. ત્યારે નવા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહની પ્રતિક્રિયા સામે આવી છે તેમજ પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોરનું પણ નિવેદન સામે આવ્યું છે.

શક્તિસિંહ ગોહિલની પ્રતિક્રિયા
આ તકે વીટીવી સાથે વાત કરતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, બધાના આશીર્વાદથી આજે મને પ્રમુખ પદ મળ્યું છે આ માટે હું પત્રકાર પરિષદ કરી પત્રકારો સમક્ષ મારી વધુ વાત રજૂ કરીશ. જયારે ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખો તેમજ આગેવાનો સાથે વાત કરતા તમામ લોકોએ શક્તિસિંહને અનુભવી આગેવાન ઠેરવી પક્ષના નિર્ણયને આવકાર્યો હતો.

તેમના આવવાથી પક્ષને જરૂર ફાયદો થશે: જગદીશ ઠાકોર
કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોરએ જણાવ્યું હતું કે, ઘણા સમયથી વાત ચાલતી હતી આજે પાર્ટીએ નિર્ણય કર્યો છે, આવકાર્ય છે. શક્તિભાઈ ખુબ અનુભવી છે, ગુજરાતની રાજનીતિ વિશે પોતે બધું જાણે છે. પાર્ટીના ખુબ જૂના આગેવાન છે. કોંગ્રેસ પક્ષમાં તેઓને પાર્ટી યુથ કોંગ્રેસથી લઇ ધારાસભ્ય, વિરોધ પક્ષના નેતા અને રાજ્યસભા સાંસદ સુધી તક આપી છે. તેમના આવવાથી પક્ષને જરૂર ફાયદો થશે.

પરેશ ધાનાણીએ શું કહ્યું ?
પૂર્વ વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, શક્તિસિંહ ખુબ અનુભવી અને પરિપક્વ આગેવાન છે. વહીવટી અને સંગઠનનો પણ તેઓ અનુભવ ધરાવે છે. પાયાના સિદ્ધાતો તેમની ગળથુથીમાં છે. આવતા દિવસોમાં ગુજરાત કોંગ્રેસ તેમના નેતૃત્વમાં જ્વલંત સફળતા મેળવશે તેવી અમને આશા છે.

અર્જુન મોઢવાડીયાનું નિવેદન
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, શક્તિસિંહ પ્રમુખ બન્યા તે પાર્ટીનો નિર્ણય આવકાર્ય છે. ઘણા સમયથી રાહ જોતા હતા 6 મહિનાથી અમે રાહ જોતા હતા. અનુભવી આગેવાન છે શક્તિસિંહ માટે પરિવર્તન ચોક્કસ આવશે. અનુભવી નેતૃત્વ છે માટે લોકસભાની ચૂંટણીના પરિણામોમાં પણ અસર જોવા મળશે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ