બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / vistara airlines test facial recognition system under government digi yatra initiative igi airport
દેશમાં હવે હવાઇ યાત્રા કરવી વધારે સરળ થવાની છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર ડિજીટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપતા હવાઇ યાત્રાને પણ પેપરલેસ કરવા જઇ રહી છે. એને લઇને તૈયારીઓ પૂરી થઇ ગઇ છે. હવે હવાઇ યાત્રા દરમિયાન તમારે ઓળખ માટે તમારી સાથે આઇડી કાર્ડ લઇ જવાની જરૂર પડશે નહીં. મીડિયા રિપોર્ટ્સ અનુસાર દિલ્હી એરપોર્ટ પર આ સર્વિસ જલ્દીથી શરૂ કરવામાં આવશે.
ADVERTISEMENT
ચલો તો જાણીએ શું છે નવો પ્લાન...
દિલ્હી એરપોર્ટ પર બોર્ડિંગ સિસ્ટમને પૂરી રીતે ડિજીટલ કરવામાં આવી રહી છે. યાત્રીઓની એન્ટ્રી ફેશિયલ રિકૉગ્નિશન (તમારો ચહેરો જ તમારી ઓળખ) દ્વારા થશે. એનો અર્થ એમ કે તમારા ચહેરાને સ્કેન કરવામાં આવશે. ત્યારબાદ તમને એરપોર્ટ પર એન્ટ્રી મળશે. માનવામાં આવી રહ્યું છે કે પ્રાઇવેટ એરલાયન્સ વિસ્તારા જલ્દી જ એરપોર્ટ પર ફેશિયલ રિકૉગ્નિશન બોર્ડિંગ સિસ્ટમનો ટ્રાયલ શરૂ કરશે.
ADVERTISEMENT

અન્ય કંપનીઓ પણ આ ટ્રાયલમાં સામેલ થઇ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તમારા ચહેરાને સ્કેન કરીને તમારી ઓળખ કરવામાં આવશે. ત્યારબાદ એરપોર્ટ પર દાખલ થવાથી લઇને બોર્ડિંગ પાસની જરૂર પડશે નહીં.
ADVERTISEMENT
આ ડિજીટલ બોર્ડિંગની યોજનાને ડીજીયાત્રા (DIGI YATRA DIGITAL YATRA) નામ આપવામાં આવ્યું છે.

ADVERTISEMENT
હવે પ્રશ્ન એ થાય છે કે કેવી રીતે આ યોજનામાં સામેલ થઇ શકાય અને કેવી રીતે કંપનીઓ ફેશિયલ રિકૉગ્નિશન ડેટા પ્રાપ્ત કરશે. ડીજીયાત્રાનો સીધો મતલબ છે કે તમે તમારા આધાર કાર્ડ, પાસપોર્ટ અથવા કોઇ અન્ય ઓળખ પત્રની સાથે પોતાના ફેશિયલ રિકૉગ્નિશનને એક વખત ફરીથી ડેટાબેસમાં અપલોડ કરાવવું પડશે.

ADVERTISEMENT
ત્યારબાદ એરપોર્ટ પર તમારો માત્ર ચહેરો સ્કેન થશે. આ રીતે તમે કોઇ પણ રુકાવટ વગર એરપોર્ટમાં દાખલ થઇ શકો છો.
તમને જણાવી દઇએ કે બેંગ્લોર, મુંબઇ અને હૈદરાબાદ એરપોર્ચ પર ડીજીયાત્રા યોજના પર પહેલાથી કામ ચાલી રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.