ખુશખબર /
અયોધ્યા રામલલ્લાને વીરપુર જલારામ મંદિર તરફથી આજીવન રાજભોગનો થાળ ધરાવાશે, ગામલોકોએ કરી ઉજવણી
Team VTV11:20 PM, 04 Dec 20
| Updated: 11:24 PM, 04 Dec 20
ઉત્તરપ્રદેશના અયોધ્યામાં શ્રીરામલલ્લાનું ભવ્ય મંદિર બની રહ્યું છે. ત્યારે હાલ વીરપુરમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે, અયોધ્યામાં નવનિર્મિત રામમંદિરમાં વીરપુર મંદિર તરફથી રામલલ્લાને આજીવન રાજભોગનો થાળ ધરાવવામાં આવશે.
વીરપુરમાં દિવાળી જેવો માહોલ
વીરપુર મંદિર તરફથી આયોધ્યામાં આજીવન રામ લલ્લાને થાળ ધરાશે
વીરપુરના લોકોએ ફટાકડા ફોડી અને મોં મીઠા કરાવી કરી ઉજવણી
આયોધ્યા રામમંદિરમાં રામલલ્લાને વીરપુર મંદિર તરફથી આજીવન રાજભોગનો થાળ ધરાશે આ અંગે જલારામ બાપાના પરિવારજન ભરતભાઇ ચાંદરાણીએ જણાવ્યું હતું. જલારામ મંદિરના ગાદીપતિ રઘુરામ બાપાએ રામ મંદીરના ટ્રસ્ટીઓ સમક્ષ દરખાસ્ત મુકી હતી. રામમંદિરના ટ્રસ્ટીઓએ દરખાસ્ત સ્વીકારી છે. જેથી હવે હંમેશા માટે રામલલ્લાનો થાળ વીરપુર જલારામ મંદિર તરફથી ધરવામાં આવશે. બોપરે અને સાંજ બે ટાઈમ થાળ ધરાશે.
વીરપુરના લોકોએ ફટાકડા ફોડી ઉજવણી કરી
જલારામ બાપાના પરિવારજનોએ આ અંગે જણાવતા વીરપુર ગામમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. વીરપુરના લોકોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. ગામલોકોએ ઢોલ નગારા વગાડી, ફટાકડા ફોડી અને મોં મીઠા કરાવીને ઉજવણી કરી હતી.