બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / સ્પોર્ટસ / Cricket / Virat Kohli takes Anushka Sharma for scooty ride in Mumbai

આગવો અંદાજ / VIDEO : મુંબઈમાં સ્કૂટી લઈને નીકળ્યાં પડ્યાં કોહલી-અનુષ્કા, કોઈ ઓળખી ન જાય એટલું આવું કર્યું

Hiralal

Last Updated: 08:31 PM, 20 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ક્રિકેટર વિરાટ કોહલીએ મુંબઈમાં પત્ની અનુષ્કા શર્મા સંગ સ્કૂટી રાઈડની મજા માણી હતી.

  • વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા બન્યાં કોમનમેન
  • મુંબઈમાં સ્કૂટી લઈને નીકળ્યાં પડ્યાં રસ્તા પર
  • ચહેરો છૂપાવવા બન્નેએ પહેર્યું હેલ્મેટ

માણસ ગમે તેટલો મોટો માણસ બને પરંતુ ક્યારેક ને ક્યારેક તેને નાનો થવાની અને સામન્ય લોકોની જેમ કંઈક કરવાની ઈચ્છા થતી હોય છે. ક્રિકેટર વિરાટ કોહલીએ પણ શનિવારે આવું જ એક કામ કર્યું છે જેની તસવીર વાયરલ થઈ છે. વિરાટ કોહલી હાલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી બ્રેક લઈને પરિવાર સાથે સમય પસાર કરી રહ્યો છે. આ દરમિયાન શનિવારે વિરાટ પત્ની અનુષ્કા શર્મા સાથે મુંબઈમાં ફરવા માટે નીકળ્યો હતો પરંતુ તેણે ઓળખ છુપાવી હતી અને તેમણે બન્નેએ હેલ્મેટ પહેરી રાખ્યું હતું તેમ છતાં પણ મીડિયાને મીડિયાને તેની ગંધ આવી ગઈ હતી.

મુંબઈમાં સ્કૂટી લઈને ફરવા નીકળ્યાં કોહલી-અનુષ્કા
શનિવારે કોહલી સ્કૂટી લઈને મુંબઈના રસ્તા પર જોવા મળ્યો હતો. સ્કૂટી પાછળ અનુષ્કા શર્મા બેઠી હતી. જોકે કોઈ ઓળખી ન જાય એટલે બન્નેએ હેલ્મેટનો સહારો લીધો હતો. પરંતુ મોટા માણસ છેલ્લે તો ઓળખાઈ જતા હોય છે, તેમના કિસ્સામાં પણ આવું જ બન્યું અને મીડિયાને ખબર પડી ગઈ હતી કે સ્કૂટી પર હેલ્મેટ પહેરીને બેઠેલા બે વ્યક્તિ વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા છે. પછી પછી તો મીડિયાવાળા તેમની પાછળ પડી ગયા હતા. 

સ્કૂટી હાંકી રહેલા કોહલીનો વીડિયો થયો વાયરલ
સ્કૂટી હાંકી રહેલા વિરાટ કોહલીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. લોકોએ આ વીડિયોને ખૂબ જોયો હતો. કારણ કે કોહલી ખૂબ મોટા પ્રમાણમાં ચાહકો ધરાવે છે. કોહલીનું કોઈ પણ નાનું કે મોટું કામ ચાહકો દ્વારા જોવાતું જ હોય છે. 

કોહલી હાલ આરામ પર
ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલી હાલ આરામ પર છે. તે એશિયા કપમાં રમવાનો છે તે પહેલા તે ફિટનેશ પર પૂરુ ધ્યાન આપી રહ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ