બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / સ્પોર્ટસ / Cricket / Virat Kohli sets another record Kohli is only Indian in this record list

World Record / વિરાટ કોહલીનો વધુ એક રેકોર્ડ, T20 ના આ રેકોર્ડ લિસ્ટના ટોપ 5 ખેલાડીમાં કોહલી એકમાત્ર ભારતીય

Vishal Dave

Last Updated: 08:17 PM, 26 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL ની કિંગ ઈલેવન પંજાબ સામેની મેચમાં RCBના વિરાટ કોહલીએ દમદાર બેટિંગ કરી હતી. તેના સ્કોરથી RCBને રન ચેઝ કરવામાં સફળતા મળી હતી. આ સાથે કોહલીને નામે વધુ એક રેકોર્ડ બન્યો છે.


વિરાટ કોહલીએ ક્રિકેટના ઈતિહાસમાં અનેક રેકોર્ડ બનાવ્યા છે. ગઈકાલની મેચમાં કોહલીએ વધુ એક રેકોર્ડ બનાવ્યો છે. પંજાબ સામે વિરાટ કોહલીએ જબરદસ્ત ઈનિંગ રમી હતી. તેને 49 બોલમાં 77 રન મારીને બેંગ્લોરની ટીમને 177 રનનો ટાર્ગેટ ચેઝ કરવામાં મદદ કરી હતી. કોહલીને તેની આ શાનદાર ઈનિંગને કારણે ઓરેન્જ કેપ અને મેન ઓફ ધ મેચ પણ મળ્યો હતો. તેની આ ઈનિંગના કારણે કોહલીના નામે વધુ એક રેકોર્ડ બન્યો હતો.

વિરાટ કોહલીની 77 રનની ઈનિંગના કારણે 100 વખત 50 રન કરવાનો રેકોર્ડ બન્યો છે. અગાઉ આ રેકોર્ડ માત્ર બે પ્લેયરના નામે જ હતો. આ રિપોર્ટમાં અમે તમને વર્લ્ડ T-20ના ટોપ ફાઈવ પ્લેયર્સ વિશે જણાવશુ જેણે સૌથી વધુ વખત 50 કે તેથી વધુ રન બનાવ્યા છે.

(1) ક્રીસ ગેલ
વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેલનું નામ આ લિસ્ટમાં પ્રથમ સ્થાને છે. ગેલે 455 ઈનિંગ્સમાં 110 વખત 50 કે તેથી વધુ રન માર્યા છે

(2) ડેવિડ વોર્નર
ઓસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વોર્નર T20માં 370 ઈનિંગ્સમાં 109 વખત 50 રન મારીને આ લિસ્ટમાં બીજા સ્થાને છે.

(3) વિરાટ કોહલી
ગઈકાલે પંજાબ સામે કોહલીએ 77 રન મારતા તેના નામે પણ રેકોર્ડ બન્યો છે. વિરાટ કોહલીએ કુલ 361 ઈનિંગમાં 100મી વખત 50 રન મારીને રેકોર્ડ બનાવ્યો હતો. આ ટોપ 5ના લિસ્ટમાં તે એક માત્ર ભારતીય ખેલાડી છે.

(4) બાબર આજમ
ટોપ ફાઈવના લિસ્ટમાં ચોથા નંબરે પાકિસ્તાનનો બાબર આજમ છે. બાબર આજમે અત્યાર સુધી 280 T20 ઈનિંગ્સમાં 98 વખત 50 કે તેથી વધુ રન બનાવ્યા છે.

(5) જોસ બટલર
તાબડતોડ ફાસ્ટ બેટિંગ કરતો ઈંગ્લેન્ડનો બેટ્સમેન જોસ બટલર પાંચમાં ક્રમે છે. જોસ બટલરે અત્યાર સુધી કુલ 381 T20 ઈનિંગ્સમાં 86 વખત 50 રનનો સ્કોર બનાવ્યો છે.


VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ