બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / સ્પોર્ટસ / Cricket / 'Virat Kohli is a better finisher than MS Dhoni', Gautam Gambhir said after the match against New Zealand

IND vs NZ / 'MS ધોની કરતા સારો ફિનિશર છે વિરાટ કોહલી!', ન્યૂઝીલેન્ડ સામેની મેચ બાદ ગૌતમ ગંભીરે કહી આ વાત

Megha

Last Updated: 01:45 PM, 23 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગૌતમ ગંભીરે એક વાતચિત દરમિયાન કહ્યું હતું કે"વિરાટ કોહલીથી સારો કોઈ ફિનિશર નથી. ફિનિશર્સ માત્ર તે જ નથી કે જેઓ નંબર 5 કે 7માં બેટિંગ કરે છે. મેચ પૂરી કરનાર કોઈપણ ખેલાડી ફિનિશર બની શકે છે.

  • વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડ સામે 95 રનની ઇનિંગ રમી હતી
  • ગંભીરે કોહલીને એમએસ ધોની કરતા મોટો ફિનિશર ગણાવ્યો
  • કોઈપણ બેટ્સમેન જે મેચ જીતે છે તે ફિનિશર છે - ગૌતમ ગંભીરે

વર્લ્ડ કપ 2023માં વિરાટ કોહલીએ ટીમ ઈન્ડિયા માટે એક નહીં પરંતુ ત્રણ વખત આવી ઈનિંગ્સ રમી છે, જ્યાં ટીમ માટે જીત મેળવવી મુશ્કેલ લાગી રહી હતી પણ કોહલીની ઇનિંગને કારણે જીત મળી હોય. વિરાટ કોહલીએ 5 ઇનિંગ્સમાં 3 અડધી સદી અને એક સદી ફટકારી છે. તેણે ન્યૂઝીલેન્ડ સામે 95 રનની ઇનિંગ પણ રમી હતી. આ ઇનિંગને જોતા ટીમ ઇન્ડિયાના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરે વિરાટ કોહલીને એમએસ ધોની કરતા મોટો ફિનિશર ગણાવ્યો છે. 

ગૌતમ ગંભીરે કોહલીને એમએસ ધોની કરતા મોટો ફિનિશર ગણાવ્યો
પૂર્વ ભારતીય ઓપનર ગૌતમ ગંભીર દરરોજ પોતાના નિવેદનોને લઈને મીડિયાની હેડલાઈન્સમાં રહે છે. ગૌતમ ગંભીર આ દિવસોમાં વર્લ્ડ કપમાં કોમેન્ટ્રી કરી રહ્યો છે આ દરમિયાન ઘણીવાર તે 2011 વર્લ્ડ કપ વિશે વાત કરે છે અને તેની સાથે તે તેના સાથી ખેલાડી અને કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની વિશે તીખી ટિપ્પણી પણ કરે છે. હાલમાં જ ફરી એકવાર ગૌતમ ગંભીરે મહેન્દ્ર સિંહ ધોની પર નિશાન સાધ્યું છે.

વિરાટ કોહલીથી સારો કોઈ ફિનિશર નથી
ગૌતમ ગંભીરે એક વાતચિત દરમિયાન કહ્યું હતું કે"વિરાટ કોહલીથી સારો કોઈ ફિનિશર નથી. ફિનિશર્સ માત્ર તે જ નથી કે જેઓ નંબર 5 કે 7માં બેટિંગ કરે. મેચ પૂરી કરનાર કોઈપણ ખેલાડી ફિનિશર બની શકે છે.કોહલી ચેઝ માસ્ટર છે." આ વાતમાં ભલે ગંભીરે ધોનીનું નામ ન લીધું, પરંતુ તેણે 5 અને 7 નંબરનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે વિરાટ ધોની કરતાં વધુ સારો ફિનિશર છે. હવે એ વાત તો આપણે બધા જાણીએ છીએ કે એમએસ ધોનીએ 5, 6 અને 7 નંબર પર વધુ મેચ રમી છે. 

કોઈપણ બેટ્સમેન જે મેચ જીતે છે તે ફિનિશર છે
ગંભીરે વધુમાં કહ્યું કે,“6 અને 7મા નંબર પર બેટિંગ કરનારા બેટ્સમેનોને આ ટેગ કેમ આપવામાં આવે છે? ટોપ ઓર્ડરમાં બેટિંગ કરનાર બેટ્સમેનને ફિનિશર કેમ ન કહી શકાય? કોઈપણ બેટ્સમેન જે મેચ જીતે છે તે ફિનિશર છે અને અંગત રીતે, મને ફિનિશર શબ્દ ગમતો નથી. તે મેચ વિનર હોવો જોઈએ.''

આ રીતે વિરાટે મેચ જીતી હતી
જો મેચની વાત કરીએ તો આ મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમે પહેલા બેટિંગ કરતા 273 રન બનાવ્યા હતા અને ભારતીય ટીમને જીતવા માટે 274 રનની જરૂર હતી. મોટા લક્ષ્યનો પીછો કરી રહેલી ટીમ ઈન્ડિયાને ઓપનરોએ સારી શરૂઆત કરી અને પ્રથમ વિકેટ માટે 11 ઓવરમાં 71 રનની ભાગીદારી કરી. જો કે એક સમયે ટીમ ઈન્ડિયાની 128 રનમાં 3 વિકેટ હતી પણ એ બાદ વિરાટ કોહલીએ ઈનિંગની કમાન સંભાળી અને 95 રનની શાનદાર ઈનિંગ રમી. ટીમ ઈન્ડિયાએ 48 ઓવરમાં આ ટોટલ હાંસલ કર્યો છે અને આ જીત બાદ ટીમ ઈન્ડિયા હવે પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ