બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Virat Kohli, Gautam Gambhir and Naveen ulHaq ugly fight in IPL 2023 WATCH video

કોહલી-ગંભીર વિવાદ / એવું શું થયું કે મેદાન પર જ જામ્યો 'ગરમાગરમી'નો માહોલ, વિવાદમાં નવીન-ઉલ-હક કઇ રીતે ફસાયો

Megha

Last Updated: 10:37 AM, 2 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મેચ પછી બધા ખેલાડીઓ એકબીજાને મળી રહ્યા હતા એ બાદ જ આરસીબીના વિરાટ કોહલી, લખનૌના મેન્ટર ગૌતમ ગંભીર, લખનૌના ખેલાડી નવીન-ઉલ-હક એકબીજામાં લડતા જોવા મળ્યા હતા.

  • કોહલી અને ગંભીર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી
  • કેવી રીતે થયો વિવાદ
  • આ રીતે થઈ નવીન-ઉલ-હકની વિવાદમાં એન્ટ્રી 

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023માં ફરી એકવાર ભારતીય ક્રિકેટના બે સુપર સ્ટાર વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે બોલાચાલી થઈ હતી અને તેનો વિડીયો સોશિયલ મીડિયા પર હાલ ઘણો વાયરલ થઈ રહ્યો છે. IPL 2023માં સોમવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે લખનઉ સુપર જાયન્ટ્સને હરાવ્યું. આ મેચ બાદ કોહલી અને ગંભીર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જે બાદ બંનેને IPL આચાર સંહિતા તોડવા બદલ 100 ટકા મેચ ફીનો દંડ ફટકારવામાં આવ્યો છે.

જો કે આ ઘટનાએ ફરી બતાવ્યું કે આ બંને ખેલાડીઓ વચ્ચે કંઈક બરાબર નથી. આ સમગ્ર વિવાદ 1 મેના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) મેચ બાદ થયો હતો. બેંગ્લોરે આ મેચ જીતી, લખનૌની ટીમ લો સ્કોરિંગ મેચ 18 રનથી હારી ગઈ. મેચ જીતવા માટે બેંગલુરુએ લખનૌને 127 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં કેએલ રાહુલની કપ્તાનીમાં લખનૌની ટીમ 108 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. 

કેવી રીતે થયો વિવાદ
થયું એવું કે મેચ પછી મેચ પછી બધા ખેલાડીઓ એકબીજાને મળી રહ્યા હતા એ બાદ જ આરસીબીના વિરાટ કોહલી, લખનૌના મેન્ટર ગૌતમ ગંભીર, લખનૌના ખેલાડી નવીન-ઉલ-હક એકબીજામાં લડતા જોવા મળ્યા હતા. જો કે આ અથડામણ પહેલા કોહલી અને ગંભીર બંને હાથ મિલાવતા જોવા મળ્યા હતા.  

સમગ્ર વિવાદના વિડીયો જુઓ 
આ મામલે IPL દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. IPLએ પણ એક પ્રેસ રિલીઝ જાહેર કરી છે. વિરાટ અને ગંભીર બંનેને IPL કોડ ઓફ કન્ડક્ટ 2.21ના લેવલ 2 માટે દોષિત ઠેરવવામાં આવ્યા છે. બંને લોકોએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. બંનેની 100 ટકા મેચ ફી કાપવામાં આવી છે તો લખનૌ સુપર જાયન્ટ્સના નવીન-ઉલ-હકને પણ મેચ ફીમાં 50 ટકાનો દંડ ફટકારવામાં આવ્યો છે. નવીન-ઉલ-હકને IPL કોડ ઓફ કન્ડક્ટ 2.21ના લેવલ 1 માટે દોષિત ઠેરવવામાં આવ્યો છે. 

આ સમગ્ર વિવાદમાં શું થયું તેના વિશે વિગતવાર જાણીએ 
મેચ બાદ વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે બોલાચાલી થઈ હતી. આ ચર્ચા એટલી ગરમ થઈ હતી કે બાકીના ખેલાડીઓ અને સ્ટાફે દરમિયાનગીરી કરવી પડી હતી. તેના વિડીયો અને ફોટા ખુબ વાયરલ થઇ રહ્યા છે. વીડિયોમાં લખનૌ ટીમના અમિત મિશ્રા, વિજય દહિયા, કેએલ રાહુલ અને બેંગલુરુ ટીમના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ પણ વચ્ચે આવીને બંનેને શાંત કરાવતા જોવા મળે છે. 

શું વિરાટના કારણે શરૂ થયો વિવાદ? 
વિવાદના ઘણા વાયરલ ફૂટેજ સામે આવ્યા છે જેમાં જોવા મળી રહ્યું છે કે વિરાટ કોહલી ફિલ્ડિંગ દરમિયાન ખૂબ જ ઉત્સાહી દેખાઈ રહ્યો હતો. લખનૌ (એલએસજી)નો કૃણાલ પંડ્યા આઉટ થતાં જ તેણે દર્શકો તરફ ઈશારો કર્યો. જે કદાચ ગૌતમ ગંભીર તરફ હતો

એક સમયે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી મેચ બાદ ગૌતમ ગંભીરે શાંત રહેવા માટે દર્શકો તરફ આંગળી ચીંધી હતી. તે જ સમયે, કોહલીએ લખનૌના મેદાનમાં પ્રેક્ષકોમાંથી આરસીબીનો ઉત્સાહ વધારવા માટે હાથ વડે ઈશારો કર્યો હતો.  

નવીન-ઉલ-હકની વિવાદમાં એન્ટ્રી 
વિરાટ કોહલીએ 17મી ઓવરમાં LSGની ઇનિંગ દરમિયાન બેટિંગ કરી રહેલા નવીન-ઉલ-હકને કંઈક કહ્યું, ત્યાર બાદ બંને વચ્ચે ઝઘડો થયો. ત્યારબાદ નવીન સાથે બેટિંગ કરી રહેલા અમિત મિશ્રા અને મેદાન પરના અમ્પાયરે મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. 

આ બધા સિવાય મેચની એક એવી ફૂટેજ પણ સામે આવી હતી જેમાં કેએલ રાહુલ નવીનને પોતાની પાસે બોલાવીને સમજાવતો હતો કે બંને વચ્ચેનો વિવાદ ઉકેલાય આ સાથે જ કેએલ રાહુલ વિરાટ કોહલી સાથે વાત કરી રહ્યો હતો. આ ફૂટેજ પણ મેચ પછીના છે. વિડીયોમાં એમ પણ જોવા મળ્યું હતું કે નવીન-ઉલ-હકે વિરાટ કોહલી સાથે વાત કરવાની ના પાડીને આગળ વધી જાય છે. 

નવીન અને વિરાટ આવ્યા આમને-સામને 
એ બાદ થયું એવું કે  જ્યારે મેચ પૂરી થઈ અને ઘણા ખેલાડીઓ એકબીજાને મળી રહ્યા હતા. ત્યારે ફરી એકવાર વિરાટ કોહલી અને નવીન ઉલ હક વચ્ચે તણાવ જોવા મળ્યો હતો. બંનેએ હાથ મિલાવ્યા કે તરત જ બંને વચ્ચે થોડી વાતો થઈ અને એ બાદ બંને વચ્ચે બોલાચાલી થવા લાગી હતી. જે બાદ કોહલી હાથ છોડીને આગળ વધ્યો હતો. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ