બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા હાલમાં પતિ વિરાટ કોહલી અને તેની સુંદર દીકરી વામિકા શર્મા કોહલીની સાથે રજા ગાળી રહી છે. વિરાટ-અનુષ્કા મીડિયા અને પાપારાઝીથી દૂર રહેવાનુ પસંદ કરે છે, પરંતુ તેઓ અવાર-નવાર સોશિયલ મીડિયામાં પ્રેમભરી તસ્વીરો અને વીડિયો પ્રશંસકોની સાથે શેર કરતા રહે છે.
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી વેકશનની મજા માણી રહ્યાં છે
અનુષ્કાએ દીકરી વામિકાને ફરાવવા માટે સાઈકલ ભાડે લીધી
દીકરીનો ચહેરો છુપાવીને સાઈકલની એક તસ્વીર શેર કરી
ભાડે લીધી સાઈકલ
હાલમાં વિરાટ અનુષ્કાના વેકેશનની એક પ્યારી તસ્વીર સોશિયલ મીડિયામાં સામે આવી હતી જેણે બધાનુ દિલ જીતી લીધુ હતુ. તો હવે અનુષ્કા શર્માએ આ વેકેશનની વધુ એક શાનદાર તસ્વીર પ્રશંસકોની સાથે શેર કરી છે. અનુષ્કાએ દીકરીને ફરાવવા માટે સાઈકલ ભાડે લીધી છે અને દીકરીનો ચહેરો છુપાવીને સાઈકલની એક તસ્વીર શેર કરી. આમ તો અનુષ્કાએ આ સાઈકલ ભાડે લીધી હતી પરંતુ તેના પર તેની દીકરી વામિકાનુ નામ લખવામાં આવ્યું છે.
વેકેશન પર છે વિરાટ-અનુષ્કા
સોશિયલ મીડિયામાં આ તસ્વીર ઝડપથી વાયરલ થઇ રહી છે. વિરાટ-અનુષ્કાની આ તસ્વીરો સામે આવ્યાં બાદ પ્રશંસકો પણ વેકેશનવાળી તસ્વીરોનુ આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યાં છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ફિલ્મ અને ક્રિકેટ જગતના પાવર કપલ માનવામાં આવે છે. બંને સોશિયલ મીડિયામાં ખૂબ સક્રિય રહે છે અને અવાર-નવાર તેના પ્રશંસકો માટે સુંદર તસ્વીરો શેર કરતા રહે છે.
વેકેશનની તસ્વીર વાયરલ
તસ્વીરમાં જોઇ શકાય છે કે અનુષ્કાએ બ્લેક એન્ડ વ્હાઈટ અને લીલા રંગની સ્ટ્રેપી ડ્રેસ પહેર્યો છે. તેના ગળામાં બે નેકપીસ પણ દેખાઈ રહ્યાં છે. જે વધુ સુંદર છે. વિરાટે સ્લીવલેસ બ્લેક ટી-શર્ટ પહેરી છે. તેના ગળામાં પણ એક લોન્ગ નેકપીસ દેખાઈ રહ્યું છે. બ્લેક ટી-શર્ટમાં વિરાટ તેના ટેટૂને બતાવી રહ્યાં છે. તસ્વીરમાં બંને એકસાથે ખૂબ ખુશ અને સુંદર લાગી રહ્યાં છે.