બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / vipul chaudhary money laundering case acb Big reveal mehsana gujarat

મહેસાણા / '485 કરોડના બાંધકામના કામોમાં ગેરરીતિ, 66 બેંક ખાતા, વિદેશમાં 15 કરોડના નાણાંકીય વ્યવહાર' : વિપુલ ચૌધરી મામલે ACBનો મોટો ખુલાસો

Hiren

Last Updated: 09:04 PM, 23 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દૂધસાગર ડેરીના તત્કાલીન ચેરમેન અને પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની કરોડોના વ્યવહાર મામલે ACBની તપાસ ચાલી રહી છે. ત્યારે હવે ACBની તપાસમાં ગેરકાયદે નાણાંકીય વ્યવહાર સામે આવ્યા છે.

  • વિપુલ ચૌધરી સામે ગેરરીતિની ફરિયાદ મામલે ACBના ખુલાસા
  • ACBની તપાસમાં ગેરકાયદે નાણાંકીય વ્યવહાર આવ્યા સામે
  • વિદેશોમાં મોટા નાણાંકીય વ્યવહાર થયા હોવાનો ખુલાસો

ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અને મહેસાણાની દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સામે 15 વર્ષ અગાઉના એક ગેરરીતિના કેસમાં તપાસ ચાલી રહી છે. અર્બુદા સેના-અધ્યક્ષ વિપુલ ચૌધરીના પર આરોપ લાગ્યો છે કે દૂધ સાગર ડેરીના ચેરમેન પદ પર રહેતા તેમણે કરોડોના કૌભાડને અંજામ આપ્યો છે. તો 800 કરોડની આર્થિક ગેરરીતિની તપાસ માટે SITની રચના પણ કરવા આવી છે. આ ગેરરીતિ કેસમાં ACBએ તપાસ કરતા વિદેશોમાં મોટા નાણાંકીય વ્યવહાર થયા હોવાનો ખુલાસો થયો છે.

ગેરરીતિ કેસમાં ACBના ખુલાસા

  • રિમાન્ડ દરમિયાન 7 દિવસ વિપુલ ચૌધરીની પૂછપરછ કરાઇ હતી
  • બલ્ક મિલ્ક કુલરની ખરીદી ટેન્ડરિંગ પ્રોસેસ ફોલોવ કર્યા વિના કરાઇ
  • 8 કરોડની કિંમતે બલ્ક મિલ્ક કુલરની ખરીદી કરાઇ હતી
  • રૂ.485 કરોડના બાંધકામના કામોમાં ગેરરીતિના પુરાવા મળ્યા છે
  • મૂળ કિંમત કરતા વધુ ભાવથી સાગરદાનના બારદાન ખરીદાયા હતા
  • 4 જેટલી કંપનીઓની તપાસ કરી હતી 
  • આ 4 કંપનીઓ કોઇ સ્થાને મળી આવી નથી 
  • કંપનીઓના નામે ખોટા રિટર્ન ભરવામાં આવ્યા હતા
  • વિપુલ ચૌધરીના અલગ-અલગ 5 બેંક એકાઉન્ટની તપાસ 
  • અંદાજિત રૂ,.250 કરોડના નાણાંકીય વ્યવહાર જોવા મળ્યા 
  • વિપુલ ચૌધરીના પત્નીના નામે 10 બેંક એકાઉન્ટ મળી આવ્યા
  • વિપુલ ચૌધરીના પુત્રના નામે 6 બેંક એકાઉન્ટ મળી આવ્યા 
  • કંપનીના બેંક એકાઉન્ટ મળી કુલ 66 બેંક એકાઉન્ટની વિગતો મંગાવી છે
  • કુલ 26 પાન કાર્ડના ઇન્કમ ટેક્સ રિટર્નની વિગતો મંગાવી છે
  • HUF એકાઉન્ટમાં 4.5 કરોડના ટ્રાન્જેક્શન છે 
  • જે પૈકી 2.5 કરોડના ટ્રાન્જેક્શન વિદેશોમાં કરવામાં આવ્યા છે
  • વિપુલ ચૌધરીના અંગત એકાઉન્ટમાંથી 1.5 કરોડ મોકલવામાં આવ્યા છે
  • ટેક્સાસમાં પુત્રના નામે 9 કરોડની કિંમતનો બંગ્લો ખરીદવામાં આવ્યો છે
  • આ વિગતો પણ ITRમાં દર્શાવવામાં આવી નથી 
  • વિપુલ ચૌધરીના પરિવારના નામે વિદેશમાં રૂ.15 કરોડના નાણાંકીય વ્યવહાર થયા 
  • પૂછપરછમાં વિપુલ ચૌધરી આ મુદ્દે કોઇ ખુલાસો કરી શક્યા નથી
  • ઘરની તપાસમાં 31 હજારની રોકડ મળી આવી હતી 
  • ઘરની તપાસમાં કોઇ દસ્તાવેજ નથી મળી આવ્યા 
  • પુત્ર અને પત્ની સામે લુક આઉટ નોટિસ જાહેર કરવાની પ્રોસેસ ચાલુ
  • 'વિદેશી ખાતામાં 7 લાખ ડોલર જમા થયા'

એક વિદેશી ખાતામાં 7 લાખ ડોલર જમા થયા હોવાનું સામે આવ્યું છે. તો નજીકના લોકોના ખાતામાં મોટા પ્રમાણમાં નાણાંકીય લેવડદેવડ થઇ હોવાનો પણ પર્દાફાશ થયો છે. મહત્વનું છે કે, ગત અઠવાડિયે વિપુલ ચૌધરીની તેમના બંગલેથી અડધી રાત્રે ફિલ્મી ઢબે ધરપકડ કરવામાં આવી હતી.

વિપુલ ચૌધરીના રિમાન્ડ દરમિયાન ACBને હાથ લાગ્યા મહત્વના પુરાવા
મહેસાણા કોર્ટે ACB દ્વારા ધરપકડ કરાયેલા વિપુલ ચૌધરીને 7 દિવસના રિમાન્ડ પર મોકલ્યા હતા. ત્યારબાદ ACB દ્વારા કરાયેલા વધુ 6 રિમાન્ડની અરજી કરાઈ હતી, જોકે તેને કોર્ટે નામંજૂર કરી હતી. બાદમાં તેને વિપુલ ચૌધરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. 7 દિવસના રિમાન્ડ દરમિયાન ACBને મહત્વપૂર્ણ પુરાવા હાથ લાગ્યા છે. વિદેશથી ગેરકાયદે ફંડની લેવડદેવડના પણ પુરાવા મળ્યા છે. 800 કરોડના ગોટાળા મામલે તપાસ થઈ રહી છે. સમગ્ર કૌભાંડ મામલે EDને પણ જાણ કરાઇ છે.

વિપુલ ચૌધરી સામે તપાસ કરી શકે ED
વિપુલ ચૌધરીની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. વિપુલ ચૌધરી સામે ED તપાસમાં જોતરાઈ શકે તેવા સંકેત મળી રહ્યા છે. કરોડોના શંકાસ્પદ વ્યવહારની ACBએ EDને કરી જાણ કરી છે. વિદેશમાં પણ કરોડોના વ્યવહાર થયાનું તપાસમાં ખુલ્યુ છે. બોગસ કંપની મારફતે થયેલા વ્યવહારોની તપાસ ED કરશે. રજિસ્ટર થયેલી 4 કંપનીઓ અસ્તિત્વમાં જ ન હોવાનું ખુલ્યુ છે.

31 હજાર રોકડ અને દસ્તાવેજો કબજે લેવાયા
20 સપ્ટેમ્બરના રોજ વિપુલ ચૌધરીના ઘરે ACBની ટીમે તપાસ આદરી હતી. ગાંધીનગરમાં વહેલી સવારે 4 વાગ્યથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ગાંધીનગર ACBટીમે 15 વર્ષ અગાઉના એક કેસમાં તપાસ અર્થે રેડ કરી હતી. માણસા રોડ પર પંચશીલ બંગલો પર કરેલી આ તપાસમાં ACBની ટીમને 31 હજાર રોકડ રકમ હાથ લાગી હતી. તેમજ તે સિવાય અન્ય દસ્તાવેજો પણ કબ્જે કરાયા હતા. વિપુલ ચૌધરીના પત્ની સહિત સમગ્ર પરિવાર ઘરેથી ગાયબ જોવા મળ્યો હતો.

800 કરોડના કૌભાંડનો આરોપ
મહત્વનું છે કે રાજ્યના પૂર્વ ગૃહ મંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સામે 800 કરોડના કૌભાંડનો આરોપ છે. જેને લઇને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેઓની ગાંધીનગર ખાતેથી ગત ગુરુવારે રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે વિપુલ ચૌધરીની ધરપકડ થતા સમગ્ર ઉત્તર ગુજરાતમાં ચૌધરી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

7 લાખ મતદારો પર પ્રભુત્વ ધરાવે છે વિપુલ ચૌધરી
આંતરિક રીતે વિપુલ ચૌધરીને ભાજપના સાંસદ ભરતસિંહ ડાભીનો પણ સપોર્ટ છે. ચૌધરી સમાજના પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં નિર્ણાયક મતદારો છે. પાટણમાં રાધનપુર ખેરાલુ, મહેસાણા વિસનગર વિજાપુર બેઠક પર અસર કરી શકે. આ વિસ્તારમાં ચૌધરી સમાજના અંદાજે 7 લાખ જેટલા મતદારો છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ