ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / Politics / રાજકોટના સમાચાર / Vijay Rupani Ex Right Hand Rajbha Zala Now Against BJP in Rajkot

VTV વિશેષ / CM રૂપાણીના ‘રાઈટ હેન્ડ’ રહેલાં ભાજપના આ દિગ્ગજ નેતા જ રાજકોટમાં ભાજપને હરાવશે ?

Published By: vtvAdmin

Last Updated: 12:26 PM, 2 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

‘રાજનીતિ તો સમય સમય કા ખેલ હૈ’ આ પંક્તિ ઉક્ત થવા જઈ રહી છે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના રાજકારણમાં. હાલના ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના 17 વર્ષ સુધી રાઈટ હેન્ડ ( જમણો હાથ) રહેલાં અને ભાજપ શાસિત રાજકોટ મ્યુનિશિપલ કોર્પોરેશનના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજભા ઝાલા ભાજપ તો ક્યારનું ય છોડી દીધું છે પણ હવે તેઓ આપ ( આમ આદમી પાર્ટી) માં જોડાશે.

ADVERTISEMENT

  • મોદીની ગુડબુકમાં રહેલાં રાજભા રાજકોટમાં ભાજપને હરાવશે?
  • વિજયભાઈને ગુરૂ માનનાર રાજભા હવે આપમાંથી ચૂંટણી જંગમાં ઝંપલાવશે
  • ભાજપથી છુટા પડેલાં રાજભા ઝાલા હવે ફરી રાજનીતિમાં સક્રિય ભુમિકા ભજવશે

નરેન્દ્રભાઈ પણ રાજકોટનો કોઈ પણ નિર્ણય લેતાં પહેલાં રાજભાને જણાવતાં 

એક સમયે જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મોદી ગુડબુકમાં સ્થાન ધરાવતાં અને રાજકોટનો કોઈ પણ નિર્ણય એક વખત જેમને પુછીને નરેન્દ્રભાઈ લેતાં એવા રાજભા ઝાલા ફરી રાજનીતિમાં એન્ટ્રી કરે તેવી પૂર્ણ સંભાવના છે. રાજભા ઝાલા સાથે ટેલિફોનિક વાત થયા મુજબ તેમણે VTVને જણાવ્યું કે હું ફરીથી રાજનીતિમાં એન્ટ્રી કરી રહ્યો છું. આમ આદમી પાર્ટીના નેતાઓએ મારો સંપર્ક કર્યો છે. અને આવનાર સમયમાં હું વિધિવત આપમાં જોડાઈશ. 

રાજભા ઝાલા અને મુખ્યમંત્રીની ફાઈલ તસવીર

વિજયભાઈને ગુરૂ માનનાર રાજભા આજે ભાજપની સામે

17 વર્ષ સુધી જેના વિજયભાઈને પોતાના ગુરૂ સ્થાને બેસાડ્યા હોય અને દર ગુરૂપૂર્ણિમાના દિવસે આધ્યાત્મિક ગુરૂ બાદ વિજયભાઈના ચરણ સ્પર્શ કર્યા હોય તેવા રાજભા ઝાલા હવે વિજયભાઈના જ નેતૃત્વ વાળી સરકારના વિરોધમાં ઊભા થશે. લગભગ 1997થી 2014 સુધી અર્થાત્ 17 વર્ષ સુધી વિજયભાઈનો પડતો બોલ જીલતાં રાજભા હવે આપમાં જોડાઈ રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઝંપલાવશે.

વજુભાઈ વાળા સાથે રાજભા ઝાલા

નરેન્દ્રભાઈ રાજકોટ મ્યુ.માં લોકલ નેતૃત્વની વિરૂદ્ધ જઈ રાજભાને સ્ટેન્ડિંગના ચેરમેન બનાવેલા

નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મોદીની ગુડબુકમાં સ્થાન ધરાવતા રાજકોટના એકમાત્ર નેતા તરીકે રાજભા ઝાલાનું નામ હતું. જ્યારે રાજભાને રાજકોટ મ્યુનિશિપલ કોર્પોરેશનના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન બનાવાયા ત્યારે ભાજપના લોકલ નેતૃત્વ અને સંગઠનમાં પણ નારાજગી ફેલાઈ હતી. આ ઉપરાંત એક વખતે રાજકોટના વિકાસનો કોઈ પણ નિર્ણય મોદી રાજભાને પુછીને અથવા જણાવીને જ લેતાં.

(અહીં આલેખાયેલી તમામ વાત રાજભા ઝાલા સાથે ટેલિફોનિક વાતચીત થયા મુજબ છે)

આલેખનઃ ધવલ માકડિયા,અમદાવાદ

સંકળાયેલા મુદ્દાઓ

BJP RajBha Zala Rajkot Municipal Corporation rajkot ભાજપ રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા રાજભા ઝાલા rajkot

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ