બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / સ્પોર્ટસ / Cricket / VIDEO: Look at Kohli's happiness on record-breaking batting! It was done on the pitch and the video went viral

વાયરલ / VIDEO: રેકૉર્ડતોડ બેટિંગ પર કોહલીની ખુશી તો જુઓ! પિચ પર જ કર્યું એવું કે વીડિયો થયો વાયરલ

Megha

Last Updated: 04:04 PM, 10 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇશાનના 200 રન પૂરા થતાં જ કોહલી પણ ખૂબ ખુશ થઈ ગયો અને પીચની વચ્ચે જ ઈશાન સાથે ભાંગડા કરવા લાગ્યો હતો.

  • ઈશાન કિશને ધમાકેદાર ઇનિંગ સાથે 210 રન બનાવ્યા
  • કોહલીનું સેલિબ્રેશન જોઈને બાંગ્લાદેશી ટીમ ચોંકી 
  • કોહલી પીચની વચ્ચે જ ઈશાન સાથે ભાંગડા કરવા લાગ્યો 

ભારતે બાંગ્લાદેશને જીતવા માટે 410 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતે આઠ વિકેટે 409 રન બનાવ્યા હતા. જેમાં વિરાટ કોહલીએ 113 રનની ઇનિંગ રમી હતી. આ સાથે જ ઈશાન કિશને ધમાકેદાર ઇનિંગ સાથે 210 રન બનાવ્યા હતા. ઈશાને 131 બોલની ઈનિંગમાં 24 ચોગ્ગા અને 10 છગ્ગા ફટકાર્યા હતા. અને વિરાટે 91 બોલની ઇનિંગમાં 11 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. બાંગ્લાદેશ તરફથી તસ્કીન અહેમદ, ઇબાદત હુસૈન અને શાકિબ અલ હસને બે-બે વિકેટ લીધી હતી.

ઇશાન કિશને બાંગ્લાદેશ સામેની ત્રીજી વનડેમાં બેવડી સદી ફટકારી હતી. મુસ્તાફિઝુર રહેમાનની 35મી ઓવરના છેલ્લા બોલ પર ઇશાન કિશને સિંગલ રન લીધો અને એ સાથે જ  સ્ટેડિયમ બેઠેલ દરેક લોકો ઊભા થઈ ગયા હતા. આ સાથે ક ઇશાન કિશને પણ હેલ્મેટ ઉતારીને તેની બેવડી સદી ફટકારવાનો ઉત્સાહ અને આનંદ વ્યક્ત કર્યો હતો. એ સમયે ક્રિઝ પર વિરાટ કોહલી પણ હાજર હતો. દરેક ચાહકોની સાથે સાથે કોહલી પણ ઈશાન કિશનની તેની બેવડી સદી પૂરી કરે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો. ઇશાનના 200 રન પૂરા થતાં જ કોહલી પણ ખૂબ ખુશ થઈ ગયો અને પીચની વચ્ચે જ ઈશાન સાથે ભાંગડા કરવા લાગ્યો હતો.

કોહલીનું સેલિબ્રેશન જોઈને બાંગ્લાદેશી ટીમ ચોંકી 
આ સાથે જ બાંગ્લાદેશી ટીમ પણ ઈશાનની બેવડી સદી પર કોહલીનું સેલિબ્રેશન જોઈને જોતી રહી ગઈ હતી. જણાવી દઈએ કે ત્રીજી વનડેમાં ઈશાને 131 બોલમાં 210 રનની ઈનિંગ રમી હતી અને આ દરમિયાન તેણે 24 ચોગ્ગા અને 10 છગ્ગા ફટકાર્યા હતા. ભારતીય ઓપનરે તેના પ્રથમ 100 રન 85 બોલમાં પૂરા કર્યા, જ્યારે તેણે પછીના 100 રન માત્ર 41 બોલમાં બનાવ્યા હતા.

ઈશાને તોડ્યો વર્લ્ડ રેકોર્ડ 
આ બેવડી સદીની સાથે જ ઈશાને વર્લ્ડ રેકોર્ડ પણ તોડ્યો છે અને એ સાથે જ સૌથી ઝડપી બેવડી સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. જણાવી દઈએ કે ઇશાન કિશને આ કારનામું 126 બોલમાં કર્યું હતું. બીજી તરફ વિરાટ કોહલીની વાત કરીએ તો તેના બેટમાંથી પણ સદી નીકળી હતી. 

રિકી પોન્ટીંગનો રેકોર્ડ તોડ્યો 
વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગનો સદીનો રેકોર્ડ તોડ્યો. રિકી પોન્ટિંગ તેની ઈન્ટરનેશનલ કરિયરમાં 71 સદી ફટકારી છે હવે કોહલીએ તેનો રેકોર્ડ તોડીને ઈન્ટરનેશનલ કરિયરની 72મી સદી ફટકારી છે અને સૌથી વધુ સદી ફટકારનાર વર્લ્ડનો બીજો ખેલાડી બન્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ