બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / VIDEO: Cabinet Minister Patel's welcome from the rain of notes! The sarpanch squandered a few rupees

વિસનગર / VIDEO: કેબિનેટ મંત્રી પટેલનું નોટોના વરસાદથી સ્વાગત્! સરપંચે ઉડાવી રૂપિયાની થોકડીઓ

Mehul

Last Updated: 10:59 PM, 3 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જન આશિર્વાદ યાત્રા દરમિયાન આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પર મત વિસ્તાર વિસનગરમાં થયો રૂપિયાનો વરસાદ

  • જન આશિર્વાદ યાત્રામાં રૂપિયાનો વરસાદ 
  • આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ પર વરસ્યાં રૂપિયા 
  • ભાલકના સરપંચ આવી ગયા ઉત્સાહમાં 

રાજ્ય સરકારના નવા વરાયેલા મંત્રી મંડળના કેટલાક સદસ્યો જન આશિર્વાદ યાત્રામાં વ્યસ્ત છે ત્યારે, ઠેર-ઠેર નવા મંત્રીઓનું પારંપરિક સ્વાગત થાય છે. પરંતુ એક અચરજ પૂર્ણ સ્વાગત જોવા મળ્યું રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું. સામાન્ય રીતે હારતોરા કે પછી સાફા,તલવાર કે પછી હળ થી સ્વાગત થતા હોય છે ત્યારે, રૂપિયાની છોળ વચ્ચે ઋષિકેશ પટેલનું સ્વાગત કરાયું હતું. ઉતર ગુજરાતના વિસનગરના ધારાસભ્ય અને રાજ્યના કેબીનેટ કક્ષાના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ વિસનગરમાં જન આશિર્વાદ યાત્રા દરમિયાન લોક સંપર્ક કરી રહ્યા હતા.

મત વિસ્તારમાં ચલણી નોટનો વરસાદ 

રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ આજે જન આશિર્વાદ યાત્રા દરમિયાન વિસનગરના વિસ્તારમાં લોક સંપર્ક કરી રહ્યા હતા ત્યારે, ભાલકના  સરપંચ યુનિસખાન પઠાણે જન આશિર્વાદ યાત્રા દરમિયાન ઋષિકેશ પટેલ પર રૂપિયાની નોટનો વરસાદ કર્યો હતો. યાત્રા દરમિયાન સાથે રહેલા સમર્થકો પણ અચમ્ભિત રહી ગયા હતા.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ