બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / વિશ્વ / us wants india to cut defence buying from russia amid ukraine war

BIG NEWS / પહેલી વાર ખુલીને બોલ્યું અમેરિકા: ભારતને આપી વણમાગી સલાહ, રશિયા પર નિર્ભરતા ઓછી કરો

Pravin

Last Updated: 10:50 AM, 6 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના રક્ષા સચિવ લોયડ ઓસ્ટિને મંગળવારે કહ્યું કે, તેમને આશા છે કે, ભારત આગળ ચાલીને રશિયા સૈન્ય ઉપકરણો પર પોતાની નિર્ભરતા ઓછી કરશે.

  • અમેરિકા રક્ષા સચિવે ફરી એક વાર ભારતને લઈને આપ્યું નિવેદન
  • રશિયા સાથેના સંબંધોને લઈને આપી સલાહ
  • રશિયા પરની નિર્ભરતા ઓછી કરવા જણાવ્યું

અમેરિકાના રક્ષા સચિવ લોયડ ઓસ્ટિને મંગળવારે કહ્યું કે, તેમને આશા છે કે, ભારત આગળ ચાલીને રશિયા સૈન્ય ઉપકરણો પર પોતાની નિર્ભરતા ઓછી કરશે. ઓસ્ટિને સદનની સશસ્ત્ર સેવા સમિતિના સભ્યોને કહ્યું કે, અમે એ નક્કી કરવા માટે ભારત સાથે કામ કરી રહ્યા છીએ કે, આ તેમના માટે  રશિયાના ઉપકરણોમાં રોકાણ ચાલુ રાખવું તેમના હિતમાં નથી. વાર્ષિક રક્ષા બજેટ પર કોંગ્રેસની સુનાવણી દરમિયાન તેમણે આ નિવેદન આપ્યું હતું.

રશિયા પર નિર્ભરતા ઓછી કરવા આપી સલાહ

ઓસ્ટિને કહ્યું કે, આગળ અમારી માગ એ છે કે, ભારત તે ઈક્વિપમેંટ્સના પ્રકારોને ઓછા કરે, જેમાં તે રોકાણ કરી રહ્યું છે અને તે ઈક્વિપમેંટને ખરીદે જે વધારે અનુકૂળ હોય. 

આ નિવેદન ત્યારે આવ્યું છે, જ્યારે રક્ષા સચિવ કોંગ્રેસી જો વિલ્સનના એક સવાલનો જવાબ આપી રહ્યા હતા. જેમણે રશિયા અને યુક્રેન યુદ્દ વચ્ચે રશિયા પર ભારતની સ્થિતીની ટિકા કરી હતી. વિલ્સને કહ્યું કે, દુનિયાનો સૌથી મોટુ લોકતંત્ર, અમારા કિંમતી સહયોગી ભારત, અમેરિકી અને સંબધ વિકલ્પો પર રશિયા હથિયાર સિસ્ટમની પસંદગી કરીને ક્રેમલિન સાથે પોતાને જોડવાનો વિકલ્પ પસંદ કરી રહ્યું છે. 

ભારતીય નેતાઓને પુતિનનો અસ્વિકાર કરવા કહ્યું

તેમણે કહ્યું કે, ભારતીય નેતાઓને પુતિનને અસ્વિકાર કરવા અને લોકતંત્રને પોતાના પ્રાકૃતિક સહયોગીઓ સાથે સંરેખિત કરવા માટે અમે વિદેશી સૈન્ય વેચાણ કાર્યક્રમના માધ્યમથી કેવા હથિયાર મંચ રજૂ કરી શકીએ, જે ભીડને પ્રોત્સાહિત કરી શકે.

વિલ્સને કહ્યું કે, હું આશા રાખું છું કે, આપ ભારતના મહાન લોકોની સાથે કામ કરવાનું ચાલુ રાખશો અને જો અમે વેચાણ પર અમુક પ્રતિબંધો ખતમ કરી દઈએ તો, કેટલા વધારે સારા સહયોગી બની શકીએ.

રશિયાના સૈન્ય ઉપકરણો પર ભારતની નિર્ભરતા પર અમેરિકાની ચિંતા જાહેર કરી છે. આ તમામની વચ્ચે નવી દિલ્હીએ સ્પષ્ટ કર્યું છે કે, તે સસ્તુ રશિયાનું ક્રૂડ ઓયલ ખરીદવાનું ચાલુ રાખશે. વ્હાઈટ હાઉસના પ્રેસ સચિન જેન સાકીએ સોમવારે કહ્યું કે, અમેરિકાનું માનવું છે કે, રશિયાથી ઊર્જા આયાત અને અન્ય વસ્તુઓને પ્રોત્સાહન આપવું ભારતમાં હિતમાં નહીં હોય.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ