બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / UP Police Constable Exam Cancelled, Re-Examination Within 6 Months

શૈક્ષણિક નિર્ણય / ફૂટી ગયું પેપર ! UP પોલીસ કોન્સ્ટેબલની ભરતી પરીક્ષા કેન્સલ, સીએમ યોગીનું મોટું એલાન

Hiralal

Last Updated: 03:50 PM, 24 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તાજેતરમાં લેવાયેલી યુપી પોલીસ કોન્સ્ટેબલ ભરતી પરીક્ષા કેન્સલ કરવાનું એલાન કર્યું છે.

યુપીના સીએમ યોગી આદિત્યનાથે યુપી પોલીસ કોન્સ્ટેબલની ભરતી પરીક્ષા રદ કરવાનું એલાન કર્યું છે. પેપર લીકના દાવા બાદ લાખો ઉમેદવારો પરીક્ષા રદ કરવા અને ફરી પરીક્ષા આપવાની માગ કરી રહ્યા હતા. રાજ્ય સરકારે પરીક્ષા રદ કરી 6 મહિનાની અંદર ફરી પરીક્ષા લેવાનો આદેશ કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા જારી કરવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, "17 અને 18 ફેબ્રુઆરી 2024 ના રોજ યોજાયેલી પોલીસ ભરતી પરીક્ષા અંગે પ્રાપ્ત થયેલા પુરાવા અને માહિતીના પરીક્ષણના આધારે, પ્રામાણિકતા અને પારદર્શિતાના ઉચ્ચતમ ધોરણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા યોગ્ય વિચારણા કર્યા પછી આ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

શું બોલ્યાં સીએમ યોગી 
સીએમ યોગીએ કહ્યું કે, યુવાનોની મહેનત અને પરીક્ષાની પવિત્રતા સાથે રમનારા સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. સીએમ યોગી આદિત્યનાથે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ 'એક્સ' (પહેલાના ટ્વિટર) દ્વારા યુપી પોલીસ કોન્સ્ટેબલ ભરતી પરીક્ષા રદ કરવાની જાણકારી આપી છે. તેમણે કહ્યું કે પરીક્ષાઓની પવિત્રતા સાથે કોઈ સમાધાન થઈ શકે નહીં.

પેપર લીકની તપાસ માટે STFની રચના 
યોગી સરકાર યુપી પોલીસ કોન્સ્ટેબલ ભરતી પેપર લીક કેસની તપાસ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ)ને સોંપવાનો પણ નિર્ણય કર્યો છે. ગુનેગારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. આ સાથે જ સરકારે ભરતી બોર્ડને જે પણ સ્તરે બેદરકારી દાખવવામાં આવી છે તેની સામે એફઆઈઆર નોંધીને યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપી છે.

6 મહિનાની અંદર થશે રિ-એક્ઝામ, ફ્રીમાં મળશે મુસાફરીની સુવિધા
પેપર રદ કરવાની સાથે જ યુપી પોલીસ કોન્સ્ટેબલ ભરતી પરીક્ષા 6 મહિનાની અંદર લેવામાં આવશે. પરીક્ષા માટે આવવા-જવાનું ઉમેદવારો માટે ફ્રિ રહેશે અને તેને માટે સરકારી બસોની વ્યવસ્થા કરવામાં આવશે. 

કડક બંદોબસ્ત વચ્ચે પણ પેપર ફૂટી ગયું 
રાજ્ય સરકારે પોલીસ કોન્સ્ટેબલ ભરતી પરીક્ષા માટે ઘણી સુરક્ષા વ્યવસ્થા કરી હતી, તેમ છતાં, છેતરપિંડી કરનારાઓ તેમાં પ્રવેશ કરવામાં સફળ રહ્યા હતા. જામરને કારણે ત્યાં કોઈ ઈલેક્ટ્રોનિક ડિવાઈસ કામ ન કરી શકે તે માટે તમામ પરીક્ષા કેન્દ્રો પર નાના-નાના જામર લગાવવામાં આવ્યા હતા. તમામ પરીક્ષા કેન્દ્રોની અંદર સીસીટીવી, સીસીટીવી કંટ્રોલ રૂમ ઊભા કરવામાં આવ્યા હતા, જેમાં ઉમેદવારના ફોટાને આંખોના રેટિના સાથે મેચ કરવામાં આવ્યા હતા અને બાયોમેટ્રિક મેચિંગ પણ કરવામાં આવ્યું હતું. આ પછી જ ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રો પર એન્ટ્રી આપવામાં આવી હતી.

સોશિયલ મીડિયા પર પેપર લીકનો દાવો
યુપી પોલીસ કોન્સ્ટેબલની પોસ્ટમાં કુલ 60244 ખાલી જગ્યાઓ ભરવા માટે રાજ્યભરમાં 17 અને 18 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજવામાં આવી હતી. આ પરીક્ષામાં 48 લાખથી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો. ઉમેદવારોનું કહેવું છે કે બે દિવસની ચાર શિફ્ટમાં લેવાયેલી આ ભરતી પરીક્ષામાં 17 અને 18 ફેબ્રુઆરીની બીજી શિફ્ટનું પેપર લીક થયું છે. 18 ફેબ્રુઆરીની સાંજે 3થી 5ની પાળીમાં લેવામાં આવેલા પ્રશ્નપત્રો તમામ ઉમેદવારો અને કોચિંગ શિક્ષકો સુધી પહોંચી ગયા હતા. શિક્ષકોએ પણ પેપર લીકનો મામલો બહાર આવ્યો હોવાની સાથે જ સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ લખી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ