બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / UP CM Yogi Adityanath's convoy vehicle overturns, 11 persons injured

યુપી / CM યોગીના કાફલાની ગાડી મરેલા ઢોર સાથે અથડાઈ, પલટતાં 5 પોલીસ સહિત 11 લોકોને ઈજા, 2 ગંભીર

Hiralal

Last Updated: 10:08 PM, 24 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુપીના સીએમ યોગી આદિત્યનાથના કાફલાની કારના એક્સિડન્ટમાં 11 લોકો ઘાયલ થયાં છે જેમાં 2ની હાલત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે.

યુપીના સીએમ યોગી આદિત્યનાથના કાફલાની કારને લખનઉના શહીદ રોડ પર એક મોટો એક્સિડન્ટ નડ્યો હતો. સીએમના કાફલામાં સૌથી આગળ જઈ રહેલી એન્ટી ડેમો કાર પલટી જતાં 5 પોલીસકર્મી સહિત 11 લોકો ઘાયલ થયાં હતા જેમાં 2ની હાલત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે. 

કેવી રીતે થયો એક્સિડન્ટ
જણાવાઈ રહ્યું છે કે સીએમ કાફલાની એન્ટી ડેમો ગાડી રોડ પર પડેલા મરેલા પશુ સાથે અથડાઈ હતી જેને કારણે તે ઉથલી પડી હતી અને ત્યાં ઉભેલા લોકો સાથે ટકરાઈ હતી. 
તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં સારવાર ચાલી રહી છે.

ડીજીપી પ્રશાંત કુમાર પહોંચ્યાં હોસ્પિટલ 

આ દરમિયાન ડીજીપી પ્રશાંત કુમાર અને અન્ય અધિકારીઓ હોસ્પિટલ પહોંચી ગયા છે.ઘાયલોમાં પાંચ પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે. બાકીના અન્ય છે. ઘાયલ થયેલા અન્ય લોકો રસ્તાના કિનારે ઉભા હોવાનું કહેવાય છે.

વધુ વાંચો : ફૂટી ગયું પેપર ! UP પોલીસ કોન્સ્ટેબલની ભરતી પરીક્ષા કેન્સલ, સીએમ યોગીનું મોટું એલાન

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ