બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Unseasonal flood crisis in many districts including Ahmedabad, Mehsana, Jamnagar, Kutch

હવામાન અપડેટ / અમદાવાદ, મહેસાણા, જામનગર, કચ્છ સહિત અનેક જિલ્લાઓ પર કમોસમી માવઠાનું સંકટ યથાવત, હવામાન વિભાગની વધુ એક આગાહી

Malay

Last Updated: 08:40 AM, 29 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Unseasonal rainfall forecast: ખેડૂતોની માથેથી મુશ્કેલીઓ ઓછી થવાનું નામ જ નથી લઈ રહી. આ વખતે ઉનાળામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે ફરી 1 મે સુધી કમોસમી વરસાદની આગાહી કરી છે.

  • રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી
  • વહેલી સવારથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ
  • ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી

ગુજરાતમાં હવામાન વિભાગે ફરી કમોસમી વરસાદની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં કમોસમી વરસાદ પડશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. જેને લઇ ખેડૂતો પર ચિંતાના વાદળો છવાયા છે. આજે એટલે 29 એપ્રિલે અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, દાહોદ, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, ભરૂચ, સુરત,  વડોદરા, અમરેલી, બોટાદ, ભાવનગર, જામનગર, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છમાં કમોસમી વરસાદની આગાહી છે. જેને પગલે આજે રાજ્યભરના વાતાવરણમાં પલટો આવ્યો છે.

વહેલી સવારથી વરસાદી માહોલ
આજે વહેલી સવારથી ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. ભરઉનાળે રાજ્યમાં અષાઢી માહોલ જોવા મળી રહ્યો છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોની માંથે ચિંતાના વાદળો છવાયા છે. આજે અમદાવાદ, અરવલ્લી, ગીર સોમનાથ, મહીસાગર, દ્વારકા, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો છે. વહેલી સવારે ભારે પવન સાથે વરસાદ ખાબકતા રસ્તાઓ ભીના થઈ ગયા છે.  વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક વ્યાપી જવા પામી છે.  તો બહુચરાજી અને પાલનપુરમાં વીજળી પડવાને કારણે બેનાં મોત થયા અને એકની સ્થિતિ ગંભીર છે.

આ જિલ્લાઓમાં આવતીકાલે વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આવતીકાલે 30 એપ્રિલે અરવલ્લી, દાહોદ, સાબરકાંઠા, છોટાઉદેપુર, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, કચ્છ, નર્મદામાં વરસાદની આગાહી છે. તો 1 મેના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, અ,મરેલી, ગીર સોમનાથ અને ભાવનગરમાં માવઠું પડી શકે છે.  કમોસમી વરસાદને કારણે બાગાયતી ખેતી કરતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. 

કૃષિમંત્રી રાઘવજી પટેલે આપ્યું આશ્વાસન
ભરઉનાળે ખાબકેલા વરસાદને કારણે ખેડૂતોને ઘણુ નુકસાન થયું છે. રાજ્ય સરકાર દ્વારા પાક નુકસાનનો સર્વે કરાવવામાં આવ્યો છે. જોકે, હજુ સુધી રાજ્ય સરકાર દ્વારા માવઠાને કારણે થયેલા પાકનું નુકસાનીનું વળતર ચૂકવવામાં આવ્યું નથી. રાજ્યમાં માવઠાથી ખેડૂતોને થયેલા પાક નુક્સાન સર્વે પૂર્ણ થઈ ગયો હોવાનું નિવેદન કૃષિપ્રધાન રાઘવજી પટેલે આપ્યું છે. સહાયની પ્રક્રિયા હવે છેલ્લા તબક્કામાં છે અને ટૂંક સમયમાં જ તેની જાહેરાત થઈ શકે છે. ખેડૂતોને આ આશ્વાસન કૃષિપ્રધાન રાઘવજી પટેલે આપ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ