બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Politics / Union Home Minister Amit shah explained about changes in 3 crimimal laws of India in loksabha
ADVERTISEMENT
ભારતીય દંડ સંહિતાની જગ્યાએ ભારતીય ન્યાય સંહિતા બિલ 2023, CRPCની જગ્યાએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 અને એવિડેંસ એક્ટની જગ્યાએ ભારતીય પુરાવા બિલ 2023માં લોકસભામાં ફેરફાર કરવામાં આવ્યાં. આ ત્રણ ખરડા પર થયેલ ચર્ચા દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આ ત્રણ કાયદાઓને ગુલામીની માનસિકતાથી મુક્ત કરવામાં આવ્યાં છે. તેમાં ન્યાય, સમાનતા અને નિષ્પક્ષતાને ઉમેરવામાં આવ્યાં છે. 150 વર્ષ જૂનાં અંગ્રેજોનાં જમાનાનાં કાયદામાં ફેરફાર કરવામાં આવ્યાં છે. આ કાયદો પાસ થયા બાદ સમગ્ર દેશમાં એક જ પ્રકારની ન્યાય પ્રણાલી હશે.
#WATCH | Delhi: Home Minister Amit Shah in Lok Sabha says, "We said that in Ayodhya we will make Ram Mandir as soon as possible and on January 22 Lord Ram's idol will be installed there. This is PM Modi's government which delivers what they say. We said that we would give 33%… pic.twitter.com/kNYxFgUGF5
— ANI (@ANI) December 20, 2023
ADVERTISEMENT
ક્રિમિનલ જસ્ટિસમાં માનવીકરણ
તેમણે કહ્યું કે વ્યક્તિની સ્વતંત્રતા અને તમામ સાથે સમાન વ્યવહારને લઈને કાયદો બનાવવામાં આવ્યો છે. આપણે ત્યાં ન્યાયની જૂની વ્યાખ્યા છે. અનેક પ્રકારનાં દર્શનને તેમાં સમાવિષ્ટ કરવામાં આવ્યું છે. દંડની કલ્પના ન્યાયથી ઊપજી છે. દંડ આપવાનાં ઉદેશ્યથી પીડિતને ન્યાય આપવું જેથી લોકો વધુ ભૂલો ન કરે. આ કારણે સમાજની અંદર ઉદાહરણ સ્થાપિત કરવાનો ઉદેશ્ય છે. આ કાયદો ભારતીય ન્યાય કાયદાને પ્રતિબિંબિત કરે છે. સ્વતંત્રતા બાદ ક્રિમિનલ જસ્ટિસનાં કાયદાનું માનવીકરણ થશે.
ADVERTISEMENT
મોબ લીંચિંગ માટે ફાંસી
તેમણે કહ્યું કે આતંકવાદની વ્યાખ્યા પહેલીવાર મોદી સરકારે કરી છે. જેનાથી (કાયદાની ) ખામીઓનો કોઈ ફાયદો ન ઊઠાવી શકે. રાજદ્રોહને દેશદ્રોહમાં બદલવાનું કામ કર્યું છે. વ્યક્તિની જગ્યાએ દેશને રાખ્યું છે. દેશને નુક્સાન કરનારા લોકોને બક્શવામાં નહીં આવે. તેમણે કહ્યું કે આવનારા 100 વર્ષો સુધી જેટલા પણ ટેકનિકલ ફેરફાર થશે, તમામ પ્રાવધાન આ કાયદામાં કરી દેવામાં આવ્યાં છે. મોબ લીંચિંગ ઘૃણિત અપરાધ છે અને અમે આ કાયદામાં મોબ લીંચિંગ અપરાધ માટે ફાંસીની સજાનું પ્રાવધાન કર્યું છે.
આ ફેરફારો થશે
ભારતીય નાગરિક સુરક્ષા સંહિતામાં પહેલાં 484 કલમો હતી, હવે 531 થશે. 177 કલમોમાં ફેરફાર થયાં છએ. 9 નવી કલમો ઊમેરવામાં આવી છે અને 39 નવા સબસેક્શન ઉમેરવામાં આવ્યાં છે .44 નવા પ્રોવિઝન અને સ્પષ્ટીકરણ જોડવામાં આવ્યાં છે. 35 સેક્શનમાં ટાઈમ લાઈન જોડવામાં આવી છે અને 14 કલમોને હટાવી દેવામાં આવી છે .
ADVERTISEMENT
मॉब लिंचिंग पर सख्त कानून लेकर आयी मोदी सरकार।
— Harsh Sanghavi (@sanghaviharsh) December 20, 2023
मॉब लिंचिंग की घटनाओं में आजीवन कारावास से लेकर मृत्युदंड की सजा का किया गया है प्रावधान।#NayeBharatKeNayeKanoon pic.twitter.com/lmjwXzAemG
ADVERTISEMENT
મોદી સરકાર જે બોલે છે તે કરે છે- અમિત શાહ
તેમણે કહ્યું કે વર્ષ 2014માં PM મોદીની સરકાર બન્યા બાદ મેનિફેસ્ટોને સંપૂર્ણપણે લાગૂ કરવામાં આવ્યું. 370ની કલમ હટાવવામાં આવી. આતંકવાદ સામે ઝીરો ટોલેરેંસ નીતિ લાગૂ કરવામાં આવી. અયોધ્યામાં રામ મંદિર બનશે. 22 જાન્યુઆરીનાં રામલલા વિરાજમાન થશે. નરેન્દ્ર મોદી જે કહે છે તે કરે છે અને આ મુદાઓની સાથએ જ તેમની પાર્ટી ચૂંટણીમાં લડશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.