union health ministry is making health card will be complete history of diseases
સારુ કહેવાય /
જન્મકૂંડળી નહીં પણ હેલ્થ કાર્ડ જોઈને થશે લગ્ન, સરકાર થોડા સમયમાં જારી કરશે આ નવું કાર્ડ
Team VTV08:04 PM, 01 Feb 23
| Updated: 08:10 PM, 01 Feb 23
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય આગામી થોડા સમયમાં એક મોટા પ્લાનની તૈયારી રહી રહ્યું છે જેમાં તમામ લોકોનું હેલ્થ કાર્ડ બનાવવામાં આવશે.
સ્વાસ્થ્ય મંત્રાલય બનાવશે તમામ લોકોનું એક હેલ્થ કાર્ડ
હેલ્થ કાર્ડમાં દરેકની બીમારીનો રહેશે રેકોર્ડ
સિકલ સેલ જેવી ગંભીર બીમારીમાં થઈ શકે ઘણી રાહતરુપ
આપણા સમાજમાં પરંપરાગત રીતે લગ્ન સમયે છોકરા-છોકરીની કુંડળી મિલાવવામાં આવે છે મોટાભાગના ગુણો મેળવ્યા પછી જ લગ્ન કરવામાં આવે છે પરંતુ આગામી સમયમાં આમાં એક મોટો ફેરફાર આવી શકે છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય કુંડળીને બદલે હેલ્થ કાર્ડ બનાવી રહ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ જણાવ્યું કે આપણા દેશમાં કોઈ બીમારી છે, જેના કારણે જો સ્ત્રી-પુરુષ સંક્રમિત થશે તો તેની અસર તેમના બાળક પર પડશે.
A mission to eliminate sickle cell anaemia by 2047 will be launched.
It will entail awareness creation, universal screening of 7 crore people in the age group 0 to 40 years in affected tribal areas & counselling through collaborative efforts: FM @NSitharaman Ji#AmritKaalBudgetpic.twitter.com/yh9jah7KkL
સિકલ સેલ એનિમિયા બીમારીને દૂર કરવાનો હેતુ
માંડવિયાએ જણાવ્યું હતું કે, આવી જ એક બીમારી સિકલ સેલ એનિમિયા છે. જેને ધ્યાનમાં રાખીને ખાસ કરીને આદિવાસી લોકો માટે હેલ્થ કાર્ડ આપવામાં આવી રહ્યા છે. જેનો હેતુ સિકલ સેલ એનિમિયા જેવા રોગને દૂર કરવાનો છે. આ માટે વર્ષ 2047ની ડેડલાઈન નક્કી કરવામાં આવી છે.
આ રોગ શું છે?
સિકલ સેલ એનિમિયા રોગ ખાસ કરીને આદિવાસી બાળકોમાં થાય છે. આ બીમારીની અસર એવી થાય છે કે બાળક વયમર્યાદા પાર કરી જાય છે અને તેના જીવનની સંભાવના ઘણી ઓછી હોય છે. જેને ધ્યાનમાં રાખીને એક નવો ટેસ્ટ અને કાર્ડ રજૂ કરવામાં આવી રહ્યો છે. જેથી છોકરા-છોકરીનું હેલ્થ કાર્ડ બનાવવામાં આવી રહ્યું છે જેથી આવી બીમારીની જાણ થઈ શકે.
Sickle cell anaemia is a very common disease in our tribal population. It has been announced in this budget that work will be done in mission mode to eliminate sickle cell anaemia and it will be eliminated by 2047: Union Health Minister Dr Mansukh Mandaviya
પતિ-પત્નીએ ટેસ્ટ કરાવવો પડશે
માંડવિયાએ જણાવ્યું હતું કે, આદિવાસી વિસ્તારના મોટાભાગના લોકોને આ રોગ છે. આવી સ્થિતિમાં આદિવાસી લોકોમાં સૌ પ્રથમ આ ટેસ્ટ શરૂ કરવામાં આવશે. જો બંનેનો રિપોર્ટ પોઝિટિવ આવશે તો તેમને બાળક ન કરવાની સલાહ આપવામાં આવશે. પહેલા સિકલ સેલ એનિમિયાના ટેસ્ટમાં સમય લાગતો હતો પરંતુ હવે આ ટેસ્ટ તાત્કાલિક અસરથી કરવામાં આવશે અને તેનું પરિણામ પણ ટૂંક સમયમાં આવશે. આનાથી તે જાણી શકાશે કે તે વ્યક્તિ સિકલ સેલ રોગથી પીડિત છે કે નહીં. દેશમાં 200 જિલ્લા એવા છે જ્યાં આ બીમારીથી પીડિત બાળકો વધારે છે. જેમાં મધ્યપ્રદેશ, ગુજરાત, ઝારખંડ, ઓડિશા, રાજસ્થાન અને છત્તીસગઢનો સમાવેશ થાય છે. આ અભિયાનની શરૂઆત છત્તીસગઢથી થશે.