સોશિયલ મીડિયાની દુનિયામાં દરરોજ કંઈને કંઈ ફેક મેસેજ ફેલાતા રહે છે અને તેને કારણે લોકો ગેરમાર્ગે દોરવાતા હોય છે અને તેને કારણે સરકારને ખુલાસો કરવો પડતો હોય છે.
સોશિયલ મીડિયા પર ફેલાયો ફેક મેસેજ
પ્રધાનમંત્રી જ્ઞાનવીર યોજનામાં દર મહિને મળશે 3400 રુપિયા
ફેક્ટ ચેકમાં મેસેજ ખોટો હોવાનું સાબિત થયું
લોકોને આ મેસેજ શેર ન કરવાની કરાઈ અપીલ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ પર એક મેસેજ આજકાલ ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે 'પ્રધાનમંત્રી જ્ઞાનવીર યોજના' હેઠળ ભારત સરકાર દરેક યુવાઓને દર મહિને 3400 રૂપિયા આપી રહી છે. આ સાથે જ લોકો તરફથી મેસેજ રજિસ્ટ્રેશન માટે એક લિંક પણ શેર કરવામાં આવી રહી છે. જેના પર ક્લિક કરીને તમને એપ્લાય કરવાનું કહેવામાં આવી રહ્યું છે. હવે આ વાયરલ મેસેજ પર સરકાર તરફથી ખુલાસો સામે આવ્યો છે.
दावा: प्रधानमंत्री ज्ञानवीर योजना के तहत पंजीकरण करने पर सभी युवाओं को प्रति माह ₹3400 दिए जाएंगे। #PIBFactCheck
▶️ यह दावा फ़र्ज़ी है।
▶️ इस तरह की किसी वेबसाइट/लिंक पर अपनी निजी जानकारी साझा न करें।
શું દાવો કરાયો વાયરલ મેસેજમાં
વાયરલ થઈ રહેલા મેસેજમાં લખ્યું છે કે, "સરકારનો મોટો નિર્ણય, તમામ યુવાનોને દર મહિને 3400 મળશે. મને પ્રધાનમંત્રી જ્ઞાનવીર યોજનાથી 3400 રૂપિયા મળી ચૂક્યા છે, તમે પણ રજિસ્ટ્રેશન કરાવો. પ્રધાનમંત્રી જ્ઞાનવીર યોજના માટે રજિસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે, આ યોજના હેઠળ તમામ યુવાનોને રૂ.3400ની સહાય મળશે. નીચે આપેલી લિંક પરથી હવે નોંધણી કરાવો - https://re...................................... આ મેસેજ ખૂબ જ ઝડપથી વોટ્સએપ પર વાયરલ થયો હતો.
પીઆઈબી દ્વારા ફેક્ટ ચેક, દાવો ખોટો હોવાનું સાબિત થયું
વાયરલ મેસેજ પર પીઆઈબી ફેક્ટ ચેકે પોતે જ આની નોંધ લીધી અને આ યોજના હેઠળ મળેલી રકમ વિશે સત્ય જણાવ્યું. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, વાયરલ મેસેજમાં 'પ્રધાનમંત્રી જ્ઞાનવીર યોજના' હેઠળ યુવાનોને દર મહિને 3400 રૂપિયા આપવાની વાત સંપૂર્ણપણે ફેક છે.
લોકો ફેક મેસેજને શેર ન કરે- સરકારની અપીલ
ફેક્ટ ચેક બાદ સરકારે લોકોને પોતાની વ્યક્તિગત માહિતી આવી લિંક પર શેર ન કરવાની અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે
સાયબર ગુનેગારો લોકોને બનાવટી યોજના વિશે જણાવે છે અને છેતરપિંડીની લિંક પર તેમના બેંક ખાતાથી સંબંધિત જરૂરી માહિતી એકત્રિત કરે છે અને પછી તેમનું બેંક ખાતું ખાલી કરે છે. પીઆઈબી ફેક્ટ ચેકે લોકોને અપીલ કરી છે કે આવા મેસેજને ફોરવર્ડ કરતા પહેલા એકવાર ચેક કરી લો.