બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / સ્પોર્ટસ / Cricket / Under the captaincy of Sourav Ganguly, Team India learned DADAGIRI', there are records that even Sachin-Kohli could not break

બર્થ ડે સ્પેશ્યલ / સૌરવ ગાંગુલીની કેપ્ટનશીપમાં ટીમ ઇન્ડિયાએ શીખી 'દાદાગીરી', નામ છે એવાં રેકોર્ડ જેને સચિન-કોહલી પણ ના તોડી શક્યાં

Megha

Last Updated: 10:46 AM, 8 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી આજે એમનો 51મો જન્મદિવસ ઉજવી રહ્યા છે આજે તેમના જન્મદિવસના ખાસ અવસર પર તેમના કેટલાક રેકોર્ડ્સ અને ક્રિકેટ સફર વિશે જાણીએ-

  • સૌરવ ગાંગુલી આજે એમનો 51મો જન્મદિવસ ઉજવી રહ્યા છે
  • તેમના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ 'દાદાગીરી' શીખી
  • 'દાદા' કહેવાતા ગાંગુલીના કેટલાક રેકોર્ડ્સ અને ક્રિકેટ સફર વિશે જાણીએ

ભારતીય પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી આજે એમનો 51મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. જણાવી દઈએ કે ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં એમને ટીમ ઈન્ડિયાની તસવીર બદલવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. વાત છે વર્ષ 2000ની જ્યારે ટીમ ઈન્ડિયા મેચ ફિક્સિંગના આરોપમાં ફસાઈ હતી અને ત્યારે કેપ્ટનશિપની જવાબદારી સંભાળીને ગાંગુલીએ ટીમ ઈન્ડિયાને વિશ્વ ક્રિકેટમાં એક નવી ઓળખ આપી હતી. તેમના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ 'દાદાગીરી' શીખી અને વર્લ્ડ ક્રિકેટને કહ્યું કે ટીમ ઈન્ડિયામાં વિદેશી ધરતી પર પણ જીતવાની ક્ષમતા છે.

આ સાથે જ એ વાત પણ ધ્યાનમાં લેવા જેવી છે કે ગાંગુલીની કપ્તાની હેઠળ જ ટીમમાં યુવા ખેલાડીઓને તક આપવાનો તબક્કો શરૂ થયો હતો. સૌરવ ગાંગુલીએ ભારતને વીરેન્દ્ર સેહવાગ, ઝહીર ખાન અને યુવરાજ સિંહ જેવા અનેક રત્નો આપ્યા છે.  આજે તેમના જન્મદિવસના ખાસ અવસર પર તેમના કેટલાક રેકોર્ડ્સ અને ક્રિકેટ સફર વિશે જાણીએ-

પ્રથમ બે ટેસ્ટમાં સદી ફટકારી હતી
સૌરવ ગાંગુલીએ 1996માં ભારતીય ટીમ માટે ડેબ્યૂ કર્યું હતું. ગાંગુલીએ એમની કારકિર્દીની શરૂઆતમાં લોર્ડ્સ ટેસ્ટમાં સદી ફટકાર્યા પછી હેડલાઇન્સ બનાવવાનું શરૂ કર્યું, જ્યાંથી તેને 'દાદા'નું ઉપનામ પણ મળ્યું. આટલું જ નહીં ગાંગુલીતેની બીજી ટેસ્ટમાં પણ સદી ફટકારી અને કારકિર્દીની પ્રથમ બે ટેસ્ટમાં સદી ફટકારનાર ત્રણ ખેલાડીઓની યાદીમાં સ્થાન મેળવ્યું.

વનડેમાં પણ જોરદાર એન્ટ્રી
કોલકાતાના પ્રિન્સ તરીકે ઓળખાતા ગાંગુલીએ ODI ક્રિકેટમાં પણ જોરદાર એન્ટ્રી કરી હતી. જણાવી દઈએ કે વર્ષ 1997માં પાકિસ્તાન સામે સતત ચાર પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ જીત્યા હતા અને ODI ક્રિકેટમાં ગાંગુલી એકમાત્ર એવો બેટ્સમેન છે જેને આ સિદ્ધિ મેળવી છે. આ બાદ ગાંગુલીએ 1999ના વર્લ્ડ કપમાં શ્રીલંકા સામે 183 રનની ઇનિંગ રમી હતી. વર્લ્ડકપમાં ભારતીય દ્વારા રમાયેલી આ અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ ઇનિંગ્સ છે. એમના આ રેકોર્ડને સચિન કે કોહલી કોઈ તોડી શક્યું નથી. 

મુશ્કેલ સમયમાં કેપ્ટનશિપ સંભાળી
વર્ષ 2000માં જ્યારે ભારતીય ટીમ મેચ ફિક્સિંગના આરોપોનો સામનો કરી રહી હતી ત્યારે સૌરવ ગાંગુલીએ ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ સંભાળી હતી. ગાંગુલીએ ભારતને પ્રથમ વખત 2000 ICC નોકઆઉટ ટ્રોફીની ફાઇનલમાં પહોંચાડ્યું હતું. આ બાદ ટીમ ઈન્ડિયાએ 2001માં ગાંગુલીની આગેવાની હેઠળની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવ્યું હતું.

- 2002 નેટવેસ્ટ ટ્રોફી ફાઈનલમાં ભારતે ઈંગ્લેન્ડ પાસેથી જીત છીનવી લીધા પછી ગાંગુલીની સૌથી યાદગાર ક્ષણ ચોક્કસપણે હતી જ્યારે તેણે લોર્ડ્સની બાલ્કનીમાં પોતાનો શર્ટ ઉતાર્યો હતો. 

- આ પછી વર્લ્ડ કપ 2003માં ટીમ ઈન્ડિયા ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી, પરંતુ ફાઈનલમાં તેને ઓસ્ટ્રેલિયાના હાથે હારનો સામનો કરવો પડ્યો.

- 2004માં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનનો પ્રવાસ કર્યો જ્યાં તેમણે વનડે અને ટેસ્ટ સીરિઝ રમી. આ દરમિયાન ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનની ધરતી પર પ્રથમ ટેસ્ટ સીરિઝ પણ જીતી હતી.

- 2005-06માં એ સમયના કોચ ગ્રેગ ચેપલ સાથેના અણબનાવ બાદ ગાંગુલીનું ડાઉનફોલ શરૂ થયું હતું. ઓફ-સાઇડના ભગવાન કહેવાતા સૌરવ ગાંગુલીએ તેની છેલ્લી ટેસ્ટ 2008માં ઓસ્ટ્રેલિયા સામે નાગપુરમાં રમી હતી.

- દાદાએ ભારત માટે 113 ટેસ્ટ અને 311 ODI રમીને કુલ 18,575 રન બનાવ્યા. આ સાથે જ તેને કુલ 195 મેચોમાં ભારતનું નેતૃત્વ કર્યું જેમાં ટીમ ઈન્ડિયા 97 મેચ જીતવામાં સફળ રહી. આ પછી તે બંગાળ ક્રિકેટ એસોસિએશન (CAB) અને BCCIના પ્રમુખ પણ બન્યા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ