બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / Ukraine accuses Russia of breaking dam in Kherson, flood warning issued in surrounding areas
Megha
Last Updated: 03:15 PM, 6 June 2023
ADVERTISEMENT
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ઉગ્ર બની રહ્યું છે. આ વખતે યુક્રેન પણ જવાબી કાર્યવાહી કરી રહ્યું છે. એવામાં રશિયા યુક્રેન પર બળ સાથે બોમ્બમારો પણ કરી રહ્યું છે. તાજેતરમાં રશિયન સેનાએ યુક્રેનના સૌથી મોટા ડેમને પણ ઉડાવી દીધો છે. જે કારણે યુક્રેને કહ્યું કે તેમના પર હાલ પૂરનું જોખમ છે.
જણાવી દઈએ એક યુક્રેને મંગળવારે રશિયન દળો પર દક્ષિણ યુક્રેનમાં એક મોટા ડેમને ઉડાવી દેવાનો આરોપ મૂક્યો હતો અને નીપર નદીના કિનારે રહેતા રહેવાસીઓને નીચાણવાળા વિસ્તારોમાં પૂરની ચેતવણી આપી હતી. સુરક્ષિત સ્થળોએ ખસી જવા જણાવ્યું હતું.
ADVERTISEMENT
મંગળવારે વહેલી સવારે દક્ષિણ યુક્રેનમાં સ્થિત નોવા કાખોવકા ડેમમાં વિસ્ફોટ થયો. યુક્રેનની સેનાએ પણ આ વાતની પુષ્ટિ કરી છે. અંહિયા મહત્વની વાત એમ છે કે ઑક્ટોબર 2022માં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સકીએ પણ આશંકા વ્યક્ત કરી હતી કે રશિયા ડેમમાં બ્લાસ્ટ કરવાનું કાવતરું ઘડી રહ્યું છે. આ ડેમ ખેરસન ક્ષેત્રના ભાગમાં આવે છે જે રશિયા દ્વારા નિયંત્રિત છે. જો કે રશિયા દ્વારા નિયુક્ત કરાયેલા પ્રદેશના મેયરે તેને 'આતંકનું કૃત્ય' ગણાવ્યું છે.
આ ડેમ 30 મીટર લાંબો અને સેંકડો મીટર પહોળો છે. તે 1956 માં કાખોવકા હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ હેઠળ બનાવવામાં આવ્યું હતું. કહેવાય છે કે આ ડેમમાં લગભગ 18 ઘન કિલોમીટર પાણી છે જે ન્યુક્લિયર પ્લાન્ટને પણ પાણી પૂરું પાડવા આવતું હતું. જણાવી દઈએ કે આ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ યુરોપનો સૌથી મોટો પ્લાન્ટ છે.
Russian terrorists. The destruction of the Kakhovka hydroelectric power plant dam only confirms for the whole world that they must be expelled from every corner of Ukrainian land. Not a single meter should be left to them, because they use every meter for terror. It’s only… pic.twitter.com/ErBog1gRhH
— Володимир Зеленський (@ZelenskyyUa) June 6, 2023
યુક્રેનની સમસ્યાઓ વધશે
આ ઘટના બાદ ઝેલેન્સકીએ ટ્વિટર પર લખ્યું, 'રશિયન આતંકવાદી. કાખોવકા ડેમનો વિનાશ સમગ્ર વિશ્વને પુષ્ટિ આપે છે કે તેમને યુક્રેનની ભૂમિના દરેક ખૂણેથી હાંકી કાઢવામાં આવશે. ડેમની મદદથી કાખોવકા હાઇડ્રો પાવર પ્લાન્ટ સુધી વીજળી પહોંચે છે. ડેમ તૂટવાથી થવાથી યુક્રેનની ચાલી રહેલી ઉર્જા સમસ્યાઓમાં ઉમેરો થશે.'
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.