બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / વિશ્વ / UK becomes first country to approve Merck's anti-Covid pill molnupiravir

ગુડ ન્યૂઝ / BIG BREAKING: કોરોના સામે ગેમચેન્જર ગણાતી દવાને મળી ગઈ મંજૂરી, 'મર્ક' નામક ગોળીથી થશે ઈલાજ

Parth

Last Updated: 07:20 PM, 4 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બ્રિટનમાં કોરોના વાયરસ સામે એન્ટિવાયરલ પિલ એટલે ગોળીને કોરોના વાયરસનાં દર્દીઓને આપવા માટે મંજૂરી આપવામાં આવી છે.

  • કોરોના સામે મળ્યો વધુ એક હથિયાર 
  • કોરોના સામે પહેલી એન્ટિવાયરલ દવાને બ્રિટનની મંજૂરી 
  • બ્રિટનનાં સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું આ ગેમચેન્જર સાબિત થશે 

દુનિયાભરમાં છેલ્લા બે વર્ષથી કોરોના વાયરસ મહામારી તાંડવ મચાવી રહી છે, આ મહામારીના કારણે દુનિયાભરનાં લાખો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે ત્યારે હજુ પણ માનવ સભ્યતા આ મહામારી સામે લડી રહી છે. દુનિયાભરનાં વૈજ્ઞાનિકોની મહેનત બાદ વેક્સિન શોધાઈ અને આજે કરોડો લોકોને વેક્સિનનાં ડોઝ પણ લાગી ચૂક્યા છે ત્યારે હવે આ જ દિશામાં વધુ એક ગુડ ન્યૂઝ સામે આવ્યા છે. 

યુનાઈટેડ કિંગડમમાં હવે ગોળીથી કોરોના વાયરસનો ઈલાજ થઈ શકશે, બ્રિટનમાં કોરોના વાયરસ સામે એન્ટિવાયરલ પિલ એટલે ગોળીને કોરોના વાયરસનાં દર્દીઓને આપવા માટે મંજૂરી આપવામાં આવી છે. 

બ્રિટનનાં સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે આજે એક ઐતિહાસિક દિવસ છે, દુનિયાભરમાં યુકે પહેલો દેશ છે જ્યાં કૂરના વાયરસનાં ઈલાજ માટે આ પ્રકારની મંજૂરી આપવામાં આવી છે. તેમણે કહ્યું આ દવા હવે ગેમ ચેન્જર સાબિત થવાની છે. 

નોંધનીય છે કે જે દવાને મંજૂરી આપવામાં આવી છે તેનું નામ molnupiravir છે જે કોરોના વાયરસને નબળો પાડી દે છે જેથી જે તે દર્દી ધીમે ધીમે સાજો થઈ શકે. જે લોકો પર હોસ્પિટલમાં દાખલ થવાનો ખતરો છે તેમના માટે આ દવા એક વરદાન સ્વરૂપ સાબિત થાય તેવું માનવામાં આવી રહ્યું છે. 

ટ્રાયલ ડેટામાં જે સામે આવ્યું છે તે અનુસાર આ દવા ઈન્ફેક્શનનાં શરૂઆતનાં તબક્કામાં કારગર સાબિત નથી થતી, લક્ષણો દેખાયાનાં પાંચ જ દિવસમાં જ દવા આપી દેવામાં આવે તો તે કોરોના વાયરસ સામે લડત આપી શકે છે. 
દવા બનાવનારી કંપનીએ અત્યારથી અમેરિકા અને બ્રિટન સાથે કરાર કરી નાંખ્યા છે, ઑક્ટોબર મહિનામાં જ બ્રિટને કંપનીને 480,000 ડોઝનાં ઓર્ડર આપી દીધા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ