બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ugc online course 900 utonomous colleges will be able to do online degree courses

ખુશખબર / હવે ઘરે બેઠા ઓનલાઈન ડિગ્રી મેળવી શકશો, UGCએ દેશભરની 900 કોલેજોને આપી મંજૂરી

Pravin

Last Updated: 02:52 PM, 21 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન તરફથી દેશની 900 સ્વાયત કોલેજોને ઓનલાઈન ડિગ્રી કોર્સ શરૂ કરવાની મંજૂરી આપતો નિર્ણય લેવામાં આવ્યો છે.

  • UGC એ દેશભરની 900 કોલેજોને આપી મંજૂરી
  • ઓનલાઈન ડિગ્રી કોર્સ કરી શકાશે
  • કોર્સમાં કેટલાય પ્રકારના વિકલ્પો મળશે

 

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન તરફથી દેશની 900 સ્વાયત કોલેજોને ઓનલાઈન ડિગ્રી કોર્સ શરૂ કરવાની મંજૂરી આપતો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, એનઈપી 2020ના માધ્યમથી ઓનલાઈન શિક્ષણના દ્રષ્ટિકોણ અનુરૂપ છે. ઓનલાઈન ડિગ્રી પાઠ્યક્રમોના માધ્યમથી, વિદ્યાર્થી દૂરથી ડિગ્રી મેળવી શકશે. વિદ્યાર્થીઓને શિખવાનો અવસર આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ કોલેજોના રેંકની વાત કરીએ તો, તે નેશનલ ઈંસ્ટીટ્યૂશનલ રેંકીંગ ફ્રેમવર્કની રેંકીંગમાં બે વાર પોતાના સંબંધિત વિષયમાં ટોપ 100 રેંક મેળવી રહી છે. 

ઘરે બેઠા ઓનલાઈન ડિગ્રી મેળવી શકશો

આ સમયે ફક્ત યુનિવર્સિટીઓને ઓનલાઈન કોર્સના માધ્યમથી દૂરથી ડિગ્રી મેળવવાની મંજૂરી આપી છે. પણ યુજીસીના આ નવા આદેશની સાથે સાથે લગભગ 900 કોલેજો પણ આવું કરી શકશે. એટલા માટે ડિજીટલ એજ્યુકેશન મિશનને પ્રોત્સાહન આપવાનું કામ કરવામાં આવશે. કોલેજોને યુજીસી દ્વારા જાહેર કરવામાં આવેલા નિયમો અને દિશાનિર્દેશોનું પાલન કરવું જરૂરી છે. 

ઓનલાઈન શિક્ષણને પ્રોત્સાહન આપવામાં આવશે

કોરોના ફેલાયેલો હોવાના કારણે છેલ્લા ત્રણ વર્ષથી સ્કૂલ કોલેજોમાં ક્લાસ ઓનલાઈન ચાલી રહ્યા છે. પરીક્ષાઓ પણ ઓનલાઈન થઈ રહી છે. આ સંદર્ભમાં દેશભરની 900 સ્વાયત કોલેજમાં ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે એક નવો નિયમ ટૂંક સમયમાં જ લાગૂ થઈ જશે. નવી શિક્ષણ નીતિના આધાર પર 2035 સુધી દેશભરમાં ઉચ્ચ શિક્ષણમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં 50 ટકાનો વધારો કરવા માટે નવી પ્રથા દેશભરમાં લાગૂ કરવામાં આવશે.

કેટલા કોર્સ કરી શકાશે તેની ડિટેલ પણ આવી જશે

ઓનલાઈન ડિગ્રી પ્રોગ્રામ શિખવાની રીતથી કેટલાય પાસામાં પરંપરાગત ડિગ્રી પ્રોગ્રામ ખૂબ અલગ હશે. આ પાઠ્યક્રમોમાં ખૂબ જ લચીલા અને તેમાં ઘણા બધાં વિકલ્પો હશે. યીજીસી દ્વારા માર્ચ 2022માં ડિટેસ શેર કરવાની આશા છે. ઓનલાઈન અંડર ગ્રેજ્યુએશન કોર્સમાં શામેલ થવા માટે બારમું ધોરણ પાસ હોવું જરૂરી છે અને સ્નાતકોત્તર પાઠ્યક્રમોમાં શામેલ થવા માટે સ્નાતક પાઠ્યક્રમ ઉતીર્મ હોવું જરૂરી છે.  
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ