બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Two more IAS officers of Gujarat cadre will go to Delhi on deputation

પસંદગી / વધુ 2 IAS ઓફિસરો જશે દિલ્હી: વિજય નેહરા અને મનીષ ભારદ્વાજ ગુજરાતને કહેશે અલવિદા, જાણો કઇ પોસ્ટ પર કરાઇ નિમણૂંક

Malay

Last Updated: 10:54 AM, 16 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત કેડરના વધુ બે IAS અધિકારી ડેપ્યુટેશન પર દિલ્હી જશે, IAS વિજય નહેરાને નેશનલ ડિફેન્સ કોલેજમાં મુકાયા અને IAS મનીષ ભારદ્વાજની યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ડેપ્યુટી ડાયરેક્ટ તરીકે નિયુક્તિ કરાઈ.

  • ગુજરાત કેડરના બે IAS અધિકારી જશે દિલ્હી
  • કેન્દ્રમાં જોઈન્ટ સેક્રેટરી સ્તરે ફેરબદલ 
  • વિજય નહેરા અને મનીષ ભારદ્વાજ દિલ્હી જશે 

ગુજરાતમાં બદલી અને બઢતીની મોસમ યથાવત જણાઈ રહી છે. ગુજરાત કેડરના વધુ બે IAS અધિકારીઓને ડેપ્યુટેશન પર દિલ્હી મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં વિજય નેહરા અને મનીષ ભારદ્વાજનો સમાવેશ થાય છે. કેન્દ્ર સરકારના ઓર્ડર બાદ ટૂંક સમયમાં બંને IAS અધિકારીઓ દિલ્હી જશે. 

કેન્દ્રમાં જોઈન્ટ સેક્રેટરી સ્તરે ફેરબદલ
ગુજરાતના બે IAS અધિકારી વિજય નેહરા અને મનીષ ભારદ્વાજ દિલ્હી ડેપ્યુટેશન પર જશે. કેન્દ્રમાં જોઈન્ટ સેક્રેટરી સ્તરે ફેરબદલ કરાયો છે. IAS વિજય નહેરાને નેશનલ ડિફેન્સ કોલેજમાં મુકાયા છે, જ્યારે મનીષ ભારદ્વાજને યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ તરીકે નિમાયા છે. આપને જણાવી દઈએ કે, વિજય નેહરા વર્ષ 2001ની બેચના આઈએએસ ઓફિસર છે, જ્યારે મનીષ ભારદ્વાજ વર્ષ 1997 બેંચના અધિકારી છે. 

ગુજરાત ની વાત | VTV Gujarati
IAS વિજય નહેરા

IAS વિજય નહેરા અને મનીષ ભારદ્વાજ દિલ્હી ડેપ્યુટેશન પર જશે 
નોંધનીય છે કે, તાજેતરમાં જ 1997ની બેચના મહિલા  IAS ઓફિસર સોનલ મિશ્રાને ડેપ્યુટેશન પર દિલ્હી સ્થિત મિનિસ્ટ્રી ઓફ સ્કીલ ડેવલપમેન્ટમાં જોઇન્ટ સેક્રેટરી તરીકે નિયુક્ત કરાયા હતા. ત્યારબાદથી સોનલ મિશ્રાના પતિ અને નર્મદા, વોટર રિસોર્સિસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી મનીષ ભારદ્વાજને પણ ડેપ્યુટેશન પર દિલ્હી મોકલવામાં આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી હતી. ત્યારે હવે IAS મનીષ ભારદ્વાજને યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ડેપ્યુટી ડાયરેક્ટ તરીકે નિયુક્ત કરાયા છે.  

IAS મનીષ ભારદ્વાજ

કોણ છે વિજય નેહરા?
- વિજય નહેરાનો જન્મ રાજસ્થાન ખાતે આવેલ સિકર જિલ્લાના છોટી સિહોત ગામે થયો હતો.
- તેઓ એક સૈનિકના દિકરા છે. તેઓએ સરકારી સહાયની મદદથી અભ્યાસ કર્યો છે.
- વિજય નહેરા 2001ની બેંચના ગુજરાત કેડરના IAS અધિકારી છે. 
- તેઓ વડોદરાના જિલ્લા કલેક્ટર, રાજકોટ મ્યુનિસિપલ કમિશનર રાજકોટ, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર, અમદાવાદ જિલ્લા કલેક્ટર જેવા પદો પર પણ રહી ચૂકેલા છે
- તેઓ જ્યારે વડોદરા કલેક્ટર હતા, ત્યારે તેમને નરેન્દ્ર મોદીના હસ્તે સર્વ શ્રેષ્ઠ કલેક્ટરનો પુરસ્કાર મળ્યો હતો. 
- હાલ વિજય નહેરા ગુજરાતના વિજ્ઞાન અને ટેકનોલોજી સચિવ છે

કોણ છે મનીષ ભારદ્વાજ?
- મનીષ ભારદ્વાજ 1997ની બેચના આઇએએસ ઓફિસર છે
- હાલમાં તેઓ નર્મદા, વોટર રિસોર્સિસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી છે
- તેમના પત્ની સોનલ મિશ્રા પણ IAS ઓફિસર છે
- મિશ્રાને તાજેતરમાં જ ડેપ્યુટેશન પર દિલ્હી મોકલવામાં આવ્યા છે
- તેઓને દિલ્હી સ્થિત મિનિસ્ટ્રી ઓફ સ્કીલ ડેવલપમેન્ટમાં જોઇન્ટ સેક્રેટરી તરીકે નિયુક્ત કરાયા છે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ