બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / ભાવનગર / રાજકોટ / Two lionesses died in an accident in Rajula, Amreli, which was memorialized with public participation

વિશ્વ સિંહ દિવસ સ્પેશ્યલ / ગુજરાતનાં આ ગામમાં આવેલું છે વિશ્વનું એકમાત્ર સિંહણનું મંદિર: હનુમાન ચાલીસાની જેમ કરાય છે સિંહ ચાલીસા, દૂર દૂરથી આવે છે લોકો

Vishal Khamar

Last Updated: 04:27 PM, 10 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમરેલીનાં રાજુલામાં રેલ્વે ટ્રેક પર બે સિંહણોનું અકસ્માતમાં મૃત્યું થયું હતું. જે બાદ સિંહ તેમજ પર્યાવરણ પ્રેમીઓએ સિંહ સ્મૃતિ સ્મારક બનાવવામાં આવ્યું હતું. તેમજ સિંહણના આ સ્મારક પર લોકો માનતા પુરી કરવા પણ આવે છે.

  • અમરેલીનાં રાજુલામાં પર્યાવરણ પ્રેમીઓએ બનાવ્યું સિંહણનું મંદિર
  • સિંહ પ્રેમીઓ અને પર્યાવરણ પ્રેમીઓએ બનાવ્યું સિંહણ સ્મૃતિ સ્મારક
  • રેલ્વે ટ્રેક ઉપર બે સિંહણોનાં અકસ્માત થતા સ્મારક બનાવ્યું

વિશ્વનું આ એકમાત્ર સિંહ સ્મારક અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં આવેલું છે. જેમ ભગવાન માટે આસ્થા, પ્રેમ અને વિશ્વાસ હોવાથી આપણે તેમને પૂજીએ છીએ, તેમ રાજુલા પંથકમાં પણ લોકો માટે સિંહ પૂજનીય છે. અહીંના લોકોને સિંહ પ્રત્યે અનોખી આસ્થા છે. આજે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે સમગ્ર વિસ્તારમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે ગુજરાતમાં આવેલા એક સિંહના સ્મારક વિશેની વાત કરીશું અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં આવેલા ભેરાઈ ગામ પાસે સિંહ પ્રેમીઓએ એક સિંહણ સ્મૃતિ સ્મારક બનાવ્યુ છે. દર વર્ષે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે આ સ્મારક પર સિંહની પૂજા અને આરતી કરવામાં આવે છે.

એકમાત્ર સિંહ સ્મારક છે જ્યાં શ્રદ્ધા સાથે સિંહની પૂજા થાય છે
જેમ હનુમાન ચાલીસા થયા તેમ જ સિંહ ચાલીસા નું પઠન થાય છે. ગીરના સિંહની સૌથી વધુ વસ્તી ધરાવતા આ વિસ્તારના લોકો માટે સિંહ પ્રાણથી પણ પ્રિય છે. આ વિસ્તાર બૃહદગીર તરીકે ઓળખાય છે. સિંહ પ્રેમીઓનું કહેવું છે કે, વિશ્વનું આ એકમાત્ર સિંહ સ્મારક છે. જ્યાં અપાર શ્રદ્ધા સાથે સિંહની પૂજા થાય છે. અમરેલી જિલ્લાના લોકો પહેલાંથી જ સિંહને ખૂબ પ્રેમ કરે છે. 
પરંતુ સ્મારક બનાવવા પાછળની કહાની ખૂબ દર્દથી ભરેલી છે. સિંહ પ્રેમીઓને વર્ષ 2014 માં સ્મારક બનાવવાનો વિચાર આવ્યો હતો. કારણ કે વર્ષ 2014માં એવી ઘટના ઘટી હતી કે જેનાથી સિંહ પ્રેમીઓને ખૂબ ઠેસ પહોંચી હતી. ભેરાઈ ગામ નજીક ટ્રેન અકસ્માતમાં બે સિંહણના મોત થયા હતા. 

સિંહ પ્રેમીઓ અને પર્યાવરણ પ્રેમીઓએ આગળ આવ્યા 
અકસ્માતમાં મોતની રાજ્યમાં આ પહેલી ઘટના હતી એવું સિંહ પ્રેમીઓનું કહેવું છે.  જે બાદ સિંહ પ્રેમીઓ અને પર્યાવરણ પ્રેમીઓએ આગળ આવ્યા અને લોકભાગીદારીથી અહીં સિંહણ સ્મૃતિ સ્મારક બનાવ્યું. ગામના જ એક વ્યક્તિએ જમીનનું દાન આપીને સ્મારક બનાવવામાં વિશેષ યોગદાન આપ્યું. 

સિંહણના આ સ્મારક પર લોકો માનતા પુરી કરવા પણ આવે છે
આજે વિશ્વ સિંહ દિવસે અહીં મોટી સંખ્યામાં સ્થાનિકો, સિંહ પ્રેમીઓ અને વનવિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહે છે. અને સિંહ ચાલીસા સહિતના કાર્યક્રમો યોજવામાં આવે છે. સિંહ સ્મારકની વાત સાંભળી અહીં બહારથી પણ લોકો આવી રહ્યા છે. જેના કારણે આ વિસ્તારના લોકો ગૌરવ અનુભવી રહ્યા છે. સિંહણના આ સ્મારક પર લોકો માનતા પુરી કરવા પણ આવે છે.
રેલ્વે ટ્રેક ઉપર બે સિંહણોનાં અકસ્માત થતા તેમનું સ્મારક બનાવ્યું
અમરેલી જિલ્લાના પૂર્વ વાઇલ્ડ લાઇફ વોર્ડન વિપુલ લહેરી જણાવે છે કે, વર્ષ 2014માં અહીં રેલવે ટ્રેક ઉપર બે સિંહણોના અકસ્માતમાં મોત થયા હતા. બંને સિંહણો ખુબ જ પ્રોપ્યુલર હતા જેથી બધા જ લોકોને સારો વિચાર આવ્યો અને સિંહ સ્મારક બનાવ્યું હતું. સમગ્ર વિશ્વમાં અહીં જ સિંહણનું સ્મારક છે. દર વર્ષે વિશ્વ સિંહના દિવસે અહીં સિંહ ચાલીસા સહિતના કાર્યકર્મો યોજાય છે. વનવિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહે છે અને આરતી ઉતારે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ