બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / બિઝનેસ / ટેક અને ઓટો / truecaller will end the call recording feature

તમારા કામનું / Truecaller એપ વાપરતા હોવ તો ખાસ વાંચી લો, બંધ કરી આ ખાસ સુવિધા

Khevna

Last Updated: 10:39 AM, 23 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

11 મેથી ગૂગલ ઘણી નવી પોલિસી લાગૂ કરશે જેનાં હેઠળ હવે TRUECALLERથી પણ કોલ રેકોર્ડિંગ થઇ શકશે નહીં

  • ગૂગલે કોલ રેકોર્ડિંગ એપ્સ પર કડકાઈ કરવાની કરી જાહેરાત 
  •  હવે TRUECALLERથી પણ રેકોર્ડિંગ થઇ શકશે નહીં
  • 11 મેથી લાગૂ થશે નવો નિયમ 

ગૂગલે કોલ રેકોર્ડિંગ એપ્સ પર કડકાઈ કરવાની કરી જાહેરાત 

ગૂગલે કોલ રેકોર્ડિંગ એપ્સ પર કડકાઈ કરવાની જાહેરાત કરી છે. 11 મેથી ગૂગલ ઘણી નવી પોલિસી લાગૂ કરશે જેનાં હેઠળ થર્ડ પાર્ટી એપ્સને એન્ડ્રોઈડ સ્માર્ટફોન્સમાં કોલ રેકોર્ડિંગનું એક્સેસ નહીં મળી શકે. 

ગૂગલની આ પોલિસીને ફોલો કરતા હવે TRUECALLERએ પણ આ કન્ફર્મ કર્યું છે કે હવે TRUECALLERથી પણ રેકોર્ડિંગ થઇ શકશે નહીં. TRUECALLERનાં ટોપ ફીચર્સમાંથી એક છે રેકોર્ડિંગ. 

ભારતમાં પણ લોકો TRUECALLERનાં માધ્યમથી કોલ રેકોર્ડ કરે છે. હવે નવી પોલિસીનાં આવવાથી અહી પણ અસર પડશે. TRUECALLER અનુસાર, હવે દુનિયાભરમાં કંપની કોલ રેકોર્ડિંગનો ઓપ્શન બંધ કરી દેશે. 

 હવે TRUECALLERથી પણ રેકોર્ડિંગ થઇ શકશે નહીં

તમને જણાવી દઈએ કે જે સ્માર્ટફોન્સમાં નેટીવ કોલ રેકોર્ડર ફીચર આપવામાં આવે છે, તે 1 મે બાદ કોલ રેકોર્ડિંગ ચાલુ રાખી  શકે છે. પરંતુ જે સ્માર્ટફોન્સમાં કોલ રેકોર્ડિંગ માટે અલગથી એપ ડાઉનલોડ કરવામાં આવે છે, તે રેકોર્ડ નહીં થઇ શકે. 

TRUECALLERએ એક સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે યૂઝર્સના રિસ્પોન્સ બાદ તેમણે એંડરોઈડ સ્માર્ટફોન્સ માટે કોલ રેકોર્ડિંગ ફીચર લોન્ચ કર્યું હતું, પરંતુ હવે ગૂગલની અપડેટેડ પોલિસી બાદથી ગૂગલ કોલ રેકોર્ડિંગની પરમિશન રેસ્ટ્રીકટ કરી દેશે અને તેલા માટે TRUECALLERથી પણ કોલ રેકોર્ડિંગ નહીં થઈ શકે. 

11 મેથી લાગૂ થશે નવો નિયમ 

જણાવી દઈએ કે એપલ હંમેશાથી iphoneમાં ઇનબિલ્ટ કોલ રેકોર્ડિંગનું ફીચર નથી આપતી. એપ સ્ટોર પર અમુક કોલ રેકોર્ડર એપ્સ મળશે પણ, પરંતુ તે સારી રીતે કામ કરતા નથી અને અમુક તો પેડ એપ્સ છે. 

કોલ રેકોર્ડિંગને લઈને ઘણા દેશમાં અલગ અલગ કાનૂન છે. ઘણા દેશનાં તો કોલ રેકોર્ડિંગ અમાન્ય કરવામાં આવ્યું છે અને પ્રાઈવસી પણ આ પાછળનું એક કારણ છે. 

હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે જે સ્માર્ટફોનમાં નેટીવ કોલ રેકોર્ડર આપવામાં આવ્યા છે, શું ગૂગલ આવનારા સમયમાં તેના પર તોડ કરશે કે નહીં?
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ