બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Tourists are flocking to places including SOU and Diu on December 31

ઉત્સાહ / ન્યૂયર પાર્ટી માટે દીવ અને SOUમાં કેવો છે માહોલ? જુઓ હૉટેલો ફૂલ, તંત્રએ ઊભી કરી ખાસ વ્યવસ્થા

Kishor

Last Updated: 04:11 PM, 31 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

31 ડીસેમ્બરને લઈને SOU તથા દિવ સહિતના સ્થળોએ પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. જેને લઈને તમામ હોટેલોમાં ડિનર અને ડાન્સ સહિતના આયોજન પણ કરાયા છે.તો તમામ હોટલોમાં બુકીંગ ફૂલ થયા છે.

  • SOU, દિવ ખાતે સવારથી જ પ્રવાસીઓનો ધસારો
  • SOUમાં અત્યાર સુધીમાં 25 હજાર પ્રવાસીઓ નોંધાયા
  • તમામ હોટેલ, રેસ્ટોરેન્ટનું બુકિંગ હાઉસ ફૂલ

નવા વર્ષના આગમનને લઈને ગુજરાતના પ્રવાસન સ્થળો સહેલાણીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી, દિવના દરિયા સહિતના સ્થળોએ પ્રવાસીઓ મોજ માણી રહ્યા છે. જેને લઈને સ્થાનિક વેપારીઓમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. 31 ડિસેમ્બરની ઉજવણી અને નવા વર્ષને વધાવવા માટે પ્રવાસીઓમાં અનેરો થનગનાટ દેખાઈ રહ્યો છે.
 


SOU પર નવા વર્ષની ઉજવણીને લઈને પ્રવાસીઓમાં ઉત્સાહ

સ્ટેચ્યૂ ઓફ યુનિટીએ દેશ દુનિયાના લોકોમાં અનેરું આકર્ષક જમાવ્યું છે. ત્યારે આજે 31 ડિસેમ્બરને પગલે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે સવારથી જ પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં 25 હજાર પ્રવાસીઓ નોંધાયા છે. ત્યારબાદ બપોર પછી 30 હજારથી વધુ પ્રવાસીઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે આવે તેવી શક્યતા વર્તાઈ રહી છે. બીજી બાજુ પ્રવાસીઓના આગમનને લીધે નજીકના તમામ હોટેલ, રેસ્ટોરેન્ટનું બુકિંગ હાઉસ ફૂલ થઈ ગયું છે. હોટેલોના સંચાલકો દ્વારા પણ રાત્રીના સમયે ડિનર સાથે ડાન્સનું પણ આયોજન કરાયું છે. વધુમાં તંત્ર પણ એલર્ટ મોડમાં છે અને પ્રવાસીઓના ધસારાને લઈને તંત્રએ વધુ 95 બસની વ્યવસ્થા ઉભી કરી છે.


દિવમાં પ્રવાસીઓ કરશે 31 ડિસેમ્બરની ઉજવણી

આ ઉપરાંત નવા વર્ષની ઉજવણીને લઈને દીવમાં પણ પ્રવાસીઓ ઉમટી રહ્યા છે અને પ્રવાસન સ્થળ દીવમાં ઉત્સાહનો માહોલ છવાયો છે. દિવના દરિયા કિનારે અને ઐતિહાસિક સ્થળોએ પ્રવાસીઓ લટાર મારી રહ્યા છે.વધુમાં હજુ પણ સહેલાણીઓનો પ્રવાહ ધીરે ધીરે આવી રહ્યા જે મોડી રાત સુધી શરૂ રહેશે. ત્યારબાદ દિવમાં મોડી રાત્રે 31 ફર્સ્ટની શાનદાર ઉજવણી કરવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ