બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / Today is the birthday of Home Minister Amit Shah, the hero, decisive and Chanakya of politics, see how it was celebrated in Gujarat.

હેપી બર્થડે / નાયક, નિર્ણાયક, રાજનીતિના ચાણક્ય એવા ગૃહમંત્રી અમિત શાહનો આજે જન્મદિવસ, જુઓ ગુજરાતમાં ક્યાં કેવી થઈ ઉજવણી

Vishal Khamar

Last Updated: 06:18 PM, 22 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહનાં જન્મ દિવસને લઈ ભાજપનાં કાર્યકરો દ્વારા ઠેર ઠેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તો અમિત શાહનાં દીર્ધાયુ માટે જગન્નાથ મંદિરે મહાઆરતી પણ કરવામાં આવી હતી.

  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આજે 59 મો જન્મ દિવસ
  • પાંચ વખત અમિત શાહ ધારાસભ્ય તરીકે ચૂંટાયા  હતા
  • પહેલી વખત લોકસભામાં ચૂંટાયા બાદ બન્યા ગૃહમંત્રી

 આજે કેંદ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહનો જન્મદિવસ છે. અમિત શાહના જન્મદિવસને લઈ દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપના કાર્યકર્તાઓ અને શુભચિંતકો વિવિધ રીતે જન્મદિવસની  ઉજવણી કરી રહ્યા છે. અમદાવાદ શહેર ભાજપ દ્વારા જગન્નાથ મંદિર મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. અમિત શાહના દીર્ઘાયુ માટે જગન્નાથ મંદિર ખાતે મહાઆરતી યોજાઈ હતી. શહેર ભાજપ પ્રમુખ, શહેરના ધારાસભ્યો અને હોદ્દેદારો મહાઆરતીમાં જોડાયા હતા.

ભાજપે દેશભરમાં પોતાના લોકપ્રિય નેતાના જન્મદિવસની ઉજવણી કરી

આજે કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહનો જન્મદિવસ છે. અને એવામાં ભાજપે દેશભરમાં પોતાના લોકપ્રિય નેતાના જન્મદિવસની ઉજવણી વિવિધ રીતે કરી હતી. અનેક જગ્યાઓ પર બ્લડ ડોનેશન કેમ્પ, વૃક્ષારોપણ, મહા આરતી, ફૂડ વિતરણ સહિતની અલગ અલગ રીતે કરી હતી. ત્યારે પોતાના જ મતક્ષેત્રમાં આવતા જગતપુર તળાવ નજીક AMCના ખુલ્લા પ્લોટમાં અમદાવાદ મનપા દ્વારા આમ્રવન તૈયાર કરાઇ રહ્યું છે.  ત્યારે આજે અમિત શાહના જન્મદિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આંબાના વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે સરકારની અનેક યોજનાઓના લાભાર્થીઓને કાર્ડ વિતરણ પણ કરવામાં આવ્યા હતા. 

રાજનીતિના ચાણક્ય અને દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો જન્મ દિવસ છે.. તેમના જન્મદિવસના શુભ અવસરે પ્રધાનમંત્રી મોદી સહિત દેશભરના અનેક નેતાઓએ શુભકામના પાઠવી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશના વિકાસ સાથે જોડાયેલા અનેક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે.

દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો જન્મ દિવસ છે. ત્યારે તેમના જન્મદિવસને લઈને દેશભરથી અનેક નેતા અને અભિનેતાઓએ શુભકામના પાઠવી છે. તમને જણાવી દઈએ કે દેશની પ્રગતિ અને વિકાસ માટે પ્રધાનમંત્રી મોદીની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અસંખ્ય પ્રયાસો કરી રહ્યા છે.  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહકારી ક્ષેત્રના સુધારામાં પણ પ્રશંસનીય કાર્ય કરી રહ્યા છે. દેશના વિકાસ સાથે જોડાયેલા અનેક મહત્વપૂર્ણ કાર્ય કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવ્યા છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આ 59મો જન્મદિવસ છે. તેમનો જન્મ 22 ઓક્ટોબર 1964ના રોજ મુંબઈમાં થયો હતો. અમિત શાહે અમદાવાદથી પોતાનો શરૂઆતી અભ્યાસ કર્યા બાદ ગુજરાત યુનિવર્સિટીમાંથી બાયોકેમેસ્ટ્રીમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતું. સાથે જ અમિત શાહ બહુ જ ઓછા સમયમાં રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘમાં જોડાઈ સ્વયંસેવકની પણ ભૂમિકા ભજવી હતી. 

વર્ષ 2019માં પ્રથમવખત સાસંદ ચૂંટાયા બાદ અમિત શાહને મોદી સરકારમાં સૌથી મહત્વપૂર્ણ ગૃહમંત્રાલય સોંપવામાં આવ્યું. આ પહેલા રાજનાથસિંહ ગૃહમંત્રી હતા. પરંતુ અમિત શાહના શાસનમાં જમ્મુ કશ્મીરથી આર્ટિકલ 370 સહિત નોર્થ ઈસ્ટમાં શાંતિ સ્થાપિક કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. હાલ અમિત શાહની ગણના દેશના સૌથી પ્રતિષ્ઠિત નેતાઓમાં થાય છે. ભાજપ તરફથી પ્રધાનમંત્રી મોદી બાદ કેન્દ્રીય ગૃહમંત્રીનું વર્ચસ્વ સૌથી વધુ જોવા મળે છે. 

આજે કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહનો જન્મદિવસ છે. અને એવામાં ભાજપે દેશભરમાં પોતાના લોકપ્રિય નેતાના જન્મદિવસની ઉજવણી વિવિધ રીતે કરી હતી. અનેક જગ્યાઓ પર બ્લડ ડોનેશન કેમ્પ, વૃક્ષારોપણ, મહા આરતી, ફૂડ વિતરણ સહિતની અલગ અલગ રીતે કરી હતી. ત્યારે પોતાના જ મતક્ષેત્રમાં આવતા જગતપુર તળાવ નજીક AMCના ખુલ્લા પ્લોટમાં અમદાવાદ મનપા દ્વારા આમ્રવન તૈયાર કરાઇ રહ્યું છે.  ત્યારે આજે અમિત શાહના જન્મદિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આંબાના વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે સરકારની અનેક યોજનાઓના લાભાર્થીઓને કાર્ડ વિતરણ પણ કરવામાં આવ્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ